SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ્ય સરિતા ૫૬૫ આત્મા દૂર્ગતિમાં જાય તેવા કાર્યમાં કાયાને જોડે નહિ. ભગવતેએ તેમજ મહાન આત્માઓએ મોક્ષમાં જવા માટે તપશ્ચર્યા કરીને આ દેહને સૂકકે ભૂકકે કરી નાંખે છે. શું એ મહાન પુરૂષને તમારી માફક સારું સારું ખાવાપીવાનું અને શરીરને સાચવવાનું મન નહિ થયું હોય? શું એમની પાસે કઈ સાધન-સામગ્રી ન હતી? બધું હતું, સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છેડીને, સંયમની ભિક્ષા માંગી, દીક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા...આ છે અણગાર અમારા.... સુખની બધી સામગ્રીઓ મેજુદ હોવા છતાં અંતરના ઉલ્લાસથી સમજણપૂર્વક એનો ત્યાગ કર્યો ને તપ-સંયમમાં રકત રહીને દેહને નીચવી નાંખ્યો. તેઓ સારી રીતે સમજતાં હતાં કે આ દેહને ગમે તેટલે સાચવવા છતાં, એને મનમાની મોજશેખની સામગ્રી આપવા છતાં એક દિવસ છેડવાનો છે તે આ નાશવંત દેહને મોહ શા માટે? એક અમર હોય તે આત્મા છે. આત્માનું સુખ કદી નષ્ટ થતું નથી. મેક્ષમાં પણ આત્મા જવાનો છે. મેક્ષમાં શાશ્વત સુખ છે તે કદી નાશ પામવાનું નથી. આત્માને અમર બનાવી શાશ્વત સુખ અપાવવા માટે તેમણે કાયાને મેહ ઉતારી નાંખ્યો હતે. મનને મારી સંસારના સુખે ત્યાગી આત્માનું સુખ શોધવા સંયમપંથે પ્રયાણ કર્યું હતું. તે આપણે પણ એ વિચાર કરવાને છે કે હું કેણું છું ને મારે શું કરવાનું છે? તેને વિચાર કરી દેહનો રાગ ઘટાડી જેમ નોકર પાસે શેઠ પગાર વસુલ કરવા કામ લે છે તેમ શરીર પાસે આપણે કામ લેવું જોઈએ. આ બધી સાધનસામગ્રી પુણ્યોદયે મળી છે. તે બધું અંતે અહીં છોડીને જવાનું છે. તો એની પાછળ આટલી બધી જહેમત શા માટે ઉઠાવવી જોઈએ. એના ઉપરને રાગ ઘટાડી આત્મસાધનામાં મગ્ન બની જવું જોઈએ. જમાવિકુમારને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. એની માતા એને ખૂબ સમજાવે છે કે હે દીકરા! તું યુવાનીમાં સંસારના સુખ ભોગવી લે. ત્યારે તેણે કહી દીધું કે હે માતા! સંસારના સુખે ચાર દિવસની ચાંદની જેવા છે. ચાર દિવસના ચાંદરડા પર જુઠી મમતા શા માટે જે ના આવે સંગાથે તેની માયા શા માટે ! આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહીઓ પણ સાથે ના આવે, તું ખૂબ મથે છે જેને જાળવવા, એ યૌવન સાથે ના આવે, (૨) અહીંનું છે તે અહીં રહેવાનું તેની દસ્તી શા માટે જે ના આવે સંગાથે.... જે સાથે આવે નહિ તેના પ્રત્યે આટલે બધે મેહ શા માટે કરે? અનાદિકાળથી આ સંસારમાં જડ અને ચેતનનું યુદ્ધ ચાલ્યા કરે છે. અનંતશક્તિને અધિપતિ એવા આત્મા ઉપર જડ પુદગલેએ કેવું સામ્રાજ્ય જમાવ્યું છે ને તેના કારણે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy