SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શારદા સરિતા ત્યારે એક ગરીબ માણસ આવેલે ખબ કરગરતો હતો. તેને એકને એક દીકરે સિરિયસ થઈ ગયું છે. બીજા ડેકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. આપના ઉપર એને આધાર છે. પણ મેં કહ્યું? ડોકટર બહારગામ ગયા છે એટલે નિરાશ થઈને તે પાછે ગમે છે. તમે જલદી જાવ. ડોકટર કહે તું શું બોલે છે? બાબાને બેબીની તબિયત આટલી ખરાબ મુકીને કેવી રીતે જાઉં? પત્ની કહે છે. એ સારું થઈ જશે. તમે જાવ. ડેકટર વિચારે છે કે જરૂર તેના પરિણામ બદલાયા છે. પત્ની મને આવા સમયે પણ મોકલે છે. બેગ લઈને બહાર નીકળ્યા ત્યાં પેલે માણસ સામે મળે સાહેબ ! આવી ગયા. સારું થયું. જલદી ચાલ, ડેકટર ગયા છોકરાને ઈજેકશન આપ્યું. ટીટુમેન્ટ આપતાં વળતા ભાવ થયા. અડધે દિવસ રોકાયા. બરાબર સારું થયું પછી ઘેર આવ્યા અને જોયું તે બંને બાળકને તાવ ઊતરી ગયો ને રમતા જોયા. બંધુઓ! ડોકટરની કેટલી માનવતા કહેવાય ! કેવી અમીરી હતી! એની પત્નીની આંખ ખુલી ગઈ. દુઃખી પ્રત્યે કે કરુણાભાવ અને ગુણાનુરાગ ! તમારી પાસે જે શક્તિ હોય તેનાથી પરદુઃખભંજન બનજો. તમને સુખ ગમે છે તેવું દુનિયાના દરેક જીવોને ગમે છે. વાદળા સમુદ્રના ખારા પાણીને વરાળરૂપે ગ્રહણ કરે છે અને મીઠું પાણી આપે છે. વૃક્ષને કાપે તે પણ મીઠાં ફળ આપે છે. અગરબત્તી બળીને સુવાસ આપે છે. દીપક જલીને બીજાને પ્રકાશ આપે છે તેમ તમે પણ પરદુઃખભંજન બને. ગુણાનુરાગી બનજે. આજથી ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે. અને તેટલો કષા ઉપર વિજય મેળવજે. કષાય એ સળગતે દાવાનળ છે. જેમ બાળક ભૂલથી પેઈઝન પી જાય તો તરત ડોકટર પાસે જઈને કઢાવે છે. તેમ કષાયે પણ એક પ્રકારનું પિોઈઝન છે. માનવના અનેક ગુણેની હાનિ કરનાર છે. માટે કષાય ઉપર સંપૂર્ણ વિજય મેળવજે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા, રાત્રિભોજનનો ત્યાગ, કંદમૂળ, વ્યસન આદિનો ત્યાગ કરજે. આત્માને નાણાં કમાવાની મોસમ છે. પ્રમાદને ત્યાગ કરીને આત્માના નાણાં કમાઈ લેશે. પાપથી પાછા હઠ તે કર્મથી છૂટકારો થશે અને ચાતુર્માસ સફળ થશે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy