SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ * શારદા સરિતા વ્યાખ્યાન નં. ૬૦ ભાદરવા સુદ ૧૪ ને સેમવાર તા. ૧૦-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આત્માનો ઉદ્ધાર કરવા, પરમપદની પ્રાપ્તિ કરવા અને અનંત ભવની સાંકળ તેડીને વીતરાગપણું પ્રાપ્ત કરવા તેમજ યથાખ્યાત ચારિત્ર મેળવી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરવા માટે આપણને આ મનુષ્યભવ મળે છે. જ્યાં સુધી કર્મની વર્ગણા રહેલી છે ત્યાં સુધી જીવને જન્મ-જરા ને મરણનાં દુઃખે ઉભેલા છે. જ્યાં સુધી ભવની પરંપરા નહિ કપાય ત્યાં સુધી એ દુઃખ દૂર થવાના નથી. આ સંસારમાં દુઃખ અનેક પ્રકારના છે. પુણ્યવાન અને કદાચ આર્થિક દુઃખ ન હોય, દરેક રીતે સુખી હોય અને પુણ્યહીન છે દુઃખી હોય છે, પણ પુણ્યશાળી કે પુણ્યહીન દરેક મનુષ્યોને માથે જન્મ-જરા અને મરણનાં દુઃખ રહેલા છે. એ દુખ કેવી રીતે દૂર થાય? દુઃખને નાબૂદ કરવા માટે કર્મોને નાબૂદ કરવા જેવા છે. હવે એ કર્મો નાબૂદ કેવી રીતે થાય? આત્માને કર્મના મેલથી વિશુદ્ધ બનાવવા માટે કેધ-માન-માયા-લોભ આદિ કષાયોને નાબૂદ કરવાની જરૂર છે. છેલ્લા દશ-બાર વર્ષોથી ભારતમાં રીલીનનું કાપડ ખુબ વપરાય છે. લગભગ ઘણાં માણસો એ કાપડ પહેરે છે. દરેકને ટેરીલીન પહેરવું બહુ ગમે છે. ઘણાં એમ કહે છે કે એ કાપડ મેંદુ મળે છે. અમે કહીએ કે એટલું મોંઘુ કાપડ પહેરવાની શી જરૂર? ત્યારે એ લોકે કહે છે ટેરીલીન મેંઘું ઘણું મળે છે પણ તેનામાં ગુણ ઘણું છે. એક તે તે કાપડમાં કરચલી પડતી નથી. તેને ઈસ્ત્રી કરવી પડતી નથી. તેને સૂકાતાં પણ વાર લાગતી નથી. તેને ધૂળ જલ્દી ચુંટતી નથી અને કદાચ એંટી જાય તે સાફ થતાં વાર લાગતી નથી. પહેરવામાં તે કાપડ ખૂબ સુંવાળું લાગે છે. તેમજ ટકવામાં તે ઘણું ટકાઉ હોય છે. બે બુશકોટ અને બે પેન્ટ હોય તે બે વર્ષ નીકળી જાય. તમને આવું કાપડ પહેરવું બહુ ગમે છે. પણ તેના જેવા ગુણે કેળવવા ગમે છે? મહાન પુરૂષે કહે છે કે એ કાપડ જેવા ગુણ આત્મામાં ઉતારવા જેવા છે. સૌથી પ્રથમ આત્માને કેમળ બનાવે. આત્મા કમળ કેવી રીતે બને ? આત્મા કે મળ બનાવ એટલે અંતરમાંથી ક્રૂરતા, નિર્દયતા ને કઠોરતાને ત્યાગ કરે. આ દુર્ગુણેને ત્યાગ થાય તો આત્મામાં કમળતા આવ્યા વિના રહે નહિ. જ્યારે આત્મા પવિત્ર બને છે, કોમળ બને છે. ત્યારે તેના દિલમાં દરેક જીવ પ્રત્યે અનુકંપાભાવ આવે છે. તેની પાસે કોઈ મનુષ્ય આવે તો તેનું દિલ પણ કમળ બની જાય છે. જેમ ટેરીલીન કાપડ ટકવ માં મજબૂત હોય છે તેમ તમારા શરીરને આત્મબળથી મજબૂત બનાવે. તેને ઢીલું બનાવે નહિ. શરીરને સારું સારું ખવડાવી હૃષ્ટપૃષ્ટ બનાવે નહિ, પણ સાદો બિરાક આપી સ્વાદને જીતે. ઉપવાસ, આયંબીલ, બ્રહ્મચર્યનું પાલન, આદિ યથાશકિત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy