SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા પડિલેહણ કરતા હતાં. ગુરૂએ સુધનને પૂછયું કેમ સુધન અત્યારે તમારે આવવાનું બન્યું? ને તમારા હાથમાં આ ગ્રંથ શેને છે? ત્યારે સુધને કહ્યું. ગુરૂદેવ! ઉપદેશમાળાને આ લેક છે તેને અર્થ મને બરાબર બેસતો નથી તે આપની પાસે બેસાડવા આ છું. એમ કહી રત્નાકરસૂરિના હાથમાં લેક આપ્યો. લેક જોતાં આચાર્ય બોલી ઉઠ્યા આ શ્લેક તે તદન સહેલો છે. दोससय मल जालं पुव्व रिमि विवज्जिचं जइवंनं । ___ अत्थं वहसि अणत्थं कीस अगत्यं तवं चरसि ॥ સુધન ! તારા જેવા શ્રાવકને આવા સરળ શ્લોકનો અર્થ ન બેઠો એ તે આશ્ચર્ય કહેવાય. આ લેક પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને છે. આને અર્થે આ પ્રમાણે છે. ધન એ એક બે નહિ પણ સેંકડે દેનું મૂળ અને સેંકડે દેને ખેંચી લાવનારી જાળ છે અને તેથી પૂર્વના ઋષિમુનિઓએ તેનો ત્યાગ કર્યો છે. એ અનર્થકારી ધનને હે મુનિ! જે તું પાસે રાખતું હોય તે પછી ફેગટ શા માટે તપ કરે છે? બસ, આ લેકનો આ સાદે ને સીધે અર્થ છે. બોલ તને અર્થ બેઠે? ત્યારે સુધન કહે છે ગુરૂદેવ! આપે અર્થ કર્યો તે બરાબર હશે પણ મારા મગજમાં બેસતો નથી. ત્યારે રત્નાકરસૂરિએ કહ્યું તે કાલે બરાબર જોઈને કહીશ. હજારો ભકતના કઠીનમાં કઠીન પ્રશ્નોનું સેકડમાં સમાધાન કરનાર ગુરૂ પિતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તે થઈ રહ્યું ને? સુધનને સમજાવવામાં છ મહિના વીત્યા પણ તે ના સમયે, તે પણ ગુરૂને કેધ આવતું નથી. છેવટે એમની ઉંઘ ઉડી ગઈ હતી ને ભૂખ લાગી ગઈ હતી. રાત્રે ઝબકીને જાગી જતાં. છ છ મહિનાથી સુધનને એક સામાન્ય લેકને અર્થ બેસાડી શકતા નથી એમને પોતાની વિદ્વતા ઉપર તિરસ્કાર છૂટ. ધિક્કાર છે મારી વિદ્વતાને! એક સામાન્ય પ્રશ્નનું સમાધાન ન કરી શકે એવી વિદ્વતા શા કામની? આખું નગર નિદ્રાધીન બની ગયું હતું. શિષ્ય પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા હતા. એ રાયખંડવડલીના ધર્મસ્થાનકમાં એક રત્નાકર વિજયસુરિ જાગતા હતા. આજે નિદ્રા આવતી નથી. ઘણીવાર તેઓ જાગીને લેકના અર્થને ચિંતનમાં બેસી જતા. આજે સાતમા મહિનાની મધરાત હતી. આંખમાં આંસુ આવી ગયા કે આમ કેમ? વારંવાર એમના મગજમાં એક પ્રશ્ન ઉઠો કે હજુ હું કેમ સમજાવી શકતા નથી? તેમ વિચાર કરે છે ત્યાં પેલી પિટલી યાદ આવી અને તરત તેમને સમજાયું કે અહાહા હું શું કરી રહ્યો છું? સવાર પડતાં સુધન આવ્યું તે સમયે ૨નાકરસૂરિએ પેલી પોટલી છોડી. એક પછી એક રત્નો પથ્થર લઈને વાટીને ચૂરેચૂરે કરી ફેંકી દીધા. આ જોઈ સુધી તે સમજી ગયે કે પોતાની ભાવના પૂર્ણ થઈ,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy