SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા શકાશે પણ મોહરૂપી સપના ઝેર ઉતારવા મુશ્કેલ છે. અહીં જમાલિકુમારની માતા કહે છે કે અટ્ટી વેરાન્ત દિઠ્ઠા હે પુત્ર! તારે સંયમમાર્ગમાં સર્ષની જેમ એકાંત દષ્ટિથી ચાલવું પડશે. જેમ સર્પ કાંટા-કાંકરાથી સાવધાન રહે છે તેમ સંયમમાર્ગમાં સાવધાન ન રહે તો અનેક પ્રકારના અતિચાર-દે લાગવાને સંભવ રહે છે. સાધુ ઈર્યાસમિતિપૂર્વક આડુ અવળું જોયા વિના એકાંત દષ્ટિથી ચાલે છે. પોતાનાથી માર્ગમાં કે સ્થાનકમાં જતા આવતા કે હાલતા-ચાલતા કીડી-મંકડા આદિ જીવજંતુઓ તથા સચેત બીજ, લીલેરી-સચેત માટી-લીલ પુગ-સચેત પણ આ રીતે એ કેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના જીની કિલામના ન થાય, પગ નીચે કચરાઈ ન જાય, એને દુઃખ ન થાય, ત્રાસ ન થાય તેને માટે ખૂબ સાવધાન રહે. જ્ઞાન-દર્શન-ચારિત્રનું પાલન કરવા માટે ઇસમિતિ છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચન માતાના અંકમાં આટનાર સાધુ સમજે છે કે જેવો મારે આત્મા છે તે દરેક અને આત્મા છે. માટે મારાથી કઈ પણ જીવની વિરાધના ન થાય. જેમ મને કઈ કચરી નાંખે ને દુઃખ થાય છે તેવું એ જીને પણ દુઃખ થાય છે. મારા મનથી કેઈનું ખરાબ ઈચ્છવું નહિ. વચનથી પણ કોઈનું મન દુભવવું નહિ અને મારી કયાથી કેઈને પણ દુઃખ, ત્રાસ કે કિલામના ઉપજાવવી નહિ. એમ મન-વચન-કાયાથી ત્રણ ભાગે પૃથ્વી-અપ-તેઉ–વ ઉ-વનસ્પતિ એ પાંચ સ્થાવર અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિ ચોરેન્દ્રિ ને પચેન્દ્રિય એ ચાર ત્રસ એમ નવ પ્રકારના અને નવ કેટીએ હણવા નહિ, હણાવવા નહિ, ને હણનારને અનુમોદના આપવી નહિ. એવી રીતે ૮૧ ભાંગા થયા. એકાશી ભાંગે પ્રતિજ્ઞા લેનાર સાધુ ઈસમિતિપૂર્વક ચાલે. રસ્તામાં ચાલતાં કેઈની સાથે વાત ન કરે. રાત્રે પૂજયા વિના પગલું ન ભરે. માટે ખાતા-પીતા–વતાં-ચાલતાં–બેસતાં અને સૂતા ભગવાને ખૂબ ઉપયોગ શખવાનું કહ્યું છે. ઉપયોગ છે ત્યાં ધર્મ છે. ઉપયોગ વિનાની ક્રિયા કરવાથી કર્મબંધન થાય છે. માટે અહીં સર્ષની જેમ સાધુને એકાંત દષ્ટિથી ચાલવાનું કહ્યું છે. આગળ શું કહે છે“તુરો રૂવ પ્રાંત ઘારી g :” અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જવું છે. “નવા ઢોહમયી વ વાયવી સુદુર ” સંયમ એ મીણના દાંતે લેખંડના ચણ ચાવવા જેમ અત્યંત દુષ્કર છે તેમ સંયમનું પાલન કરવું પણ અત્યંત દુષ્કર છે. જે મનુષ્ય મીણના દાંતથી લોઢાના ચણા ચાવી શકે છે તે મનુષ્ય આવું દુષ્કર ચારિત્ર પાળી શકે છે. પણ હે દીકરા ! તું તે સુકોમળ છે. તે કદી તડકા-છાયા જોયા નથી, કદી તે ભૂખ વેઠી નથી, ખુલ્લા પગે ચા નથી તે તારે માટે ભરયુવાનીમાં સંયમનું પાલન કરવું મહા કઠીન છે. સાચા સંયમીને કઈ ગમે તે રીતે કહે કે સંયમ આવે દુષ્કર છે તો તે જરા પણ ડગે નહિ. જેમ સો ટચના સેનાને કઈ ગમે તેટલું તપાવે, હીરાને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy