SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ શારદા સરિતા જડમૂળમાંથી ચાલ્યો ગયો. આ રોગ કેમ આવે છે? જીવને વેદનીય કર્મને ઉદય થાય છે ત્યારે દઈ બહાર આવે છે. તપ દ્વારા આત્મપ્રદેશે લાગેલા કર્મને મેલ છૂટો પડે છે, એટલે આત્મશુદ્ધિ થતાં રોગ નાબૂદ થાય છે. ટૂંકમાં આત્મિક અને શારીરિક બને રેગોને નાબૂદ કરવા માટેનું તપ અમોઘ ઔષધ છે. - બીજાના ધર્મગુરૂઓ વાત કરે છે પણ આપણુ ભગવાને જીવનમાં અપનાવીને પછી બીજાને ઉપદેશ કર્યો છે. મહાવીર પ્રભુએ ઘાતકર્મોને તોડવા માટે તારૂપી તીક્ષણ કુહાડે હાથમાં લીધું હતું. બેમાસી, ચારમાસી, ને છમાસી તપ પ્રભુએ કર્યા હતા. એક વખત તેર બેલને અભિગ્રહ ધાર્યું હતું તેના પાંચ માસ ને પચ્ચીસ દિવસ સુધી બૈચરી માટે પરિભ્રમણ કર્યું. અભિગ્રહ કે કઠીન હતું ! રાજકુમારી હોય, ચૌટે વેચાયેલી હોય, માથે મુંડન કરેલું હોય, હાથ-પગમાં બેડી હોય, ઘરના ઉંબરામાં એક પગ બહાર અને એક પગ અંદર રાખેલે હાય, હાથમાં સૂપડું હોય સૂપડામાં લૂખા અડદના બાકળા હોય, ને આંખમાં આંસુડાની ધાર વહેતી હોય, અટ્ટમ તપ હોય. એ તેર બેલ હોય ત્યારે મારે અભિગ્રહ પૂર્ણ થાય. આ અભિગ્રડ સામાન્ય ન હતો. છતાં મહાન પુરૂષને અભિગ્રહ પૂર્ણ થવાને હોય ત્યારે એવી અવનવી ઘટનાઓ બની જાય છે. ચંદનબાળાનું મૂળ નામ તે વસુમતી હતું. ચંદનબાળાના પિતાના રાજ્ય ઉપર દુશમન રાજાનું લશ્કર ચઢી આવ્યું ને દધિવાહન રાજા મરણ પામ્યા. ત્યારે રથમાં બેસીને ચંદનબાળાની માતા ધારણી રાણી અને વસુમતી બંને ભાગી છૂટયા. રથમાં ધારણી માતા ચંદનબાળાને શિખામણ આપતી હતી કે બેટા ગમે તેવા સંગમાં પણ આપણું ચારિત્ર ન જવું જોઈએ. નિર્જન વનમાં રથ પહોંચી ગયો. ધારણી રાણી ખુબ સ્વરૂપવાન હતા. તેને જોઈને સારથીની કુદષ્ટિ થઈ. વરંવાર રાણી તરફે દષ્ટિ કરવા લાગ્યું.ધારણીદેવીએ તેને ખુબ સમજાવ્યો. સતી સ્ત્રીઓ એકદમ આપઘાત નથી કરતી. પહેલાં એ વ્યકિતને સમજાવે છે. જે એની ભવિતવ્યતા ઉજળી હોય તે એનું જીવન એ નિમિતે સુધરી જાય છે. આ સારથી ન સમજે ત્યારે ધારણી માતા જીભ ખેંચીને મૃત્યુ પામી, પણ ચારિત્ર વેચવા તૈયાર ન થઈ. વસુમતી વિચાર કરે છે મારી માતા થોડીવાર પહેલા મને શિખામણ આપતી હતી અને એજ વાત એણે જીવનમાં અપનાવી. માતાએ કહ્યું છે સારથી ! તને મારા દેહનો મેહ છે ને? તું મારા દેહ ઉપર સત્તા ચલાવી શકે છે મારા આત્મા ઉપર નહિ. એમ કહી પ્રાણ છોડી દીધા. માતા ચાલી ગઈ. વસુમતી વિચાર કરે છે આ સારથી મારી પણ આવી દશા કરશે, તે હું પણ માતાની જેમ કરું. વસુમતી મરવા તૈયાર થઈ છે. ધારણદેવીનું મૃત્યુ જોઈને સારથીનું હદય પલટાઈ ગયું. ચંદનબાળાને કહે છે બહેન ! હું તારા ઉપર કુદષ્ટિ નહિ કરું. તું આપઘાત ન કરીશ. એટલે ચંદનબાળાને શાંતિ થઈ. સારથી ચંદનને પિતાના ઘેર લઈ ગયે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy