SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૫૭ સ્વભાવ એ આત્મા માટે અમૃત છે ને વિભાવ આત્મા માટે વિષ છે. અનેક પ્રકારના ભયંકર રેગથી ઘેરાએલા કેઈ દદીને ધવંતરી જેવા સારામાં સારા વૈદનો અથવા સર્જન ડોકટરનો વેગ મળે અને વૈદ અથવા ડૉકટરે દદીન દઈની ચિકિત્સા કરીને સુંદરમાં સુંદર ઔષધ આપ્યું. દર્દીએ ઔષધને ઉપયોગ પણ કર્યો. પરંતુ ઔષધ શરીરની ધાતુઓમાં પરિણમે તે પહેલાં વમન કર્યું અથવા ઔષધ ગળેથી નીચે ન ઉતાર્યું. તે ગમે તે સાર વૈદ અને સારી દવા હોય તે પણ શું લાભ થાય? દવા કઠામાં જાય, શરીરમાં તેનું પરિણમન થાય તે ધીમે ધીમે રગને ઘટાડે અવશ્ય થાય. તે રીતે પુણ્યદયે જૈન શાસન તો મળી ગયું. દેવે અને ઇન્દ્રો પણ આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યભવ અને જેન કુળમાં જન્મવાની અભિલાષા રાખે છે તેવા જેન કુળમાં તમારો જન્મ થયે. સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓમાં પણ જોડાયા. પણ શુદ્ધ ભાવથી અંતરમાં જૈનશાસનનું પરિણમન ન થાય, રાગ-દ્વેષ ઘટે નહિ ત્યાં સુધી સમ્યગદર્શન વિગેરે સ્વભાવદશા પ્રગટે નહિ અને જ્યાં સુધી એ સ્વભાવદશા પ્રગટે નહિ ત્યાં સુધી આત્માને શુદ્ધ આનંદને અનુભવ થાય નહિ. વર્તમાનમાં ધર્મના બધા સાધને મળ્યા હોવા છતાં જીવ વિભાવદશાથી ઘેરાયેલો રહે છે. વિભાવદશાની પ્રબળતાને કારણે આપણે સંસારમાં ભમી રહ્યા છીએ. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ આત્માની સ્વભાવદશા છે. ને એ આત્માના ભાવ પ્રાણ છે. ક્ષમા, સંતોષ, સરળતા, નમ્રતા એ સ્વભાવદશા છે, જ્યારે મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતી એ બધી વિભાવદશા છે. કામ-કેધ-માન-માયા-લોભ અને સંસારની લાલસાએ એ બધા વિભાવના પરિણામે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે સ્વભાવ પરિણામ એ આત્મા માટે અમૃત છે અને વિભાવ પરિણામ એ આત્મા માટે ભયંકર કાતીલ વિષનું કામ કરનાર છે. સ્વભાવ અને વિભાવની ટૂંકી વ્યાખ્યા જાણ્યા પછી આત્માને પૂછે કે તારામાં સ્વભાવનું જોર છે કે વિભાવનું જોર છે? વિષ ભક્ષણનું પરિણામ શું આવે? તેનો જરા વિચાર કરે. સ્વભાવ એટલે શું અને વિભાવ એટલે શું ? તેને પણ અહીં બેઠેલામાંથી ઘણાને ખ્યાલ નહિ હોય. કેઈકને ખ્યાલ હશે. જ્યાં સુધી રોગનો રંગ તરીકે ખ્યાલ ન આવે ત્યાં સુધી રેગનું નિવારણ કરવાની કલ્પના પણ કયાંથી આવે? વિષને વિષ તરીકે ઓળખવામાં ન આવે ત્યાં સુધી એ વિષના સેવનથી દૂર રહેવાની કયાંથી ખબર પડે? શરીરને અનર્થ શાથી થાય ? વ્યાપારમાં નુકસાન કેમ થાય છે? તેનું શું કારણ છે તેને તમને બરાબર ખ્યાલ છે, તમારી બાહ્ય મિક્તમાં જરા ઘટાડો ન થાય પણ દિન-પ્રતિદિન તેમાં કેમ વધારે થાય તે માટે તમારી સંપૂર્ણ તકેદારી છે. પરંતુ આત્માની અનંત શકિત અને સંપત્તિઓને લૂંટનાર કોણ છે? તેને જરા પણ વિચાર આવતો નથી. વિષયપાન કરવાથી કઈ બેભાન બની જાય તેમ જીવ પણ વિભાવરૂપી વિષપાનથી બેભાન બની ગયા છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy