SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા નરકની નીસરણી, ને કુશળનગરમાં પ્રવેશ કરવા માટે અર્ગલા સમાન છે. ધનશ્રીએ મને દરિયામાં ધકકે મારતા કંઈજ વિચાર ન કર્યો? ક્ષણવાર મનમાં આવું ચિંતન કર્યું, પણ બીજી ક્ષણે મનને આધ્યાનમાંથી પાછું વાળીને કહે છે કે હે જીવ! એને શું વાંક છે? તારા કર્મને ઉદય છે. તેં એની સાથે પૂર્વે એવા વૈર બાંધ્યા હશે એટલે આ ભવમાં તેણે બદલે લીધે છે. હવે ગઈ ગુજરી ભૂલી જા ને તારે જે કાર્ય કરવાનું છે તેમાં પ્રવૃત થા. આ પ્રમાણે વિચાર કરીને ધનદેવ વૃક્ષ નીચેથી ઉભે થયે. હવે તેને પિતાને દેશ જવું છે પણ પાસે રાતી પાઈ નથી. વસ્ત્ર પણ ફાટી ગયા છે, એટલે થોડું ઘણું ધન તે કમાવું પડશે ને? એમ વિચારી ધનદેવ આગળ ચાલ્યા. ત્યાં દૂરથી દરિયામાં ચીપક રહા શબ કિસી નારકા, ઉસ પટિએ કે સાથ, સાડી અંચલમેંથી ગ્રંથી, લીની ખેલ નિજ હાથ, રત્નાહારથા ઉસે ચલાલે, સુમિરણ કર જગનાથ હે ... શ્રોતા સ્ત્રીનું મડદું તણાતું આવે છે. આ જોઇ ધનદેવે વિચાર કર્યો કે જે માણસ જીવતું હોય તે તેને બચાવીને હું આગળ વધું. એમ વિચાર કરી પિતે ત્યાં ઉભે શમડદું કિનારા ઉપર આવ્યું. તેણે જોયું તે મરણ પામેલી એક સ્ત્રી હતી. તે સ્ત્રી કોણ હતી? શ્રાવસ્તીના રાજાની પુત્રી સિંહલદ્વીપ જતી હતી. પણ દરિયામાં તેનું વહાણ અધવચ તૂટી જવાથી કુંવરીને પ નથી પણ આ તેના પિયરની દાસી હતી ને કુંવરીનાં બધા દાગીના સાચવતી હતી. એટલે કુંવરીને ગેલેક્સસરા નામને કિંમતી રત્નને હાર દાસી પાસે હતો. તે તેણે એક કપડે બાંધીને તેની પાસે રાખેલ. પિતાની સાડીના છેડે રત્નાહારનું કપડું બાંધી દીધેલું. જેથી હાર પણ તેની સાડીના છેડે તણુતે તણાતે આવ્યું. એ કપડે બાંધેલ હતે પણ એટલા ભાગમાં ખૂબ પ્રકાશ થતે હતો. ધનદેવે વિચાર કર્યો કે આ બાઈ તે મરી ગઈ છે. એને આ હારની જરૂર નથી. તે હું આ હાર લઈ જાઉં ને તેમાંથી વહેપાર કરીને જે ધન મળશે તેને સત્કાર્યોમાં પગ કરીશ એમ વિચાર કરી હાર હાથમાં લીધે ને સ્વદેશ જવાની ઈચ્છાથી હાર લઈને આગળ વધે. ઉપકારને બદલે - ધનદેવ છેડે દુર ગયે ત્યાં એક પંચમહાવ્રતધારી સંતને એક વૃક્ષની નીચે બેઠેલા જોયા. મુનિને ખૂબ આનંદ થયે કે અહો! આવા કચ્છમાં પણ મને સંતના દર્શન થયા. હું કે ભાગ્યશાળી છું! મુનિના દર્શન કર્યા. મુનિની દૃષ્ટિ તેના ઉપર પડી. મુનિ ધનદેવને ઓળખી ગયા ને તેને પૂછયું અહો! હે ભદ્ર! તમે અહીં કયાંથી? ને તમારી આ દશા કેમ? ધનદેવે મુનિને ઓળખ્યા નથી એટલે વિચાર કરે છે જાણે મારા કઈ પૂર્વના પરિચિત ન હોય તે રીતે મને કેમ પૂછતા હશે! ધનદેવે ધનશ્રીનું દુશ્ચરિત્ર બીજા પાસે પ્રગટ ન કરવું એમ વિચારીને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy