SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ શારદા સરિતા જમાલિકુમારે માનવજીવનની ક્ષણિક્તા તથા જીવનમાં આવી મળતાં સબંધીઓના સચાગેાના અનિત્યપણાની એવી સુંદર રજુઆત કરી કે ક્ષણભર માતાપિતા વિચાર કરતા થઈ ગયા પણ માહ છે ત્યાં સાચું કયાંથી સમજાય? ભગવાન કહે છે જ્યાં માહ છે, ઇચ્છા છે ત્યાં દુઃખ છે. મેહ અને ઇચ્છાએ છૂટે તે દુઃખ ન થાય પણ સંસારી જીવનમાં તા કંઇ ને કંઇ ઇચ્છાએ જાગ્યા કરે છે તેમાં જીવ પોતાના આત્મિક ગુણામાં અને વીતરાગ - વચનામાં મસ્ત કયાંથી રહી શકે? નવી નવી ઇચ્છાઓ કરે કે આત્મજ્ઞાનમાં રમણતા કરે? સંસારમાં પહેલું દુઃખ તે એ છે કે સ્વભાવમાં રમવાનુ મૂકીને ઇચ્છાઓ!દ્વારા પરભવમાં ઘસડાવુ પડે છે. વળી ઈચ્છા ઉત્પન્ન થઈને શમી જતી નથી પણ એક ઇચ્છામાંથી અનેક ઈચ્છાએ જન્મે છે. જુઓ, પહેલા ખાવાની ઈચ્છા થાય તે પેટ માટે કેટલી વેઠ કરવી પડે છે. ખાવા માટે વહેપાર ધંધા કરવા પડે, પૈસા કમાવા પડે છે. અનાજ લાવા, સાફ કરો, દળાવેા, ચૂલા તાવડી–તપેલી અને લાકડા મધુ લાવીને રસોઈ બનાવવાની ક્રિયા કરવી પડે છે. ખાવાની ઈચ્છા એમ ને એમ કઈં થાડી પૂરી થાય છે ? તાંખાની તાલડી તેરવાના માંગે એમ એક ઈચ્છા પાછળ ખીજી કેટલીય ઇચ્છાએ એક નાગણમાંથી સેા સાપેલિયાની જેમ જન્મે છે. એમ ઇચ્છાએ છે તેને શમાવવા માટે કેટલાય કષ્ટ વેઠવા પડે છે, છતાં એકાંત-પાપ બંધાય છે. જમાલિકુમારે કહ્યું કે ઇચ્છાએ આટલી દુઃખરૂપ છે, છતાં સરવાળે શાશ્વત સુખ મળતું હેાત તે સારી વાત છે પણ અહી તે ક્ષણિક સુખ છે. આવી ઇચ્છાઓમાં સુખ શેાધવું એ તા સર્પની ઝેરભરી દાઢમાં અમૃત શેાધવા જેવું છે. સર્પની ઢાઢમાં અમૃત મળવાનું છે? એમ આ જીવન વીજળીના ઝમકારાની જેમ આવ્યુ કે ગયું ત્યાં શાશ્વત સુખની આશા ક્યાં રાખા છે ? મધુએ ! તમે આ જીવનની ક્ષણિકતાથી કયાં અજાણ છે ? તમે તે ઘણાંને ખાંધે ચઢાવીને ખાલી આવ્યા. તમારા બાપ દાદાએ સંસારની વેઠ કરી કરીને ગયા છતાં બધું મૂકીને ગયા એ સત્ય હકીકત છે. એ રીતે સૈા કોઇને જવાનું છે. વળી એ પણ નજરે જુએ છે ને બાપ પહેલાં મરે અને દીકરા પછી મરે, વૃદ્ધ પહેલા જાય ને ચુવાન પછી જાય એવા કાઇ નિયમ નથી. તે પછી મમત્વ રાખીને બેસી રહેવું શા કામનું? વળી દેહમાં રાગ ઉત્પન્ન થાય ત્યારે સગી પત્ની કે સગા માતા-પિતા પણ પીડામાં ભાગ લઇ શકતા નથી. એકલા જ પીડા ભેગવવી પડે છે. કર્મના ફળ ભાગવવામાં કાઇ સાથ આપતું નથી. જીવ જન્મે છે એકલા અને મરે છે એકલા અને એકલેા પરલેાકના પંથે પ્રયાણ કરે છે. આટલા માટે જ્ઞાની પુરૂષા પડકાર કરીને કહે છે સંસારની અસારતા સમજી માહ-માયા અને મમતાના અધના તેાડી સંયમી બને. જમાલિકુમારની એક ભાવના છે કે ભગવાનનું આલેખન પકડી સંસારના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy