SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ શારદા સરિતા છેડી દીધા અને એ મુઠ્ઠી દ્વારા પંચમુષ્ટિલેાચ કરી નાંખ્યા ને સંસાર ત્યાગી સાધુ ખની ગયા. રાજ્યના મેહ છોડી દીધા. કંઇ આછો ત્યાગ છે? સંસાર છૂટા પણ અઢુભાવનું અવસાન ન થયું. ભગવાન પાસે જાઉં તે। મારે નાના ભાઈને વંદન કરવા પડે. નાના ભાઈને હું કેમ કરી વધુ તેજ અમારૂં' હાયે. સહુએ ગયુ. પણ દિલમાં એઠું', માન જરા નવ જાચે રે. (૨) મુનિ ઝુલે છે માન-અપમાન, તેાચે માંગે છે કેવળજ્ઞાન, સુનિવર એક ઉભા છે ભારી (૨) જેના આતંમ છે. બળવાન. હુ' માટે થઈને નાના ભાઇઓને વંદન કેમ કરૂં ? એટલે ત્યાં ગયા નહિ. ઘોર જંગલમાં ચાલ્યા ગયા. એક વર્ષ સુધી આહાર પાણી વિના કાઉંસગ્ગ ધ્યાનમાં સ્થિર ઉભા રહ્યા. આજે કોઇ સ્થાનકમાં કે બંગલામાં ધ્યાન કરવું સ્હેલ છે. પણ ઘાર - જંગલમાં ધ્યાન ધરવું કઠીન છે. માહુબલિજી ધ્યાન ધરીને ઉભા રહ્યાં ત્યાં તેમણે અનેક પ્રકારના કષ્ટો વેઠયાં. પશુઓએ પણ ખુબ ત્રાસ આપ્યા. આટલું કષ્ટ સહન કર્યું. કેવું અડગ યાન! એક વાર મહાસતી બ્રાહ્મી અને સુંદરી પ્રભુ ઋષભદેવને વંણા કરવા માટે આવ્યા અને ખાહુબલિજીની સાધનાના સમધમાં જિજ્ઞાસા બતાવી. પ્રભુ! સાંભળ્યું છે કે બાહુબલિ યુદ્ધક્ષેત્રમાં પ્રવજ્યાના સ્વીકાર કરીને વનમાં સાધના કરવા ચાલ્યા ગયા છે. લગભગ એક વર્ષથી તેમની કાર તપશ્ચર્યા પ્રતિક્ષણ ચાલી રહેલ છે. તે નિળ અને નિરાહાર છે. આસપાસમાં અંકુરિત થવાવાળી લતાએ તેમના ચરણાથી વીંટળાઈને ઉપર આવી ગઇ છે છતાં કયા કારણથી તેઓ હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકયા નથી! સાધનાની સિદ્ધિના દ્વાર ઉપર પહેોંચી શક્યા નથી. ત્યારે પ્રભુએ જવાબ આપ્યા માત્ર બહારની કંઠાર સાધના નિર્ણાયક નથી. નિર્ણાયક છે સાધકની અંતર્મુખી નિર્મળ ચેતના. બાહુબલીએ ખહારમાં જેટલે વિસ્તાર મેળન્યા છે તેટલા અરમાં નહિ. અત્યંત કઠાર સાધના કરવા છતાં પણ તેના હૃદયના વિકલ્પ હજી નષ્ટ થયા નથી. હું માટે છું નાના ભાઈઓને વન કેમ કરૂ`? કેવળજ્ઞાન મેળવી લઉં તેા વંદનની મર્યાદાથી મુક્ત બની જાઉં. આવુ મેટાપણાનું ગૌરવ તેમની સિદ્ધિને રોકી રહ્યું છે. ખહારથી હાથી ઉપર ચઢવાનું છોડી દીધું તે શું! હવે અંદર અહંકારના હાથી ઉપર ચઢયા છે તે જાગતાં છતાં નિદ્રામાં સૂતા પડયા છે. ત્યારે બ્રાહ્મી-સુ ંદરી બંને બહેનેાએ પ્રભુને શું પ્રભુ! આપ આજ્ઞા આપે તે અમે જઈએ અને ભાઈની આત્મતાને તાડીએ. પ્રભુની આજ્ઞા મેળવીને બ્રાહ્મી સુંદરી જ્યાં માહુમલીજી ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા છે તે પર્વત તરફ ચાલી નીકળી અને જ્યાં માહુબલીજી હતા ત્યાં પહોંચી ગયા. અને બહેના પરસ્પર ચર્ચા કરે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy