SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૪૩ ત્યારે સોમદેવ કહે છે આપના માતુશ્રીએ એમ પણ કહેવડાવ્યું છે કે સ્ત્રીઓ તે સંકુચિત હૃદયવાળી અને અવિવેકનું ભાજન, વગર વિચાર્યું કરનારી ઈર્ષ્યાળુ ને પાછળથી પશ્ચાતાપ કરનારી હોય છે, પણ પુરૂષે તે ધીર-વીર ને ગંભીર હોય છે અને ચારે તરફને વિચાર કરનારા હોય છે, તે મેં સ્ત્રી જાતીએ તો કદાચ આવેશથી ન કરવાનું કર્યું પણ તમે તે પુરૂષ હોવા છતાં માતાનું હદય પારખ્યા વિના દીક્ષા શા માટે લીધી? બીજું આપે પ્રવજ્ય અંગીકાર કરી છે. ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ જાણી માતાને આપના દર્શનની ખૂબ ઝંખના છે. તો આપ કૈશંબીમાં પધારીને માતાની ભાવના પૂર્ણ કરે અને આપને માટે રત્નકાંબલ મોકલી છે તેને આપ સ્વીકાર કરે ત્યારે શિખીમુનિ કહે છે એ મારા ગુરૂને કહો એમાં મારૂ કામ નહિ. ગુરૂની આજ્ઞા વિના શિષ્ય એક દોરે પણ લેવાય નહિ. એટલે એમદેવ ગુરૂની પાસે ગયા ને રત્નકાંબલ બતાવી. બંધુઓ! તમને થશે કે રત્નકાંબળી એટલે તેમાં રત્ન જડયા હશે. પણ એમાં રત્નો જડેલા ન હતા. પણ એ કાંબળી ઉનાળે ઠંડક આપે છે કે શિયાળે ગરમી આપે છે. ચોમાસામાં સમકાલીન રહે છે એવા એનામાં ગુણ હોય છે, આ રત્ન કાંબલ ગુરૂને બતાવી અને પ્રેમથી તેનો ગુરૂએ સ્વીકાર કર્યો ને માતાના સમાચાર આપ્યા. શિખકુમારના મનમાં થયું કે દુનિયામાં કાલને પાપી આજે પાવન બની જાય છે તે રીતે મારી માતાની મતિ હવે સુધરી લાગે છે. હવે તેને મારા પ્રત્યે દ્વેષભાવ નથી. મુનિને તે કેઈના પ્રત્યે દ્વેષભાવ નથી એટલે એની દષ્ટિ નિર્મળ હોય છે. નિર્મળ મનુષ્ય બધું નિર્મળ દેખે છે ને મેલા મનના માનવી બધે મેલું દેખે છે. શિખીમુનિને માતાની માયા જાળની ખબર નથી. સોમદેવે ગુરૂ પાસે બધી વાત કરી. એટલે ગુરૂએ કહ્યું સેમદેવ! તમે જાતિની માતાને કહેજે કે તમારી વિનંતી યાનમાં રાખીશું અને હમણાં જે શ્રુતજ્ઞાનનો અભ્યાસ ચાલે છે તે પૂર્ણ થયા પછી કઈ અંતરાય નહિ આવે તે શિખીકુમાર મુનિને ત્યાં મેકલીશ. એટલે સોમદેવ આ સમાચાર લઈને પિતાના ગામમાં ગયે ને જાલિનીને સમાચાર આપ્યા. હવે જાતિની કેવી માયાજાળ રચશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૧ ને બુધવાર તા. ૧૨-૮૭૩ | મહાન પુરૂષોએ આ સંસારને સાગરની ઉપમા આપી છે. જન્મજન્માંતરથી આત્મા આ સાગરમાં ડૂબકી ખાતે રહ્યો છે, તેથી મેક્ષાર્થી છે એને પાર કરવા માટે અને આ સાગરના સામા કિનારે પહોંચવા માટે મોક્ષાભિલાષી આત્મા ધર્મરૂપી નકાને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy