SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ શારદા સરિતા વિમાનનું નામ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને દીક્ષા લીધી તે દિવસે શમશાનમાં જતાં પગમાં કાંટા વાગવાથી લોહી નીકળ્યું તેની ગંધ શિયાળ આવી. તે ત્રણ દિવસની ભૂખી હતી મુનિ શમશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા હતાં. ત્યાં જઈને એ શિયાળ અને તેના બચ્ચાએ મુનિના શરીરને વલુરી નાંખ્યું. પગનું માંસ ખાઈ ગઈ. નસે તેડી નાંખી. રાત્રીના ચાર પ્રહર પૂર્ણ થતાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું. અહીં વિચાર આવે છે કે ગજસુકુમાર મેક્ષમાં ગયા અને અવંતીસુકુમાર આટલું કષ્ટ વેઠવા છતાં મોક્ષમાં ન ગયા, પણ નલિની ગુલ્મ નામના વિમાનમાં કેમ ગયા? તેનું કારણ એ છે કે અવંતીસુકુમાર નલિની ગુલ્મ વિમાનમાંથી આવ્યા હતા અને જતી વખતે પણ મનમાં નલિની ગુલ્મ વિમાનમાં જવાની સહેજ આશંકા ઉભી થઈ તે ચારિત્ર અને આ મહાન ઉપસર્ગ સહવાનું ફળ એટલેથી અટકી ગયું છતાં નિયાણું હેતું કર્યું એટલે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પામીને મેક્ષમાં જશે. વિજયસિંહ આચાર્યને સમાગમ શિખીકુમાર ભવ્ય જીવ છે. હળુકમી આત્મા છે. ખૂબ સમભાવ ધારણ કરતે ચાલતે ચાલતો એક નગરીની બહાર અશેકવન નામના ઉદ્યાનમાં એક ઘટાદાર અશોકવૃક્ષ નીચે પિતાના શિષ્ય પરિવારથી યુક્ત, સંયમમાં રકત, બે પ્રકારના અશુભ ધ્યાનથી મુક્ત, ચાર કષાયના ટાળનાર, પાંચ ઈન્દ્રિઓને દમન કરનાર, છકાય જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર એવા વિજયસિંહ નામના આચાર્યને તેણે જોયા. તેમને જોઈને તેના દિલમાં ખૂબ આનંદ થયે અને તેમની પાસે તે ગયે. વંદન કર સત્કાર દિયા, બોલી દેકર સન્માન, મંગલમય ગુણખાન જગતકા કરતે હૈ કલ્યાણ, આયા દેવ તવ શરણુ, કરને વચનામૃતક પાન હે શ્રોતા તુમ... વિજયસિંહ આચાર્યને તેમજ શિષ્ય પરિવારને ખૂબ ભાવપૂર્વક વંદન કરી વિનયપૂર્વક ત્યાં બેસી ગયે. આચાર્યદેવ ખુબ જ્ઞાની હતા. સમજી ગયા કે આ કોઈ હળુકર્મને ભવી જીવે છે. તેને ખુબ સુંદર ધર્મને બેધ આપે. આ સાંભળીને શિખીકુમારને સંસાર ઉપરથી વૈરાગ્ય પેદા થયાં અહે! આ સંસાર સ્વાર્થનું સમરાંગણ છે. મતલબનું મેદાન છે અને રાગદ્વેષથી ભરેલું છે. મને મારા મહાન પુણ્યદયે આવા ગુરૂ મળ્યા છે તે મારે શા માટે હવે સમય ગુમાવે. હું ગુરૂ સમીપે દીક્ષા લઈ લઉં. શિખીકુમાર વંદન કરીને કહે છે હે ગુરૂદેવ ! આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપ મારી નૈયાના તારણહાર છે. મારા ઉપર કૃપા કરીને મને દીક્ષા આપો. મને સંસાર દાવાનળ જે લાગે છે. ત્યારે ગુરૂદેવ કહે છે ભાઈ ! તારી ભાવના ઉત્તમ છે, પણ અમારી પાસે તું આવ્યું છે તે હંમણાં અહીં રહે અને ચેડા શાસ્ત્રોનું અધ્યયન કર પછી દીક્ષા આપીશું.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy