SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શારદા સરિતા સિકંદરને ભજન કરવા વિનંતી કરી. દરેકે પોતાના ભાણ ઉપરથી રૂમાલ લઈ લીધા તે દરેકના ભાણામાં ભેજનને બદલે જુદી જુદી ચીજે હતી. સેનાધિપતિના થાળમાં સેનાના સિકકા, સેનાપતિના થાળમાં ચલણી નાણાંના સિકકા અને સિકંદરના થાળમાં હીરા-મોતી અને માણેક ભરેલા હતા. આ જોઈને સિકંદરને ગુસ્સે આ ને આવેશભર્યા વચન બોલ્યા કે તમે આ શું કર્યું છે? તમે મને જમવા બોલાવ્યો છે કે મારી મશ્કરી કરવા? ત્યારે તુર્કસ્તાનના રાજાએ કહ્યું કેમ, ભેજનમાં ખામી છે? આપ જેવું ભોજન ઈચ્છો છે તેવું મેં પીરસ્યું છે. આપ દરરોજ જેવું ભોજન જમે છો તે તે ગ્રીસમાં બેઠા બેઠા પણ જમી શકે છે. પણ તમને જેની ભૂખ લાગી છે તેને માટે આટલું કષ્ટ વેઠીને પણ અહીં સુધી આવ્યા છો એ બાબતનું લક્ષ રાખીને મેં આપને આવું ભેજન પીરસ્યું છે. બાકી મશ્કરી કરવાનો મારો કોઈ ઈરાદો નથી. આ સાંભળી સમ્રાટ સિકંદર શરમી બની ગયું અને સૈન્યના પડાવ ઉઠાવી ગ્રીસ જવા રવાના થઈ ગયે. બંધુઓ ! આ તે સિકંદરની વાત થઈ. પણ જગતના જીવને આવી ભૂખ લાગી છે ને? પૈસાની ભૂખ મટાડવા માટે આજનો માનવી દેશ છોડી પરદેશ જાય છે. ત્યાં કેટલા કષ્ટ વેઠે છે. ફાનસની ચીમની ઉપર મેશ વળી જાય છે ત્યારે દીપકને પ્રકાશ નથી દેખાતો તેમ જેને જડની ભૂખ લાગે છે તેને આત્મસુખ નથી સમજાતું. સંસારની માયાજાળમાંથી છૂટવાને બદલે તેમાં અટવાતો જાય છે. સવારે ઉઠે ત્યારથી લઈને સાંજ-સુધી જડની માવજત કરે છે. કેટલું કમાયા? કેટલે નફે થયો ? ને કેટલી ખટ ગઈ? એના સરવાળા અને બાદબાકીમાંથી ઉંચા નથી આવતા. સંસારના ભોગ અને સ્વાદના આનંદ સિવાય બીજે કંઈ વિચાર આવે છે? પણ વિચાર કરે. ભોગ અને સ્વાદને આનંદ તે જાનવર પણ લઈ શકે છે. હવે ભેગને આનંદ છેડીને ત્યાગને આનંદ માણવાનું મન થાય છે? આત્માને આનંદ જોઈતો હોય તે જડને સંગ છેડી ચેતનને સંગી બન. થડે સમય પણ આત્માને સમજવા માટે કાઢે. પણ આ વાત કયારે સમજાય કે દેહને રાગ છૂટે ને આસકિતભાવ ઘટે ત્યારે. આજે તે જ્યાં જુઓ ત્યાં જડની પૂજા થાય છે અને જડ પદગલ દ્વારા મળતા સુખને અને એ સુખના સાધનને પિતાના માની લીધા છે. પણ માનવજન્મ પામીને મારું લક્ષ આત્મસાધનાનું હોવું જોઈએ આ વાત ભૂલાઈ ગઈ છે. ધર્મનું પાલન થાય, આત્માનું કલ્યાણ થાય એ માટે દેહનું રક્ષણ કરવું જોઈએ. તેને ખાવા-પીવાનું આપવું જોઈએ પણ ભેગના ચટકા અને સ્વાદના ચસ્કા માટે નહિ. ભગ એ તે વિષ જેવા ભયંકર છે. એ તૃષ્ણ કદી પૂરી થવાની નથી. ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ રાખીએ તેટલા ભેગ ઘટે. ચમચાને દૂધપાકમાં નાખો, શ્રીખંડમાં નાંખે કે દાળ-કઢીમાં નાંખે પણ તેને કંઈ હર્ષ કે ખેદ નથી તેમ ઈન્દ્રિઓને શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના જ્ઞાનની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy