SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪. શારદા સરિતા થોડું પાણી કુંવરના શરીર ઉપર છાંટી દીધું. એટલે થોડી વારમાં કુંવરને ઉલ્ટી વાટે ઝેર બહાર નીકળવા લાગ્યું. આ રીતે ત્રણ વાર પ્રયોગ કરવાથી કુંવરના શરીરમાં વ્યાપેલું સપનું ઝેર તદન બહાર નીકળી ગયું અને કુંવર સુખનિદ્રામાંથી જાગે હોય તેમ ભાનમાં આવીને બેઠો થયો. ઘણું ઉપચાર કરવા છતાં કેઈ કુંવરનું ઝેર ઉતારી શકયું ન હતું. રાજાએ કુંવરની આશા છોડી દીધી હતી. એટલે તેમને તે નિરાશામાં આશા બંધાઈ હતી. ખૂબ આનંદ આનંદ થઈ ગયે. જેટલા માણસે ત્યાં ભેગા થયા હતા તે સર્વેને અને રાજાને ખૂબ આનંદ થશે. ને રાજાએ તેની મુકતકંઠે પ્રશંસા કરી. શું આ પુરૂષનું તેજ છે? શું એની શ્રદ્ધા છે? બંધુઓ!જુઓ, આ સંસાર કે સ્વાર્થમય છે. થોડી વાર પહેલા તેનો વધ કરવાને જેણે હુકમ કર્યો હતો તે રાજા પિતાનો પુત્ર બચી જવાથી તેના વખાણ કરતા થાકતા નથી. ભાઈ ! તું તે મહાન પવિત્ર છે. તેં મારા પુત્રને આજે જીવતદાન આપ્યું છે. તારો ઉપકાર જેટલો માનું તેટલે ઓછો છે. મુખેથી ગુણગાયાને મનમાં વિચાર કર્યો કે આ પુરૂષની આંખમાંથી અમી ઝરે છે ને બોલે છે તે જાણે મુખમંથી ફૂલ ઝરે છે, તે શું આ પવિત્ર પુરૂષ મારી કુંવરીને મારનાર હોય? ને આ રત્નાવલી હાર લૂંટીને લાવે ખરે? કદી આવું અનુચિત કાર્ય કરે તેવું નથી. માટે એને મોટું ઈનામ આપવું જોઈએ. એમ વિચાર કરતાં કહે છે ભાઈ! હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માગ માંગ તારે જે જોઈએ તે આપું. આ તરફ રાજાની રાણી અંતઃપુરમાં ખૂબ ઉદાસ થઈને બેઠી હતી. કારણ કે બે મહિનાથી કુંવરીનો પતો નથી અને કુંવરને સર્પ કરડે છે. એક દીકરો અને એક દીકરી છે. દીકરી કયાં હશે ને દીકરાનું શું થશે? એ ચિંતામાં લમણે હાથ દઈને રાણી બેઠા હતા. ત્યાં દાસીએ આવીને ખબર આપ્યા એટલે પાણી પણ દડતા ત્યાં આવ્યા ને ધનદેવને ધન્યવાદ આપી તેની ખૂબ પ્રશંસા કરીને ધનદેવને વચન માંગવા કહે છે પણ ધદેવ ના પાડે છે. બહુમૂલ્ય માલા મેતીકી, મહિપત દી પહબાય, ધનદેવ બેલા નરનાયક, મુઝે ન ઈસકી ચહાય, તે મેં અપના વાકય નિભાઉં, હે ઈચ્છા દર્શાય છે...શ્રોતા ધનદેવે ના પાડી છતાં પણ મહારાજાએ ખૂબ પ્રેમથી નવલાખ રૂપિયાની મોતીની માળા ધનદેવના ગળામાં પહેરવી. ધનદેવ કહે છે રાજના મારે એની જરૂર નથી. મારે ઘેર ધનને તૂટે નથી. મારે કાંઈ નથી જોઈતું. છતાં રાજા માનતા નથી ત્યારે કહે છે રાજન ! તમારે ખૂબ આગ્રહ છે તે મારે નથી જોઇતી પણ મારો વધ કરવા જે ચંડાળને સ્મશાનમાં મોકલ્યો હતો તેને આપી દો. એ પૂર્વ કર્મના ઉદયથી ચંડાળ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy