SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા દેહ છતાં જેની દશા વર્ષે દેહાતિત તે જ્ઞાનીના ચરણમાં હે વંદન અગણિત દિક્ષા લઈને આઠ મહિનામાં તપશ્ચર્યા દ્વારા શરીરને સુકકેભુકકે કરી નાંખ્યું. શરીરમાંથી લેહી-માંસ સૂકાઈ ગયા. શરીરનું બળ ઘટયું પણ એમનું આત્મબળ વધ્યું હતું. હવે શરીર ગૌચરી જતાં, સંતને વંદન કરતાં થાકી જવા લાગ્યું. ત્યારે જાણ્યું કે હવે આ સાધન સાધના માં સહાયભૂત બને તેમ નથી. ભગવાને શરીરને રત્નના કરંડીયાની જેમ સાચવવાનું કહ્યું છે પણ કયારે? આત્મસાધનામાં બનતું હોય ત્યારે, મહાન પુરુષે દેહ સાધનામાં સહાયક ન બને ત્યારે જીવતા વસરાવી દેતા હતા. ધન્ના અણગારે પણ છેલ્લે સંથારે કર્યો. એક મહિને સંથારે ચા માત્ર નવ મહિનાદીક્ષા પર્યાય પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યભવ પામી ઉત્તમ ચારિત્ર પાળી સંપૂર્ણ કર્મોને ખપાવી મેક્ષમાં જશે. સંસાર છોડી સંયમ લીધે, ઉગ્ર તપ કર્યું તે એકાવતારી થયા. વિષયના રાગી બનવામાં માનવજીવનની મહત્તા નથી પણ વિષયથી વિરાગી બનવામાં મહત્તા છે. ભેગની પાછળ પડયા તે તમારા ભંગ લાગ્યા એમ સમજી લેજે, ભોગમાં ભય છે. ત્યાગ આત્માને નિર્ભય બનાવે છે. આવા ભાવ ક્યારે જાગે? વિષયે પ્રત્યે વિરાગ આવે, કષાયોને ત્યાગ થાય અને ગુણવાન વ્યક્તિઓના ગુણને જોઈને ગુણાનુરાગ પ્રગટે, ધર્મક્રિયા કરવામાં અપ્રમત ભાવ જાગે ત્યારે થાય. આવા ભાવ જગાડજે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૪ . “સમયને ઓળખે...' અષાડ સુદ ૧૪ ને શુક્રવાર તા. ૧૩-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને ! - પરમ તારક, ત્રણ લેકના નાથ, ભગવતે ઘાતકર્મ ઉપર ઘા કરી, ઘાતકને તેડી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા બાદ જગતના જીવોને ઉપદેશ કર્યો કે, હે ઉપાસકે! તમે બધી વસ્તુઓ મૂલ્ય આપીને ખરીદી શકશે પણ માનવ-જીવનની અમૂલ્ય ક્ષણે મૂલ્ય આપીને ખરીદી શકશે નહિ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત બોલ્યા છેઃ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy