SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ શારદા સરિતા આગેકૂચ કરી શકશે. ૧૪મું નાનું તો તને માનવી પાસે જ્ઞાન હશે તો દયા પાળી શકશે પણ જે જીવ-અજીવને જાણ નથી તે કોની દયા પાળી શકશે? જેનકુળમાં જન્મેલાને સામાયિક પ્રતિકમણ-છકાયના બેલ અને નવતત્ત્વ આટલું જ્ઞાન તે અવશ્ય મેળવવું જોઈએ. છકાયના બોલ અને નવતત્વમાં છવ, અજીવની બધી વાત આવી જાય છે. એ સમજણપૂર્વક શીખવામાં આવે તો જૈનધર્મ ઉપયોગમાં રહેલું છે. અનુગદ્વાર સૂત્રમાં ભગવાને કહ્યું છે કે કઈ માણસ શુદ્ધ ઉચ્ચારથી અર્થ સહિત પ્રતિક્રમણ કરતો હોય છતાં પણ જે એને એમાં ઉપગ ન હોય તે દ્રવ્યપ્રતિક્રમણ છે. પણ ભાવ પ્રતિક્રમણ નથી. ઘણી વખત એક વ્યક્તિ પ્રતિક્રમણ કરાવતી હેય ને બીજા સાંભળતા હોય એને કઈ પૂછે છે કે પાઠ બેલાઈ રહ્યો છે? તે એને ખબર ન હોય. કારણ કે પ્રતિક્રમણ કરવા બેઠા છે પણ મન બહાર ભમે છે. આવું પ્રતિક્રમણ નિર્જશનું કારણ નહિ બને. જેને આત્મકલ્યાણની લગની લાગી છે તેવા આત્માની એકેક ક્રિયાઓ ઉપગ પૂર્વકની હોય છે. તમે વિચાર કરે. કેઈ માણસના માથે પાંચ દશ હજાર રૂપિયાનું કરજ હોય તે પણ તેને સુખે ઉંઘ આવતી નથી. મનમાં ખટકે રહે છે કે કયારે કર માંથી મુક્ત બનું? તે રીતે ચિંતા થાય છે કે અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યા છું. મારા માથે કર્મના દેણાં વધી રહ્યા છે તો ઘાતી કર્મોને ખપાવી કર્મોને કરજમાંથી મુક્ત થાઉં! એક વખત સવળે પુરૂષાર્થ કરી તેરમે-ચૌદમે ગુણસ્થાને પહોંચી જાય તે પછી આ સંસારમાં જન્મ લેવાનું નથી. જ્યાં સુધી કર્મના કરજ ચૂકવાય નહિ ત્યાં સુધી સતત પુરૂષાર્થ ચાલુ રાખે અને ચિંતન કરે કે - ___“एगोहं नत्थि मे कोइ, नाह मन्नस्स कस्सइ एवं अदीण मणसा, अप्पाण मणुसासई ॥" આ સંસારમાં હું એકલો છું. મારું કઈ નથી ને હું કઈ નથી. આ સુંદર શરીર પણ મારું નથી, તે આ કાયાની માયામાં પડી શા માટે કર્મના કરજ વધારૂં? આ દેહના પિંજરમાં પૂરનાર મારા કર્મો છે. સગાસબંધીઓ સ્વાર્થના સગાં છે, આવું ચિંતન થશે તે કર્મ નહિ બંધાય પણ આ જીવે છે જ્યાં ગમે ત્યાં શું કર્યું છે? "जस्सि कुले समपन्ने, जेहिं वा संवसे नरे ममाई लुप्पइ बाले, अन्ने अन्नेहिं मुच्छिए॥" - સૂય. સૂ. અ. ૧, ઉ. ૧, ગાથા ૪ જે જે કુળમાં ઉત્પન્ન થયે અને જેની જેની સાથે વસ્યા તેની સાથે મમત્વથી એ લેપાઈ ગયે, મૂછમાં એ મોહાંધ બની ગયે કે સત્ય સમજાવવું મુશ્કેલ બની ગયું. જેમાં એક માખી બળખા ફરતા આંટા મારે છે ત્યાં સુધી વધે નહિ પણ જે એના ઉપર બેઠી તે એના પગ બળખામાં ચોંટી ગયા, પાંખે ચૂંટી ગઈ, પછી ઉખડવું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy