SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૬૯ મારા દિલમાં જામેલી વૈરની વિષમ જવાળા કદી ઓલવાશે નહિ ને મને કંડક વળશે નહિ. આ વિચારમાં મુંજ રાજા ખાવું પીવું બધું વીસરી ગયા હતા. નિર્દોષ ભેજની હત્યા કરવી એ જીવનનું ધ્યેય હતું. બીજા કોઈને આ વાતની ખબર ન હતી. એટલે રાણીઓ, પ્રધાન સે વિચાર કરતાં કે આપણાં મુંજ રાજાને શું થયું છે કે અસ્થિર મગજવાળા માનવીની જેમ કર્યા કરે છે. બધા પૂછે તે પણ જવાબ આપતા નથી. બંધુઓ! રાજ્યને લેભ કેવા પાપ કરાવે છે! જે રાજ્યને ખાતર પિતાના ભાઈની આંખ ફડાવી નાંખી હતી અને એનાં નિર્દોષ અને નાનકડા દીકરા ભોજને મારી નાંખવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા. છેવટે એની ઈચ્છા પૂરી કરવા માટે મુજે કોઈને પૂછ્યા વિના ચાર ખાનગી માણસને ઉભા કર્યા અને કેઈને ખબર ન પડે તે રીતે ઉઘતા ભેજને ઉપાડે. એની આંખે પાટા બાંધી દીધા. મોઢામાં ડુચા ભરાવી દીધા અને એના ઉપર એવી રીતે વચ્ચે ઢાંકી દીધા હતા કે કેઈને ખબર ન પડે કે સિંધલને પુત્ર ભેજ આજે સંસારને છેલ્લી સલામ ભરવા જાય છે. મુંજના પ્રધાન-રાણીઓ વાતની કોઈને આ ખબર ન હતી તો ભેજના મા-બાપને ખબર ક્યાંથી હોય? ચાર માણસે ભેજને લઈને ગાઢ જંગલમાં આવ્યા ને નીચે ઉતારી આંખેથી પાટા છોડી નાંખ્યા અને મોઢામાંથી ડુચા કાઢી નાંખ્યા ત્યારે ભોજકુમારે આંખ ખોલીને જોયું તે રાજમહેલના શયનગૃહને બદલે ભયંકર ગીચ ઝાડીમાં ઉભે છે. જ્યાં માનવી તે શું પંખી પણ ફરકતું નથી. સૂર્યના કિરણે પણ જ્યાં પ્રવેશી શકતા નથી એવા ભયંકર ગાઢ જંગલના પ્રદેશમાં પોતે ઉભે છે. તે વખતે એની પાસે માતાની મીઠી હુંફ ન હતી કે પિતાની શીતળ છાયા ન હતી પણ ઉંચી દષ્ટિ કરે છે તે એની ચારે બાજુ ચાર માણસે ખુલ્લી ચકચકતી તલવાર લઈને ઉભા હતા. ભેજ નાને હતે પણ ખૂબ વિચક્ષણ હતું. એ તરત સમજી ગયે કે મારા કાકાએ મને મારી નાંખવા માટે આ યંત્ર રચું લાગે છે. છતાં મુખ ઉપર જરા પણ ગભરાટ ન હતે. ગમે તેમ હેય ક્ષત્રિયને બચ્ચે હતે. ક્ષત્રિયોને બચ્ચે મરણથી કદી ડરે નહિ. એના હૈયામાં આકંદ ન હતું કે એની આંખમાં આંસુ ન હતા. પણ દરરોજ જેમ પ્રસન્ન ચિત્ત રહેતો હતો તે રીતે મુખ ઉપર પ્રસન્નતા ને સ્મિત રેલાતું હતું. મને તમે અહીં શા માટે લાવ્યા છે? મને મારી નાંખશે? મને જીવતે છોડી દે. આવી દીનતાનું નામનિશાન નહિ. જેમ ગુલાબની ચારે તરફ કાંટાળી વાડ હોય છે, ગુલાબના છોડ ઉપર પણ કાંટા હોય છે, છતાં કાંટાની વચમાં ગુલાબનું પુષ્પ હસતું રહે છે તેમ ચારે તરફ જોતાં માણસ ધ્રુજી જાય તેવી તીણ તલવાર લઈને માણસો ઉભા છે, છતાં ભેજકુમાર ગુલાબના ફૂલની જેમ હસે છે. આ જોઈને મારનાશ ચંડાળના હાથમાંથી તલવાર નીચે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy