SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૫ શારદા સરિતા ઉદયમાં બંનેમાં તટસ્થ ભાવથી રહેશે. પાપના ઉદયથી આવતા દુઓ અને યાતનાઓને તેને ભય નહિ રહે. માટે પાંચ પ્રમાદને ત્યાગ કરીને ધર્મ રૂપી મૈકાને સહારો લઈને તમે ભદધિને પાર કરીને તેના કિનારા પર પહોંચી જશે. આ સંસારમાં જીવને આધારભૂત કે આશ્રયરૂપ હોય તે ફક્ત ધર્મ છે. જેની સહાયતાથી મુમુક્ષુ પ્રાણુ જન્મમરણના નાગ પાશથી પોતાના આત્માને મુકત બનાવી શકે છે અને શાશ્વત સુખને પ્રાપ્ત કરવામાં તે સમર્થ બને છે. એટલા માટે જીવનમાં ધર્મને અંગીકાર કરે અને જીવનને ધર્મમય બનાવવું તે મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. દેવાનુપ્રિય! હવે આપ સમજી શકયા હશે કે આત્માથી જેને માટે ધર્મારાધના કરવી આવશ્યક છે, પણ ધર્મની આરાધના કેવી રીતે કરી શકાય છે? ધર્મારાધના કરવા માટે સૌથી પ્રથમ પાંચ પ્રમાદને ત્યાગ કર જોઈએ. એ પાંચ પ્રમાદે કયા કયા છે? "मद विसय कसाया निद्रा विकहाय पंचमी भणिया॥ एए पंच पमाया, जीवापाऽन्ति संसारे ॥" મદ એટલે અભિમાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચે પ્રમાદ જીવને સંસારમાં રખડાવે છે. સૌથી પ્રથમ છે અભિમાન. અભિમાન માનવના જીવનને પતનના રસ્તે લઈ જાય છે. જ્યાં સુધી માનવીના હૃદયમાં અભિમાન છે ત્યાં સુધી કટિ પ્રયત્ન કરવા છતાં તે આત્માની ઉન્નતિ કરી શક્તો નથી. જીવનની સંપૂર્ણ સાધનાને માટીમાં મેળવી દે છે. બાહુબલિની વાત તો આપ સે કે જાણે છે? અઘોર તપશ્ચર્યા કરવા છતાં પણ તેમને ફક્ત એક કારણથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નહોતી. તેનું કયું કારણ હતું? એક માત્ર અભિમાન. માનને ત્યાગ કરતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. શાસ્ત્રકારોએ અભિમાનને આઠ ફેણવાળા વિષધર સર્પની ઉપમા આપી છે તથા મદ આઠ પ્રકારનો છે. જાતિને, લાભ, કુળને, ઐશ્વર્યન, બળને, રૂપ, તપને અને જ્ઞાનને. આ બધાનો અથવા એમાંથી કોઈ પણ એક મદ મનુષ્યને જ્ઞાનહીન અને વિવેકશૂન્ય બનાવી દે છે. જાતિના મદમાં અંધ બનીને અગણિત હિન્દુ અને મુસલમાનોએ એકબીજાને મૃત્યુના મુખમાં ધકેલી દીધા છે. ઐશ્વર્યમદ અને લાભમદથી પણ આ દુનિયા પર કેટલા ભયંકર યુદ્ધો થયા છે. શિવાજી સામંતગઢનો કિલ્લો કરાવી રહ્યા હતા ત્યારે એક દિવસ તેઓ પિતાના ગુરૂ સમર્થ રામદાસની સાથે તેનું નિરીક્ષણ કરવા નીકળ્યા. ત્યાં અનેક મજુરોને કામ કરતા જોઈને શિવાજીના મનમાં માન આવી ગયું કે હું કેટલા બધા જીવોનું પાલન કરું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy