SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ વ્યાખ્યાન ન. ૪ ભાદરવા વદ ૧૩ ને સેામવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેન! શારદા સરિતા તા. ૨૪-૯-૭૩ ભગવાન મહાવીર વિષયા રૂપી વિષ ઉતારનાર ગારૂડી છે” અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવત કહે છે કે હું આત્મા ! જડ પુદ્ગલેાના માહમાં પડી અનતકાળથી રખડી રહ્યો છે. તારા અંતરમાં ચેતનને રણકાર થયા નથી. જ્યારે વીતરાગ વાણી સાંભળી તારા અંતરમાં રણકાર થશે કે હું કોણ છું? મારામાં કેટલી તાકાતછે? તે સંસારના બધના તેાડી આત્મસાધના સાધી શકશેા. જેમ ખેડુત ખેડેલી જમીનમાં ખીજ વાવે છે તે ખીજ જમીનમાં ઢંકાયેલ ડાય છે. પછી તેના ઉપર વરસાદ પડે છે, ત્યારે ખીજ વિચાર કરે છે કે મારે જમીનમાં દટાયેલું રહેવુ નથી તે તેના ઉપર વરસાદ પડતાં અંકુર ફૂટીને બહાર નીકળે છે. ઘઉં-આાજરી-મગ-મડ વિગેરે એકેન્દ્રિયના જીવા પણ અંકુર ફૂટી માટીનું પડ તાડી બહાર નીકળે છે. એને ધૂળમાં ઢંકાયેલું રહેવું ગમતુ નથી. તે રીતે મહાન પુરૂષા જણાવે છે કે આ ચૈતન્યમાં પણ જ્યાં સુધી જડમાંથી અડાર નીકળવાની ઝંખના ન જાગે ત્યાં સુધી બહારના ગમે તેટલા પ્રયત્ન હેાય તે પણ જડમાંથી બહાર આવી શકતે નથી. એ ગમે તેવી ક્રિયાઓ કરે કે લેાકેામાં પાતે ધર્મિષ્ઠ હાવાની છાપ પાડે કે એવા આભાસ ઉત્પન્ન કરે પરંતુ જે રીતે થવા જોઈએ તે રીતે આત્મા મુકત થઈ શકતા નથી. કારણ કે જડમાંથી મુકત થવાના જે અભિલાષ જાગવા જોઇએ તે હજુ જાગ્યા નથી. દિલમાં એવા ભાવ થવા જોઇએ કે હુ ચૈતન્ય છું. મને બાંધનાર કોણ? તે છતાં હું બંધાયેલા છું. અજ્ઞાન દશાથી ઉત્પન્ન થયેલુ બંધન મારે માટે ખરાખમાં ખરાબ વસ્તુ છે. એટલે મારે મારા આત્માને વહેલામાં વહેલી તકે મુકત કરવા જોઇએ એવી તીવ્ર અભિલાષા આત્મામાં જાગે નહિ ત્યાં સુધી બધી ક્રિયા કરવા છતાં પણ આત્માને મુકત બનાવવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકતી નથી. જે ક્રિયા દ્વારા આત્માને જડમાંથી મુકત બનાવાય છે તે ક્રિયા શ્રેષ્ઠ છે. આ રીતે સમજીને જે ક્રિયા કરે છે તેના જીવનમાં પરિવર્તન આવતુ જાય છે ને તેના જીવનમાંથી રાગદ્વેષ તા પાતળા પડે છે. કાઇ પણ વસ્તુ જેમ જેમ ઘસાતી જાય તેમ તેમ પાતળી પડતી જાય છે. તે રીતે આટલી ધર્મકિયાએ કરવા છતાં હજુ મારા શગ-દ્વેષ પાતળા પડયા છે કે નહિ તે જોવાનું છે. આટલા સાધુ સતા પાસે જવા છતાં અને આટલા ઉપદેશ શ્રવણ કરવા છતાં આપણા રાગદ્વેષ જો પાતળા ન થાય તેા મનમાં અવશ્ય વિચાર થવા જોઇએ કે હજુ મારી દશા કેવી બેહાલ છે! કયાં મારા આત્મા અનંત સુખને સ્વામી અને ક્યાં હું જડની ભીખ માંગી રહ્યા છું. આવે વિચાર જીવને થશે તેા ઉત્કર્ષની સાથે સાધના કરી શકશે એવી ભાવના નહિ હોય તે ન તે આપણા આત્માના ઉત્કષ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy