SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ શારદા સરિતા અહો ! આ ? આતે એક માટે સારે શહેનશાહ રાજા હતા ને એમને શું થયું? તરત વહેપારી તેમની પાસે ગયો ને પૂછયું. મહારાજા! તમારી આ દરિદ્ર અવસ્થા કેમ? શું આપનું રાજ્ય કઈ દુશ્મને લૂંટી લીધું? આ દરબાર રાજા હતો. એણે કહ્યું ભાઈ! કર્મની ગતિ ન્યારી છે. મારું રાજ્ય કઈ દુશ્મને લૂંટી લીધું નથી. પણ મારા દેશમાં દુકાળ પડે એટલે ખેડૂતોએ જમીનના ટેકસ ભર્યા નહિ. બીજી રીતે પણ રાજ્યનું નાણું ઘણું ખર્ચાઈ ગયું ને આવક ઘટી ગઈ તેથી રાજ્યને ખર્ચ પૂરે ન થે. નેકર ચાકરેને પગાર કયાંથી આપ રેયતને ભૂખમરામાંથી કેવી રીતે બચાવવી? ભૂખ્યાને ભેજન આપવાના સાંસા પડી ગયા એટલે રાજ્યને ત્યાગ કરીને ભાગી છૂટવાને વખત આવી ગયે. શેઠની ઉદારતાથી રાજાએ ફરીને પાછું મેળવેલું રાજ્ય વહેપારી ખુબ ધનવાન હતું. ધનની સાથે ઉદારતા પણ હતી. તેણે વિચાર કર્યો કે આ મેટા રાજા છે. એ ઉંચા આવશે તે રૈયતનું રક્ષણ કરશે. એણે રાજાને આશ્વાસન આપતાં કહ્યું કે સાહેબ! આપ જરાય મૂંઝાશે નહિ. મારૂં એ તમારું છે. તમે આવા પવિત્ર પ્રજાપાલક રાજા અને તમારે આમ ભટકવું પડે? ચાલે મારી સાથે આપને રાજ્ય ચલાવવાના ખર્ચની બધી વ્યવસ્થા હું કરી દઈશ. એમ કહી વહેપારી તેને પોતાને ઘેર લઈ ગયા ને રાજાને સાત લાખ રૂપિયા આપી દીધા. તે સમયે આટલી મોંઘવારી ના હતી. એટલે એટલા રૂપિયા તે દરબારને ઘણું થઈ ગયા. એ રૂપિયા લઈને દરબાર પિતાના રાજ્યમાં આવ્યા અને રાજ્યની સુવ્યવસ્થા હતી તેવી કરી દીધી. બધા માણસને સંતોષી દીધા ને પુણ્યાગે રાજ્ય આબાદ થઈ ગયું. રાજાની ખૂબ ચઢતી થઈ. દેવાનુપ્રિયે! જુઓ, કર્મના ખેલ કેવું કામ કરે છે ! અને આત્માનો સત્ પુરૂષાર્થ પણ કેવું કામ કરે છે એ ખૂબ વિચારવા જેવું છે. રાજા જેવાની પણ કર્મ ખબર લઈ નાંખે છે તે સામાન્ય માણસનું તે શું ગજું? આમ વિચાર કરે તે જડ લક્ષ્મીનું એને કદી અભિમાન આવે નહિ અને સમય આવે ત્યારે લક્ષ્મીને સારા કાર્યોમાં સવ્યવહાર કરે. જે લક્ષ્મી પુણ્યથી મળે છે તે તમારી તિજોરી ભરવા માટે નહિ પણ દાન-પુણ્ય આદિ સુકૃત્યોમાં વાપરવા માટે મળે છે. પણ મેહમાં મૂઢ બનેલા જીવોને લક્ષમી મળે ત્યારે શુભ કાર્યોમાં વાપરવાનું મન થતું નથી. ધન-વૈભવ આદિ કર્મના તાબાની વસ્તુ છે તેને પિતાના તાબે કરવા ઈચ્છે છે ને પિતાના તાબાની વસ્તુઓ જે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ આદિ છે તેને ઠોકર મારે છે. આત્મા એવા રાજાને સદ્ભર રૂપી શેઠને જેગ મળતાં આ રાજાનું દષ્ટાંત આપણું આત્મા સાથે ઘટાવવાનું છે. આપણો આત્મા ત્રિભુવનને સ્વામી છે. અનંતજ્ઞાન અને સુખને મામી છે. પણ વિભાવના વંટોળે ચઢી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy