SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા નમે છે. અહ! એ કેવા અને જડ વીંટીથી શોભનારે હું કો? વગર વીંટીએ શોભનારા મારા મહાન પિતાને હું આ પુત્ર! પછી તે એમના અંતરના ઉડાણમાંથી મંથન ચાલ્યું. અહે! મારે આત્મા તે દેહ વિના પણ રહી શકે છે. ચિંતનની પાંખે આરૂઢ થયા. એ ભાવનામાં ચઢયા અને એવા એકાકાર બની ગયા કે અરિસા ભુવનમાં રાગ કરવાને બદલે ત્યાગ કરી કેવળ જ્ઞાન પામી ગયા. આશ્રવના સ્થાનમાં સંવર ક્ય. ભરત ચક્રવર્તિના દાખલા ઉપરથી આપણે પણ એ વાત સમજવાની છે કે જયાં સુધી બહારની શોભામાં રચ્યાપચ્યા રહીશું ત્યાં સુધી આત્માની શોભા કદી વધવાની નથી આજે અંતરની વાતો અને આત્માના આભૂષણેને ભૂલી ગયા છીએ. ને જે કંઈ વાતો થાય છે તે બહારની વાત થાય છે. અંદર પડેલા ચેતન્યને બહાર કેમ લાવવું, એ શક્તિને કેમ ખીલાવવી, આત્માનો વિચાર કેમ કરવો એ અંગેની વાત કે વિચાર નથી થતું ને થાય છે તે લેકેને ગમતી નથી. આજની દુનિયાને બહારની વાતો અને બહારને ભપકે ગમે છે પણ અંતરનું નૂર પ્રગટાવવું નથી. માત્ર બહારના દેખાવ કરવા છે, પણ જ્ઞાની તે કહે છે કે પહેલાં આત્માનું હીર પ્રગટે પછી બહારને દેખાવ શેભે. વીંટીમાં એ નંગ શોભે છે તે વીંટી એ નંગને માટે અલંકાર છે. વિટી નંગને શૈભવનારી છે. એમાં ના નહિ, પણ નંગમાં જે પ્રકાશ ન હોય તે ક્યાંથી શેભે ? નંગ જે પાણી વગરનું હોય તે એને ગમે તેવી સેનાની કે પ્લેટીનમની વીંટીમાં મૂકે તે પણ તેની શોભા દેખાતી નથી. કારણ કે નંગમાં તેજ નથી. આટલા માટે મહાન પુરૂષે કહે છે કે બહારની બધી વસ્તુઓ હોય પણ તમારું અંતરનું તેજ નહિ હોય તે એની કંઈ શોભા નથી. અંદરના તેજને તમે જાણતા નથી, જોયું નથી એટલે બહારના શાનદાર ભપકામાં મેહી ગયા છે. જ્ઞાની કહે છે તારી જે બહારની પૂર્ણતા છે, બહાર જે દેખાય છે મોટરગાડી -પ્રતિષ્ઠા- પિસે-જમીનજાગીર આ બધું તને પૂર્ણ બનાવતું હોય તેમ તમને લાગે છે ને એનાથી તમે માને છે કે અમે પૂર્ણ બની ગયા. પણ તમારી એ પૂર્ણતા પૂર્ણતા નથી પણ અપૂર્ણતા છે. કારણ કે કાં તમારે એને છોડવી પડશે અગર એ તમને છોડીને ચાલી જશે. બેમાંથી એક તો અવશ્ય બનશે, તે તમારે જેને છોડવી પડે અગર જે તમને છેડે તે સાચી પૂર્ણતા કહેવાય ખરી? પૂર્ણતા તે એને કહેવાય કે જે તમને છેડે નહિ ને તમે એને છોડે નહિ. બહારની પૂર્ણતા માંગી લાવેલા દાગીના જેવી છે. આત્મામાં જે પૂર્ણતા પ્રગટે છે તે અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત શાંતિમય ને અનંત સુખમય હોય છે. બહારને કોઈ પણ પદાર્થ એ પૂર્ણતાને લૂંટી શકતો નથી. તમારા અંતરમાંથી પૂર્ણતા પ્રગટેલી હશે તો કોઈ માણસ તમારી સામે આવીને તમારી ગમે તેટલી પ્રશંસા કરશે તે જરા પણ ગર્વ નહિ આવે, ને કેઈ નિંદા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy