SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૩૫ સંપ્રતિ રાજાની માતા કહે છે હે દીકરા ! તારા વિજયમાં મને તલમાત્ર આનંદ નથી. ત્યારે સંપ્રતિ પૂછે છે માતા! એનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું? ત્યારે કહે છે હે દીકરા ! જે તારે સાચે વિજય મેળવવો હોય તે જ્યાં સુધી તારી આણ વર્તતી હોય ત્યાં સુધીમાં એક પણ જીવની હિંસા ન થવી જોઈએ. ખૂણેખૂણે તું અહિંસાને ધ્વજ ફરકાવ અને આજથી પ્રતિજ્ઞા કરી કે ફરીને આવું હિંસાકારી યુદ્ધ હું નહિ કરું. સંપ્રતિ રાજાએ માતાની આજ્ઞા શિરોમાન્ય કરીને તરત પિતાની જ્યાં જ્યાં આણુ વતે છે તે દરેક જગ્યાએ અમારી પડહ વગડાવ્યું કે કેઈએ મારા રાજ્યમાં હિંસા કરવી નહિ, જે હિંસા કરશે તેને સજા કરવામાં આવશે. આ રીતે સંપ્રતિ રાજાએ અહિંસાને વિજ ફરકા, ને તેની માતાને આનંદ થયે. જમાલિકુમાર એના માતા-પિતાને કહે છે માતા-પિતા ! આ લક્ષમી અને વૈભવ શાશ્વત નથી. વળી એ લક્ષ્મી જ્યાં છે ત્યાં રાગ-દ્વેષ–મેહ-ઈષ્ય અને ઝેર છે અને આ લક્ષ્મીને કણ સાથે લઈ ગયું છે કે જેનો મોહ રાખું ? ચક્રવર્તિઓ અને સમ્રાટે એ પણ એને અસાર સમજીને છેડી છે તે મારે એનો મેહ શા માટે રાખો જોઈએ? એ બધું માટીમાંથી બન્યું છે કે એક દિવસ માટીમાં મળી જનાર છે. જેમ અળશીયું માટીમાંથી ઉત્પન્ન થાય છે, માટીને ખાય છે ને માટીમાં મરે છે તેમ આજને માનવ ભેગમાં જન્મે છે. ભાગમાં આસક્ત બને છે ને ભેગ ભેગવત કરે છે. એવા અળશીયા જેવા જીવનની કંઈ કિંમત નથી. જમાલિકુમાર શું કહે છેઃ વૈભવ જડ છે, આશાશ્વત છે. તે અગ્નિથી બળે છે, પાણીમાં તણાઈ જાય છે, સરકારનો ભય છે, ભાગીદારો તેમાં ભાગ પડાવે છે ને ચાર ડાકુઓ લૂંટી લે છે. પણ હું તમને પૂછું છું કે તમને આ સુખે જમાલિકુમારની જેમ ઉપાધિરૂપ લાગે છે કે નહિ? છોડવા જેવા લાગે છે કે નહિ? એ સુખ અને વૈભવ તમને ગમે તેટલા વહાલા હેય પણ અંતે તે એક દિવસ છોડવાના છે એટલું તે જાણે છે ને ? જે સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે તેની મમતા છોડી દે. જમાલિકુમારે માતા-પિતાના પ્રશ્નનો ઉત્તર બરાબર સમજણપૂર્વક આપી દીધું. હવે માતા-પિતા શું કહેશે તે વાત અવસરે કહેવાશે. ચરિત્ર - ધનદેવની સાથે ધનશ્રી જવા તૈયાર થતાં ધનદેવે ના પાડી તેથી મેટા અવાજે રડવા લાગી. અવાજ સાંભળીને સાસુ આવ્યા ને વહુની વાત જાણ્યા પછી ધનદેવને કહ્યું. બેટા! વહુને તો તારા પ્રત્યે એટલે બધે પ્રેમ છે કે તારા વિના એ ક્ષણવાર જીવી શકે તેમ નથી માટે સાથે લઈ જા. ધનશ્રી કેવી માયાવી છે! દેખીતે વિષને ઘડો હોય તે સૌ સમજે કે આ વિષને ઘડે છે. પણ ઉપરથી મધનું ઢાંકણું ઢાંક્યું છે. સરળ સ્વભાવી ધનદેવ તેની કપટબાજી સમજી શકો નહિ અને માતાની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy