SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ શારદા સરિતા દુઃખ થાથ છે. પાપ કરતી વખતે અને કર્યા પછી પણ તે પાપના પશ્ચાતાપ કરતા હાય છે. એને પાપ કરવાની જરા પણ ઇચ્છા હાતી નથી અને અવસર મળે તે પાપને છોડવામાં બિલકુલ પ્રમાદ સેવતા નથી. ન છૂટકે પશ્ચાતાપપૂર્વક પાપ કરતા હોવાથી તેને પાપના અંધ બહુ અલ્પ થાય છે. સમ્યગદ્યષ્ટિ આત્મા એના ગાઢ કર્મીના ઉદયે સંસાર છેડી શકતા ન હાય પણ તેનું લક્ષ સંસારથી પરાંગમુખ અને મેક્ષ તરફનુ હાવાથી તેનુ અલ્પજ્ઞાન અને અલ્પચારિત્ર સમ્યગજ્ઞાન અને સમ્યગ ચારિત્ર તરીકે ગણાય છે. જ્યારે મિથ્યાદ્રષ્ણુિ લક્ષ સંસાર તરફ હાવાથી તેનું નવપૂનું જ્ઞાન અને અખંડ ચારિત્ર પણ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) અને મિથ્યાચારિત્ર ગણાય છે. જગતમાં રહેલા સર્વ પદ્માર્થા અને સ સખધામાંથી આત્માને હિતકર પટ્ટા અને સંબંધે વિવેકપુર્વક જાણી તેમાં અડગ શ્રધ્ધા કરવી તેનું નામ સમ્યગદર્શન. આ જીવે સૌંસારસુખની લાલસાથી · મિથ્યાત્વ-અવિરત-કષાય અને યાગના હેતુથી માતા–પિતા–ભાઈ–બહેન-સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ અનેક પ્રકારના સખા બાંધી નરક તિર્ય ંચનિગેાદ આદિ દુર્ગતિએમાં અનત દુઃખા ભાગવતાં કૂવાના રેંટની જેમ આ સંસારમાં અનંત કાળચક્ર પસાર કર્યો. આત્મસ્વરૂપની પિછાણુના અભાવે શરીર અને આત્માને એક માની આ જીવ સંસારના જડપુદ્ગલાની પાછળ દોડધામ કરે છે. પણ દેહ અને દેહી બન્ને ભિન્ન છે આત્મા શાશ્વત છે ને શરીર અશાશ્વત છે. આત્માના સુખા સાચા સુખા છે. એ આત્માનુ સાચું નિધાન છે. પણ કર્માંરાજાએ આ નિધાન પડાવી લીધું છે. આવેા વિચાર પણ જીવને આવતા નથી. કાઇ હળુકમી જીવને એવા વિચાર આવે છે કે આત્માના સુખે પેાતાના છે ને પુદ્ગલના સુખા પર છે. કર્માએ મારી પાસેથી આત્મિક સુખને નિધી લૂટી લીધેા છે. તે કર્મો પાસેથી પાછા પ્રાપ્ત કરવા માટે શરીરને સાચવવાને મલે આત્માને સાચવવાના છે અને આત્મકલ્યાણ કરવા માટે વીતરાગ પ્રભુએ અતાવેલા માર્ગ અને તેમની વાણી માર્ગદર્શક છે એવા જિનેશ્વરદેવના વચનેા પ્રત્યે અડગ વિશ્વાસ તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દ્દન બે પ્રકારનું છે. એક નિશ્ચય સમ્યગ્દર્શન અને ખીજું વ્યવહાર સમ્યગદર્શન અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેલ, સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાત્વ મેાહનીય અને મિશ્ર મેહનીય. એ સાત પ્રકૃતિના ક્ષય-ઉપશમના ચેાગે જિનેશ્વર દેવાએ પ્રરૂપેલ તત્ત્વા આત્મકલ્યાણુમાં ઉપયાગી છે. એવા આત્માના દૃઢ નિશ્ચય અને વિશ્વાસ તે નિશ્ચય સમ્યગઢન. અને સુગુરૂ, સુદેવ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શન કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એટલે કારણમાં કાર્યોના ઉપચાર થતા હાવાથી વ્યવહાર સમ્યગદર્શન પણ નિશ્ચય સમ્યગદર્શનનું કારણ હાવાથી તેને સમ્યક્દન કહેલ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy