SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૯૧ ધ્રુજે છે. કાઈ શ્રીમંતને ઘેર જાય તે કાઇ યાળુ આપે છે ને કોઇ આદેશ વચને વડે તેના તિરસ્કાર કરે છે એ કેવી કરૂણાજનક પરિસ્થિતિ છે છતાં એ લાકે મનુષ્ય જન્મ પામીને ચારિત્રને દુઃખમય માને છે ને પાપમાં પડયા રહે છે. પૂર્વે કરીને આવ્યા નથી ને આ ભવમાં કરતા નથી. ચારિત્ર વિના માનવજન્મ એળે ગુમાવ્યેા. એના વિના પરિણામે દુઃખા ભાગવી રહ્યા છે. આવા દુઃખા ભાગવવા છતાં કર્મની નિર્જરા નથી. તેા પછી ચારિત્રના કષ્ટથી શા માટે ગભરાઈને ચારિત્રથી દૂર રહેવુ' ? વળી હું માતા ! તું એમ કહે છે કે ચારિત્રના ઘેાર પરિસહ અને ઉપસ સહન કરવાનું તારૂં ગજું નથી પણ જેને અનંતકાળના અનંત દુઃખે! નજર સામે તરવરી રહ્યા છે તે એનાથી બચવા માટે એક માત્ર ચારિત્ર એ કષ્ટમય નહિ પણ સુખમય લાગે છે. જ્યારે અશુભકર્મના ઉદ્દય થાય ત્યારે આવી ઘાર પીડા સહન કરવાની શક્તિ હાય તેા પછી ચારિત્રના સામાન્ય કટે આન થી સહન ન કરી શકાય ? તું અહી મારી દયા ખાય છે પણ ભવાંતમાં કદાચ હું ક્રુતિમાં ચાલ્યા જઇશ તે ત્યાં તું મારી દયા ખાવા આવશે ? વળી હે માતા ! તેં કહ્યું કે ચારિત્ર ખાંડાની ધાર છે ને એ ભુજાથી સમુદ્ર તરવા જેવું કઠીન છે, પણ જે ચારિત્રમાં સર્વ જીવાને અભયદાન આપવાનું છે, અઢારે પાપસ્થાનકાને દેશવટા આપવાનેા છે એટલે ત્યાં પાપ થવાના તે સંભવ નથી. ત્યાં તા સુંદર આત્મમસ્તી અને શ્રુતજ્ઞાનની રમણતા છે. આત્મકલ્યાણની પવિત્ર ક્રિયાએ કરવાની છે. મન પરમાત્માની સાથે જોડવાનું છે અને સંયમની પ્રત્યેક પ્રવૃ-િતમાં પ્રભુના વચન પ્રમાણભૂત કરવાના છે. એટલે કે પ્રભુના વચન અનુસાર સંયમમાં પ્રવૃત્તિ કરવાની છે. એવા ભવ્યાતિભવ્ય ચારિત્રજીવનમાં કંઇ કષ્ટ પડવાનું કારણ છે નહિ. વહેપારીને રત્નાકર દ્વીપમાં જઈને એકલા રત્ના મળવાના છે તેા ત્યાં જવાનું કષ્ટ એને લાગે કયાંથી? તેમ ચારિત્રમાર્ગની સાધનામાં જે અનુપમ લાભ પ્રાપ્ત થાય છે તેની જેને તમન્ના હાય તેને ત્યાગના કષ્ટો કાંઈ વિસાતમાં નથી લાગતા. માટે પૂજ્ય માતા–પિતાજી ! હવે તમે મને રજા આપી દે। તે હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ચારિત્ર અંગીકાર કર્ દેવાનુપ્રિયે! જેને સંસાર વિષ જેવે! લાગ્યા છે તેના જવાબે કેવા સચાટ છે! જમાલિકુમારના જવામ સાંભળી માતા-પિતા સ્થિર થઈ ગયા. તમારામાંથી કાઇ વૈરાગ્ય પામે ને જમાલિકુમારની માતાની જેમ સયમનાં કષ્ટો રજુઆત કરતાં કહે કે ત્યાં તમને રાગ આવશે તે ચાકરી કાણુ કરશે? અહીં ખાવાનુ નહિ ભાવે તે જે ભાવે તે કરી આપશે. પણ ત્યાં શું? તેા વિચાર કરતા થઈ જાવ ને દક્ષાનેા વિચાર માંડી વાળા. પણ એટલા તેા જરૂર વિચાર કરજો કે સાધુ હાય કે સસારી હોય ગમે તે હોય પણ ક કાઈને છેાડતા નથી. સયમમાં સમભાવથી સહન કરશેા તે કર્મની વધુ નિર્દેશ થશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy