SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૧૭] મારે આત્મા એક શાશ્વત છે. જ્ઞાન-દર્શન. ચારિત્રના લક્ષણવાળે છે. એ સિવાય બાકીના બધા ભાવે બહિર્શાવે છે, અને તે સર્વે સાંગિક લક્ષણવાળા છે. શરીર એ પણ બહિર્ભાવ છે. ત્યાં ધન-વૈભવ, સત્તા અને સ્ત્રીઓની તે વાત કયાં કરવી?. અંતરમાં આવું સંવેદન થતું હોય તે સમજવું કે જીવનમાં એકલો અમૃતરસ ઘૂંટાય છે તે અમૃતરસ લૂંટનાર એક દિવસ મૃત્યુને જીતી મોક્ષમાં જાય છે. આવી વાત ઉચ્ચ કક્ષાના આત્માઓ સમજી શકે છે. આ વાત ખૂબ ગહન છે. મેહમાં ઘેરાયેલા જીવોને સમજવી મુશ્કેલ છે. આત્મિકભાવપૂર્વકની ક્રિયા કરવાથી કર્મની નિર્જરા થાય છે. હવે વધુ ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર જાલિની અને શિખીકુમાર મુનિ બંને પિોતપોતાનું પાત્ર ભજવી પિતપિતાના કર્માનુસાર એક દેવલોકમાં અને એક નરકમાં ઉત્પન્ન થયા. બંનેમાં એક આત્મા પવિત્ર છે ને બીજો નિષ્ફર છે. એક દ્રષી છે ને બીજો પ્રેમી છે. ત્રણ ત્રણ ભવ તેમના વેરાનુબંધમાં પૂરા થયા. હવે ચોથા ભવમાં કયાં ઉત્પન્ન થાય છે તે જોઈએ. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુશર્મ નામનું નગર આવેલું છે. તે નગરમાં શત્રઓ રૂપ હસ્તિઓનું મથન કરવામાં સિંહ સમાન સુધન્વા નામના રાજા હતા. તેમનું રાજ્ય ખૂબ સમૃદ્ધ અને સુખી હતું. ત્યાં કેઈને ખાવા પીવાનું અને પહેરવા ઓઢવાનું દુઃખ ન હતું. એ સુધન્વા રાજાના રાજ્યમાં વૈશ્રમણ નામના એક ધનવાન શેઠ હતા ને તેમનું રાજમાં ખૂબ માન હતું. શેઠ ખૂબ દયાળુ અને ગરીબોને સહાય કરનારા હતા. તેમને શ્રીદેવી નામની શીયળવંતી સ્ત્રી હતી. વૈભવ અને સુખ ઘણું હતાં. પણ પરણ્યાને ઘણા સમય થઈ ગયો હોવા છતાં તેમને કંઈ સંતાન ન હતું એટલે સદા ચિંતાતુર રહેતા છેવટે દાનશાળા શરૂ કરી અને અનેક પ્રકારની ધર્મકરણ કરવા લાગ્યા. હવે શું બને છે તે સાંભળો. ધનકુમારને જન્મઃશીખી સ્વર્ગલોકસે ચવકર, યહાં લિયા અવતાર, દિયા નામ કુલચંદ્ર નંદકા, શ્રી ઘનદેવ” કુમાર હે...શ્રોતા શિખીકુમાર મુનિ સમાધિમરણે મરીને પાંચમે દેવલોકે ગયા હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ચ્યવને શ્રીદેવીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયે છે. તે રાત્રે પરેઢીએ તેણે એક સુંદર હાથીને મુખમાંથી પેટમાં પ્રવેશ કરતો જો. હાથી ખૂબ સુંદર અને ઉત્તમ હતા. આવું સ્વપ્ન દેખીને શ્રીદેવી સુખપૂર્વક જાગૃત થઈને પોતાના પતિ વૈશ્રમણ શેઠની પાસે જઈને સ્વપ્નની વાત કહી. આ સાંભળી શેઠને પણ ખૂબ આનંદ થયે ને કહ્યું હે સતી! તને સમગ્ર સ્વજનને નાયક થનાર પવિત્ર પુત્ર થશે એટલે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy