SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૭૩ કરતાં કહ્યું. બેટા! વિધિએ મને ભાન ભૂલાવી દીધા. માળવાના રાજિસંહાસનનેા માલિક તું અને એમાં મારે ગૌરવ લેવુ જોઇએ. તેના ખલે મેં તારા ઉપર દ્વેષ કર્યાં ને એમાંથી આ બધું મહાભારત રચાઈ ગયું. હવે તું બધુ ભૂલી જજે. સિંધલ મારા સગા ભાઇ છે ને તું મારા સગા ભત્રીજો છે. ને આખા મહેલમાં આનંદ આનં છવાઇ ગયે. ને વિષાદના વાઢળ વિખરાઈ ગયા. ટૂંકમાં રાજ્યના લાભ ખાતર મુજે કેવું કાર્યં કર્યું”! આવા ઘણા દાખલા ઇતિહાસના પાને લખાયેલા છે. હલ અને વિહલ પાસેથી હારને હાથી કઢાવવા કાણિકે તેના દાદા ચેડારાજા સાથે કેવું ભયંકર યુદ્ધ કર્યું” હતું! પેાતાની પત્ની પદ્માવતીના ચઢ!વ્યા ચઢી ગયા તે કેટલી હિંસા થઇ! અહુને પોષવા તૈયાર થયા પણુ ભગવાન કહે છે રાજા રાવણના અહં નથી ટકા તે સામાન્ય માનવીની વાત કયાં કરવી? એક વખત ભરત ચક્રવર્તિ એક પર્વત ઉપર ગયા. ત્યાં ઘણા ચક્રવર્તિ આના નામ કોતરેલા હતા. ક્યાંય જગ્યા ન હતી ત્યારે ભરત ચક્રવર્તિના મનમાં થયું કે આ બધા ચક્રવર્તિ એમાં કાઈ અત્યારે જીવતા નથી, તે આમાંથી એકાદનું નામ લૂછી નાંખીને એના ઉપર મારું' નામ લખી દઉં. પણ ખીજી ક્ષણે વિચાર આવ્યા કે એ મરી ગયા ને હું પણુ મરી જઇશ તે! મારું નામ પણ કોઇ આ રીતે લૂછી નાંખશે ને? માટે મારૂં નામ લખવું નથી. દુનિયામાં કાનુનામ અમર રહ્યું છે કે મારૂ નામ અમર રહેશે. જો નામ અમર કરવુ હાય તેા આત્માના ગુણૈા પ્રગટ કરો. તપ ત્યાગમાં તમે આગેકૂચ કરો. જમાલિકુમારની માતા કહે છે હું દીકરા! તું કહે છે માતા મને દીક્ષાની આજ્ઞા આપ પણ દીકશ ! તું રાજ સાહ્યખીમાં ઉછર્યા છે. ને સંયમના કંઠેર કટા વેઠવા પડશે, તું કેવી રીતે સહન કરીશ. सुहोओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ । न हुसि पभु तुमं पुत्ता, सामण्ण मणुपालिया || ઉત્ત. સ. અ. ૧૯, ગાથા ૩૪ તુ સુખાચિત છે. સંસારના સુખા લેાગવવાની તારી ઉંમર છે. વળી ઉગતા સૂના કિરણા તારા ઉપર પડે તે પણ તુ કરમાઇ જાય છે એવા તે સુકોમળ છે ને ત્યાં સયમમાં તે સવારની ઠંડીમાં વિહાર કરવા પડશે. અપેારે ધામધખતા તડકામાં ગૌચરી જવુ પડશે. વળી ગૌચરીમાં ૪૨ દેષ ટાળી આહાર-પાણી લેવા પડશે. આવું કઠીન ચારિત્ર પાળવા તુ સમર્થ નથી. બેટા ! હુ તા તને રજા આપીશ પણ તારી સ્ત્રીએ આ વાત જાણશે તે તેમને કેટલું દુઃખ થશે ! તેને તે વિચાર કર્યા છે ? માતા ગમે તે કહે છે પણ જમાલિકુમારના મન ઉપર તેની કંઈ અસર થતી નથી. એનું રૂંવાડું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy