SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શારદા સરિતા ઉંઘતા જેને જાગૃત કરવા આવે છે. ઉનાળામાં ગરમી ઓછી પડશે કે શિયાળામાં ઠંડી ઓછી પડશે તે મોટી હાનિ નહિ થાય, પણ ચોમાસામાં વરસાદ નહિ પડે તે તમને મોટું નુકશાન થશે. ગયા વર્ષે વરસાદ ઓછો પડયે તેના પડઘા કેવા પડ્યા? કહેવાનો આશય એ છે કે જેમ ગરમી ઠંડી ઓછા વધતા પ્રમાણમાં હશે તે ભયંકર નુકશાન થવાનું નથી, પણ વરસાદ ઓછો પડે તે મેટું નુકશાન થાય છે. તેમ ભગવાન કહે છે હે ભવ્ય જીવો ! વૈભવિક સંપત્તિ અને મોજશેખનાં સાધનો તમારી પાસે ઓછા હશે તે નુકશાન નહિ, પણ જીવનમાં ધર્મ નહિ હોય તે દુષ્કાળ કરતાં ભયંકર - દશા થશે, ધર્મ વિનાનું જીવન શુષ્ક છે. માટે માનવજીવનમાં ધર્મ અવશ્ય હવે જોઈએ. જે સંઘમાં સંત-સતીજીએ ચાતુર્માસ પધારે છે તે સંઘને ખૂબ આનંદ થાય છે. શ્રાવકને ચાતુર્માસને આનંદ હોય ને તેને વિહારમાં આનંદ આવે. જેમ નદી વહેતી હોય છે ત્યારે જે જે ક્ષેત્રમાંથી તે વહે છે તે તે ક્ષેત્રનું વાતાવરણ લીલુંછમ બનાવે છે. ભૂમિને ફળદ્રુપ બનાવે છે. તેમ સંતરૂપી સરિતા જે જે ક્ષેત્રોમાં જાય છે ત્યાં ત્યાં શુષ્ક બની ગયેલા મનુષ્યના જીવનમાં ધમાંરાધના કરવાની પ્રેરણું આપે છે. ધર્મકરણીથી ક્ષેત્રને હરિયાળું બનાવી દે છે. ચાતુર્માસના ચાર મહિના તમે બરાબર ધર્મકરણી કરજો. જન્મ–જરાને મરણના ફેરો ટાળવા માટે ધર્મ સિવાય બીજુ કઈ સાધન નથી. ધર્મારાધના ન થાય તે મનમાં શેચ થવો જોઈએ. તમે પંચપરમેષ્ટી નવકારમંત્રનો જાપ કરે છે એમાં ક્યાંય તમારો નંબર આવ્યો ? “ના”. તે પંચપરમેષ્ટીમાં તમારો નંબર નથી આવ્યું તેને અફસોસ થે જોઈએ. તમારા ખોળામાં આળોટેલાં દીકરા ને દીકરી સાધુ બને તે તેને નંબર પરમેષ્ટીમાં આવી જાય ને તમારો ન આવે તે કેટલા દુઃખની વાત છે! સર્વવિરતીમાં ન આવે ત્યાં સુધી પંચપરમેષ્ટીમાં નંબર નહિ આવે. આને ખટકારો થશે તે તમારો સંસારથી છૂટકારો થશે. ત્યાગીને જોઈને મનમાં દરરોજ ભાવના થવી જોઈએ કે ધન્ય છે આપને! હું કયારે સંસાર છોડી સંયમી બનીશ? જે સમયે થાવર્ચા પુત્ર દીક્ષા લેવા નીકળ્યા અને ગામમાં તેના મિત્રોને, શ્રેષ્ઠી શ્રીમંતને ખબર પડી કે થાવચકુમાર દિક્ષા લે છે તે આપણે પણ શા માટે ન છેડી શકીએ? એ વેગ ઉપડે કે થાવર્ચની સાથે એક હજાર પુરૂષાએ દિક્ષા લીધી. એકવાર આત્મા જાગવો જોઈએ. વરસાદ પડે તે ધરતી લીલીછમ થઈ ગઈ તેમ તમારા ઉપર વીતરાગ વાણીને કેટલો વરસાદ વરસ્ય? કેટલા સંત – સતીજીઓના ચાતુર્માસ થયા પણ જીવનમાં પરિવર્તન કેટલું થયું?' આપણે એક્ષપ્રાપ્તિના ચાર ઉપાયની વાત ચાલે છે. તેમાં પ્રથમ ઉપાય છે. વિષય પ્રત્યેને વિરાગ. બીજે છે કષાને ત્યાગ. વિષય વિષ જેવા અને કષાયે કાળી 'નાગ જેવા ભયંકર છે. વિચાર કરો કે અગ્યારમે ગુણઠાણે પહોંચી ગયેલાને પણ કષાય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy