SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૬ શારદા સરિતા હતા કે સાપ ઝેરીલા હશે પરંતુ જ્યારે સર્પની નજીક પહોંચ્યા તે એક માણસે તેને જોઇને કહ્યું કે ભાઈએ ! આ સર્પને મારશે નહિ. આ સાપ ઝેરીલેા નથી. તેને એ મુખ છે તેથી તે ઝેરીલે। નથી. જેને એ મુખ હાય તે ઝેરીલા ન હોય તેા વ્યર્થ એના પ્રાણ લેવાથી શું લાભ થવાના છે? આ દૃશ્ય જોઇને હરિકેશી મુનિએ વિચાર્યું કે જે ઝેરીલા હાય છે તે માર ખાય છે ને જે ઝેરીલા નથી હાતા તે માર નથી ખાતા. તેમ મારા હૃદયમાં પણ ક્રોધનુ ઝેર ભર્યું" છે ને ગુસ્સાની આગ સળગી રહી છે એટલા માટે મને કેાઈ પ્રેમથી ચાહતું નથી. તે એટલા સુધી કે મારા જન્મટ્ઠાતા માતા-પિતાએ પણ મને ઘરની બહાર કાઢી મૂકયા. જેના કારણથી મને કયાંય સ્થાન ન મળ્યુ, તે ક્રોધનેા હું નાશ કરેં. રિકેશીના હૃદયમાં પશ્ચાતાપના અરણા વહેવા લાગ્યા અને તે પશ્ચાતાપના શુદ્ધ અને શીતળ પાણીથી હેરિકેશીના હૃદયમાં સળગેલી ધાગ્નિ શાંત થઈ ગઈ. તેમના ભાવની શુદ્ધતા થતા સમતાના ઉચ્ચ શિખર પર ચઢતાં ત્યાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને પ્રવાં લઈને આત્મકલ્યાણકના પંથે પ્રયાણ કર્યું. શરૂઆતમાં તે લાકે તેમણે આ ઢોંગ કર્યા છે, ખનાવટ કરી છે એમ માન્યું ને વિવિધ પ્રકારના દુઃખ આપવા લાગ્યા. પરંતુ હવે જેમનુ ધખીજ ખળી ચૂકયું હતુ તે હવે ફરીને અસ્તિત્ત્વમાં કેવી રીતે આવે ? અર્થાત્ ખળેલું ખીજ રીતે કેવી રીતે ઉગી શકે? રિકેશી મુનિએ સમભાવથી બધું સહન કર્યું.. હરિકેશ મુનિ કર્મની જંજીરા તાડવા દીક્ષા લઈ પંચમહાવ્રતધારી સત બની ગયા. અવિરતીને ત્યાગ કરી વિરતિભાવમાં આવી ગયા. જ્યારે આત્મા જાગે છે ત્યારે કેવા વેગ ઉપડે છે! અંતમાં હરિકેશી મુનિએ કર્મીને ખપાવી સર્વોચ્ચપદને પ્રાપ્ત કર્યું. આપણે જમાલિકુમારના અધિકાર ચાલે છે.એ પણ અવિરતિને ત્યાગ કરવા તૈયાર. થયા છે. તેમને વિચાર થાય છે કે હું પણ અવિતિના ત્યાગ કરૂ વિરતિભાવમાં આવુ. મધુએ ! સમજો. અવિરતી એટલે શું? પાપના કારણેામાં મન-વચન-કાયાથી કરવા, કરાવવા કે અનુમાનન રૂપે પ્રવૃત્તિ નહિ કરવી તેનું નામ છે વિરતી અને મન-વચન ને કાયાથી પાપ કરવું કરાવવું ને ફરતાને અનુમેાદના કરવી તેનું નામ છે અવિરતી. હિંસાદિ ક્રિયામાં જો તમે પ્રવર્તતા હા તે તે અવિરતી છે ને એને ત્યાગ તે વિરતી છે. તમને જડના ચેાગ ખરાખર ખટકશે ત્યારે તમે વિરતીઘર બની શકશે. અવિરતી જ્યારે જશે તે વિરતી આવશે ત્યારે મિથ્યાત્વની ગ્રંથી તૂટશે ને તેની સાથે કષાયામાં પણ મઢતા આવી જશે. જ્યારે ક્યાયાની અમુક પ્રમાણમાં મતા થાય છે ત્યારે આત્મામાં સમ્યગઢનાદિ ગુણેા પ્રગટે છે. નૈસરીતિએ અથવા અધિગમના ચેાગે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગદર્શનના ચેગે આત્મામાં એવી લાયકાત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy