SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શરદા સરિતા કયારે પણ સિદ્ધાંત વિરૂદ્ધ શ્રી જિનેશ્વર ભગવંતના વચનવિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતે નથી ને કઈ સિદ્ધાંત વિરૂદ્ધ બોલનારને સંગ કરે નહિ. તેનાથી સદા દૂર રહે. સમ્યકત્વ એ તેજવી રત્ન છે. એ આપણી બેદરકારીના કારણે અથવા તે મિથ્યાદષ્ટિની સંગતના કારણે મિથ્યાદષ્ટિના પરિચયમાં લૂંટાઈ ન જાય, એવાઈ ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. સમકિતના પાંચ અતિચાર બતાવ્યા છે. શંકાઃ જૈન ધર્મમાં શંકા કરવી, કંખાઃ અન્ય મતની આકાંક્ષા કરવી, વિતિગિચ્છાઃ કરણના ફળમાં સદેહ રાખો પર પસંડ પરશંશાઃ પાખંડીની પ્રશંસા કરવી અને પરપાસડ સંથઃ મિથ્યાત્વને પરિચય કરે. જેન ધર્મની શંકા થાય તો અન્ય મતની આકાંક્ષા જાગે. મિથ્યાત્વીને પરિચય થતાં તેની પ્રશંસા કરવાનું મન થાય એની પ્રશંસા કરવામાં પણ મિથ્યાત્વની પુષ્ટિ થાય છે ને સમકિત મલીન બને છે. જેમ પેટમાં સારું અને છેટું, કાચું ને પાકું ગમે તેવું ભેજન નાંખવાથી પેટ બગડે છે તેમ જેને તેને પરિચય કરવાથી ને જેનું તેનું સાંભળવાથી આત્મા પણ બગડે છે, પેટ બગડશે તે દવા લેવાથી સારું થઈ જશે પણ સમ્યકત્વ મલીન થવાથી આત્મા બગડશે તો તેને શુદ્ધ થતાં મહેનત પડે છે. સમક્તિને ટકાવવા માટે સતત સંતસમાગમમાં આવવું જોઈએ. જિનવાણીનું અહર્નિશ પાન કરવું જોઈએ ને સારા પુસ્તકનું મનનપૂર્વક વાંચન કરવું જોઈએ. જમાલિકુમારનો આત્મા કે મહાન પવિત્ર બની ગયો છે. એની માતા પ્રલોભનો આપે છે પણ એ તે જડબાતોડ જવાબ આપીને માતાને મૌન કરી દે છે. માતાએ કહ્યું તું આ તારી સુંદર સ્ત્રીઓ સાથે ભેગ ભેગવ ત્યારે કહ્યું હે માતા! એ તે હાડકાને માળે અને અશુચીનું ઘર છે, એમાં શું મેહ પામવા જેવું છે? ફરીને માતાએ કહ્યું કે તારા દાદાના દાદાની ઉપાર્જન કરેલી લમી આપણા ઘરમાં છે તે એ વિપુલ સંપત્તિને ભેગવટે કર. હવે એને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –અગ્નિ શર્મા અને ગુણસેનને પૂર્વથી ત્રણત્રણ ભવથી વૈર ચાયું આવે છે આ ચોથા ભાવમાં પતિ-પત્ની તરીકે ઉત્પન્ન થયા છે. પતિનું નામ ધનદેવ અને પત્નીનું નામ ધનશ્રી છે. બંને એક રાશી છે છતાં તેમના સ્વભાવમાં આસમાન જમીન જેટલું અંતર હતું. પરણીને આવી ત્યારથી ધનશ્રી ધનદેવ પ્રત્યે દ્વેષભાવ રાખતી હતી. કેઈ દિવસ એની સાથે પ્રેમથી હસીને એ બેલતી નહિ. ધનદેવ એને પ્રેમથી બેલાવતો કે હે ધનશ્રી! તું શા માટે આટલી બધી દુખી રહે છે પણ એ એને સ્વભાવ છેડતી નથી. ધનદેવને જેવે ને એના મનમાં એમ થાય કે કયારે એનું કાટલું કાઠું? એને મારી નાંખુ? પૂર્વના વૈર કેવા કામ કરે છે. આ માટે જ્ઞાનીઓ કહે છે કે કર્મબંધ કરતી વખતે ખૂબ સાવધાન રહો. આટલું દુખ આપવા છતાં ધનદેવ એમ નથી કહેતે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy