SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ શારદા સરિતા નાસ્તિક માણસ આ વાત નહોતો માનતે તેને મનાવવા માટે તે એક કષિ પાસે ગયા. કષિએ કહ્યું કે આ રૂમમાં જે જશે તેને તરત આ રૂમના વાતાવરણના પુદ્ગલની અસર થશે. પેલો નાસ્તિક માણસ ભયંકરમાં ભયંકર ખૂની અને જેલમાં જઈ આવ્યું હતે. એ ખૂની તે લાલ આંખ કરી ભવાં ચઢાવી બોલવા માંડે કે હું એક એકના ટુકડા કરી નાંખું, એમ બેલી હાથમાં તલવાર લઈને માણસને મારવા દોડે. પરંતુ પગમાં બેડી હતી એટલે શું કરે? પછી તેને પહેલાં બાર વર્ષ સુધી કષિએ પરમેશ્વરના જાપ કરેલા તે રૂમમાં લાવ્યા. આ રૂમમાં દાખલ થયે કે તરત પેલે ખૂની બલવા મંડયો “ગોડસેમી...ગેડસેમી. એટલે કે પ્રભુ મને બચાવે ! એમ પવિત્ર વિચારના શબ્દો બેલવા મંડે. આ ઉપરથી નકકી થાય છે કે પવિત્ર જગ્યામાં રહેવાથી પવિત્ર વાતાવરણના મુદ્દગલો આવી અસર કરે છે. જેમ અન્ન તે ઓડકાર તેમ જેવી જગ્યા અને વાતાવરણ તેવા વિચારે માણસ અને પ્રાણી ઉપર પણ અસર કરે છે. જેને આત્માની લગની લાગી છે તેવા જમાલિકુમારે પ્રભુની એકવાર દેશના સાંભળીને સંયમ લેવાની ભાવના જાગી. એને સમજાઈ ગયું કે આ સંસારમાં સહેજ પણ સુખ નથી. કદાચ સંસારમાં ભૌતિક સુખો આનંદ આપે છે તે તેની પાછળ લાંબે સમય દુઃખ ઉભું થાય છે, માટે આવું સુખ મારે નથી જોઈતું. એક વખતના સત્સંગથી જમાલિકુમારને આવા ભાવ આવ્યા. માનવ સત્સંગ કરે, શાસ્ત્રનું વાંચન કરે, તે એના જીવનનું પરિવર્તન થયા વિના નહિ રહે અને જેના જીવનનું પરિવર્તન થશે તેના ભવનું પરિભ્રમણ અટકશે ને પરિભ્રમણ અટકશે તે જરૂર મેક્ષ મળશે. માલિકુમારના જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું છે. જે વૈભવમાં, પત્નીઓમાં અને મહેલાતેમાં એક વખત આનંદ માનતે હતું તેના ઉપરથી દષ્ટિ બદલાઈ ગઈ. દષ્ટિ બદલાઈ તે જીવનની દિશા પણ બદલાઈ ગઈ, વિષયેના વિષ ઉતરી ગયા, સિદ્ધાંતવાણીનું શ્રવણ કરતાં એક દિવસ જીવ વીતરાગ બની જાય છે. - જમાલિકુમારે પ્રભુની વાણી સાંભળીને દષ્ટિ બદલાવી નાંખી. ને એમના માતાજી પાસે દીક્ષાની આજ્ઞા માંગી ત્યારે માતાએ તેની સામે સંયમમાર્ગની કઠીનાઈનું વર્ણન કર્યું, ને કહ્યું બેટા સંયમ લે એ માથા સાટે માલ ખરીદવાનું છે. સંયમ એ જોય સંગ્રામ છે. ક્ષત્રિયને બચ્ચે રણે ચઢેલે પાછો ન પડે તેમ તારાથી સંયમ લીધા પછી પાછા પડાશે નહિ. વિજય હાથી કાદવમાં ખેંચી ગયો હતો. ઘણાં ઉપાયે કરવા છતાં બહાર નીકળી શકે નહિ, પણ જ્યાં યુદ્ધની ભેરીઓ વાગી, દુશ્મન ચઢી આવ્યું હોય તેવો દેખાવ કર્યો ત્યારે વિજય હાથીના મનમાં થયું કે મારા રાજા જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે મારા ઉપર બેસીને વિજય મેળવે છે ને આ વખતે હું કાદવમાં ખેંચી ગયે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy