SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ શારદા સરિતા સંસારની પેઢી કરતાં ભગવાન મહાવીરની પેઢીમાં કમાણી વધુ છે. જો તું આ પેઢીમાં ભાગીદ્વારી કરીશ તે કર્મના ભુકકા ઉડયા વિના નહિ રહે. મેાક્ષના સુખ તે બધાને જોઈએ છે પણ મેાક્ષના સુખા મેળવવા માટે એક વાર ચારિત્રમામાં રૂચી જગાડવી પડશે. ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ નિયમા—માક્ષે જવાના હતા છતાં એમને ચારિત્ર અગીકાર કરવું પડયું છે. માતા-પિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના વડીલ બંધુ નદીવનના હાથપગ ઢીલા થઈ ગયા. વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી તેમને એવા આઘાત લાગ્યા કે અહા! હું મા—માપ વિનાના થઇ ગયા અને હવે હું ભાઇ વિનાના થઈ જઇશ! શું મારા ભાઈ મને છોડીને દીક્ષા લેશે ? ભાઇના સંતાષ ખાતર વ માનકુમાર એ વર્ષે સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમ તેઓ સૌંસારમાં રહ્યા હતા. એ વર્ષાં તેા પલકારામાં વહી ગયા. છેલ્લા વર્ષે તેા રાજ એક ક્રેડ સેાનૈયાનુ દાન દેતા કારતક વદ્ય દશમના દિવસે દીક્ષા લીધી. લાડીલા રાજા નંદીવર્ધન કર્ણ સ્વરે વિલાપ કરતાં કરતાં ખેલે છે એ મારા વીરા ! આમ મને એકલે અટૂલા મૂકીને કયાં જઇશ? ધાર જંગલમાં વાઘ-સિંહ-સર્પ મળશે. ત્યાં તારૂ કાણુ? ઉનાળાના સખત તડકા, શિયાળાની સખત ઠંડી તું કેમ સહન કરીશ ? ક્યારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલા મારા ભાઇ ખુલ્લા પગે કેમ ચાલી શકશે ? જેની સામે કોઈ ઉંચા સાદે ખેલે તે તેને હું ખેલતા અધ કરી. તેના અલે મારા ભાઈને કાઇ કટુ વચન કહેશે, અપમાન કરશે એ બધું કેમ સહન કરશે ? લાખે! ભિક્ષુકાને ભિક્ષા દેનારા ભિક્ષા માટે ઘરઘરમાં ઘૂમશે. વીરા ! તાશ વિના હું કાની સાથે વાત કરીશ? આમ રાજા નદીવન ભાઈના ભાવિની ચિંતા કરતાં કરતાં બેભાન મની જાય છે. વળી શુદ્ધિમાં આવે છે. નગરજને સમજાવીને નંઢીવનને મહેલમાં લઈ જાય છે. પણ એમને વમાનકુમાર વિના રાજમહેલ સૂનકાર દેખાવા લાગ્યા. રાગનુ બંધન એ ભયંકર બંધન છે. નદીવનને ભાઈ પ્રત્યેને રાગ રડાવે છે. કે જમાલિકુમારને માનવર્જિઢંગીની કિંમત સમજાઇ ગઇ છે એટલે એ સયમ લેવા તૈયાર થયા છે. એમના માતાજીએ ખૂબ લીલેા કરી અને જમાલિકુમારે પણ તેના સચે!ટ જવ!ખ દીધા. છેલ્લે કહ્યું હું માતા ! તમે મને સંયમમાં આવા કષ્ટો વેઠવા પડશે એમ કહેા છે તેા સંસારમાં કર્યાં એછા દુઃખ છે ! સંસારનું એકેક કાર્ય પાપકર્મ બાંધવાનું સ્થાન છે. સંસારમાં એવું એકેય કા નથી કે જે પ્રશ ંસનીય હાય અને સંયમનુ એક પણ કાર્ય એવું નથી કે જેમાં પાપકર્મ બંધાય. સાધુ ગૌચરી જાય તે પણ કર્મની નિર્જરા સ્વાધ્યાય-ધ્યાન-વાંચન મનન અને તપ કરે તેા પણ કર્મની નિર્જરા કરે છે. હવે સૂત્રકાર કહે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy