SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ શારદા સરિતા નીચે જઈને બેઠા. આ તરફ મહંમદ છે તે બેઠે ત્યાંથી ઉભો ન થઈ શકે. એને જે ઉઠાડવા જાય તે ચૂંટી જાય. છેવટે જેન મુનિની માફી માંગી ત્યારે મુનિએ તેને મૂળ સ્થિતિમાં મૂકી દીધે. એને જૈન મુનિને પરિચય થઈ ગયું કે ગમે તે જાદુગર હેલું પણ આ જૈન મુનિની તોલે નહિ. ફરીને જેન મુનિનું નામ લેતાં ભૂલી ગયે. કચ્છમાં માંગો નામને જાણીને કદઈ હતે. મોહના નામના જાદુગરે તેની પાસે મફત મીઠાઈ માંગી ત્યારે કદઈએ કહ્યું પહેલા પૈસા આપો પછી મીઠાઈ આપું. કદઈએ તેને મફત મિડાઈ ન આપી ત્યારે મેહનાએ એના જાદુના મંત્રની શકિતથી બધી મીઠાઈઓના થાળ તેને ઘેર મોકલાવી દીધા. કઈ વિચાર કરે છે હું અહીં બેઠો છું ને મારા દેખતા બધી મીઠાઈ કયાં અલોપ થઈ ગઈ! આ શબ્દની શકિત છે ને આજે પ્રત્યક્ષ દેખાય છે. મેહના જાદુગર મંજશક્તિથી દરિયામાં તરતી સ્ટીમરને ક્ષણવારમાં અદશ્ય કરી દેતો અને ક્ષણ પછી તરતી બનાવી દેતે. જીવતા માણસને મરેલા જેવા બનાવી દેતા અને પાછે અને થોડીવારમાં જીવતા બનાવી દેતે. દેવાનુપ્રિયે! સામાન્ય મંત્રમાં આટલી તાકાત છે તે નવકાર જેવા મહામંત્રમાં તે એથી અધિક તાકાત કેમ ન હોય? શબ્દની શક્તિ પથ્થરને પણ પીગળાવી શકે છે, તે વીતરાગ પ્રભુની વાણીમાં કેટલી તાકાત હોય! પ્રભુની વાણીએ ચંડકૌશીકના જીવનમાં જાદુ કર્યું. જ્યાં ઝેરની વર્ષો વરસી રહી હતી ત્યાં બુઝ – બુઝ એ ચંડ કૌશીક! એટલા શબ્દ કમાલ કરી અને ઝેરના બદલે અમૃતનો વરસાદ વરસ્ય. જમાલિકુમારના જીવનમાં પણ પ્રભુના વચને કમાલ કરી અને એક વખત વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યો ને માતાની પાસે દીક્ષાની આજ્ઞા માંગવા આવ્યું. જમાલિકુમારે સીધી દીક્ષાની આજ્ઞા માંગી નથી. પહેલાં તે એમ કહ્યું હે માતા! હું પ્રભુના દર્શન કરવા ગયા હતા. મેં પ્રભુની વાણી સાંભળી. ત્યારે તો માતાને આનંદ થયો કે હું કેવી ભાગ્યવાન! કે મારા દીકરાને આ વૈભવ અને વિલાસમય વાતાવરણમાં ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું તે પ્રભુની વાણું એને ગમી. પણ જ્યાં દીક્ષાની વાત કરી તે ન ગમી અને મૂછ આવી ગઈ. જમીન પર પડી ગઈ. આ માતાને કેણે પટકી નાંખી? જમાલિકુમારની ચારિત્ર લેવાની ભાવનાએ નહિ પણ પુત્ર પ્રત્યેના અત્યંત ભારે મહિના જેરે. જે મેહ ન હોત તે જમાલિકુમારની વાત સહર્ષ વધાવી લેત. ગૌરવ અનુભવત કે મારો દીકરે કે બહાદુરી કે વિવેકી! એની કેવી સુંદર ભાવના! પણ માતાને મેહને નિશે ચઢયો છે, એટલે આવા વચન ક્યાંથી બોલાય ? અહીં તમે એમ કહેશે કે પુત્ર આવું બોલે ને માતા બેભાન બની ગઈ. ભાઈ! શું માતાને બેભાન કરનાર પુત્રના વચન છે? સત્ય બેલ. પુત્રનું વચન તે સારું છે, પણ બેભાન કરનાર માતાને મેહ છે. મહાનુભાવો! આજે જગતમાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ મેહનું સામ્રાજ્ય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy