SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ શારદા સરિતા ખાહુબલી પેાતાનું આત્મવિશ્લેષણ કરતાં ઉંડા ઉતરી ગયા. ત્યાં બ્રાહ્મી સુંદરીની મધુર સ્વરલહરીઓમાંથી નીકળતા ઉપદેશ તેમના ચિંતનની દિશા સ્પષ્ટ કરતા જઈ રહ્યા હતા. આહૂબલીનું મન હવે સરળ ખની ગયું. અહું ગળી ગયા. તેમણે પ્રભુના ચરણામાં સર્વાત્મન સમર્પિત કરવા માટે કમ ઉઠાવ્યા. વૈરાગ્યે મન વાળીયુ, મૂકયા નિજ અભિમાન, પગ ઉપાડચા રે વાંદવા, ઉપન્યુ કેવળજ્ઞાન રે.... વીરા મારા... કહે છે કે બાહુબલીએ જેવા પાતાના કદમ ઉઠાવ્યા કે મનના સમસ્ત વિકલ્પ નષ્ટ થઈ ગયા. અનંત દ્વિવ્યયાતિ અંતરમાં ઝગમગી ઉંડી. આકાશમાંથી હજાર દેવતાઓએ પુષ્પવર્ષાની સાથે ખાહુબલીનેા કેવળજ્ઞાન મહાત્સવ મનાવ્યેા. મહાસતી બ્રાહ્મી અને સુદરીએ માહુબલીને ભકિતપૂર્વક નમસ્કાર કર્યો. બ્રાહ્મી સુંદરી યુગની પહેલી બહેના હતી કે જેમણે ભરત-માહુબલી જેવા ભાઈઓના મનની ગાંઠાને ખાલી તેમના અંતરના અંધકાર મટાડીને પ્રકાશ પ્રગટાવ્યા. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે. ભગવાન કહે છે જયાં ભ્રાન્તિ છે ત્યાં શાંતિ નથી. જ્યાં *પટ ત્યાં ઝપટ છે. માટે મેાહ, માયા, મમતા, અહંકાર, ક્રોધ, માન આદિ ક્યાયાને જીવનમાંથી તિલાંજલિ આપશે। તા કલ્યાણ થવાનુ છે. સરળતા અને નમ્રતાના ગુણથી બૈરીને પણ વશ કરી શકાય છે. ભીષ્મપિતામહના અંતિમ સમય નજીક આવ્યેા તે સમયે યુધિષ્ઠિર આદિ પાંડવા બધા ભેગા થઈને ભીષ્મપિતામહ પાસે આવ્યા ને હાથ જોડી ખેલ્યા દાદા ! અત્યાર સુધી આપ અમારું બધું સંભાળી લેતા હતા. અમે અકળાઇએ, મૂંઝાઇએ તા આપની સલાહ લેવા આવતા હતા. આપ તે આ ફાની દુનિયાને ત્યાગ કરી વિદાય થઈ રહ્યા છે. હવે અમે કાની પાસે જઇશુ? આપ જતાં જતાં પણ અમને માદન આપતા જાવ કે જ્યારે અમારા ઉપર દુશ્મન ચઢી આવે ત્યારે અમારે શું કરવું? ત્યારે ભીષ્મપિતાએ મેહુ પહેાળું કર્યું. કહે છે જુઓ, મારા મેઢામાં શું દેખાય છે ? ત્યારે યુધિષ્ઠિર કહે છે આપના મેઢામાં દાંત કે દાઢ નથી. ફકત જીભ દેખાય છે. ત્યારે ભીષ્મપતા કહે છે બેટા! હું જન્મ્યા ત્યારે જીભ સાથે લઈને આવ્યા હતા તે દાંત પછી આવ્યા હતા. પણ દાંત પહેલાં ચાલ્યા ગયા અને જીભ તે છેક સુધી રહેવાની છે. તેનું કારણ એ છે કે જીભ કામળ છે ને ક્રાંત કડક છે. જે કડક હાય છે તેના મૂળ જલ્દી ઉખડી જાય છે ને કોમળ હોય છે તેને કાઈ ઉખેડી શકતું નથી. માટે તમારા ઉપર જ્યારે શત્રુએ સામના કરવા આવે ત્યારે તમે જીલ જેવા નરવશ બની જશે. તા દુશ્મન તમને કંઇ નહિ કરી શકે. શેઠ પાસે નાકર, સાસુ પાસે વહુ, પિતા પાસે પુત્ર અને ગુરૂ પાસે શિષ્ય જો નમ્ર બની જાય તે ક્યાંય ઝઘડા ન થાય. આનંદ આનંă વર્તાઇ જાય. પણ જ્યાં અહે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy