SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૦૯ વળી જીવન અધ્રુવ છે, અનિત્ય છે, અશાશ્વત છે. સંધ્યાના રંગ જેવું છે. જેમ સંધ્યાના રંગ ક્ષણવારમાં વિલીન થઈ જાય છે તેવું માનવજીવન ક્ષણિક છે. વળી જેમ પાણીના પરપોટા-બહેનેા કપડા ધૂંવે ત્યારે કપડાને સાબુ લગાવે ત્યારે ફીણના ગોટેગોટા વળે છે પણ ક્ષણવારમાં ફીણુના ગોટા વિલીન થઇ જાય છે તેવું માનવજીવન છે. આ પ્રમાણે જમાલિકુમાર તેની માતાને સમજાવે છે. આગળ શું કહેશે તે વાત અવસરે કહેવાશે. આજે અમારી જીવનનૈયાના સુકાની, પરમતારક એવા પૂજ્ય ગુરૂદેવ સ્વ. આચાર્ય મા. પ્ર. રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨૫મી પુણ્યતિથિના પવિત્ર દ્વિવસ છે. જે ગુરૂએ આપણને સંસારસમુદ્રમાંથી તરવાના માર્ગ ખતાન્યેા હેય તેમના ઉપકાર કદી ભૂલાય નહિ. દશવૈકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે સૂતેલા સિંહને જગાડનારા, ભડભડતી અગ્નિમાં કૂદી પડનારા હજુ કોઇ ને કોઈ પ્રકારે ખચી જાય છે. પણુ પાતાના પમતારક ગુરૂની અશાતના કરનારા કદી ખેંચી શકતા નથી. એવા ઉપકારી પૂ. ગુરૂદેવનુ જેટલું સ્મરણ કરૂં તેટલું ઓછું છે. તે ગુરૂદેવના જીવન માટે આપને ટૂંકમાં કહીશ. ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. જેની મધ્યમાં પુણ્યસલિન્ના સાબરમતી પેાતાને શાંત પ્રવાહ વહાવી રહી છે. તેના કિનારે ખંભાત રિયાસતનું ગલિયાણા નામે નાનું ગામ છે. તે શૂરવીર એવા ગરાસિયા રાજપૂતાની પુણ્યભૂમિ છે. ત્યાં જેતાભાઈ નામના રાજપૂત કિસાન વસતા હતા. તેએ બહુ સરળ અને પવિત્ર ભાવનાવાળા હતા. જેમ પકમાંથી પંકજ ઉત્પન્ન થાય તેમ જેતાભાઇને ત્યાં વિક્રમ સંવત ૧૯૪૨ની સાલમાં કાર્તિક સુદ્ધ ૧૧ના દિવસે પુત્રરત્નના જન્મ થયા. તેઓશ્રીનું નામ રવાભાઈ હતુ. તે એ ભાઈ અને એક બહેન હતા. માતા-પિતા ત્રણે સંતાનેાને માલ્યાવસ્થામાં મૂકીને સ્વર્ગના પંથે ચાલ્યા ગયા. ધીમે ધીમે ખાળકા માટા થયા. એક વખતે રવાભાઈને કામપ્રસગે વટામણુ જવાનું બન્યું. ઉપાશ્રયની બાજુમાં તેઓ ઉતરેલા. તે વખતે વટામણુમાં ખંભાત સ ́પ્રાયના પૂ. મોંઘીબાઇ મહાસતીજી બિરાજમાન હતા. તે ખૂબ વિદ્વાન અને જથ્થર સાધ્વીજી હતા. પ્રતિક્રમણ કરીને તેઓ એક સ્તવન મધુર કઠે ગાતા હતા તે રવાભાઇએ સાંભળ્યું ને તેમને સતીજી પાસે જવાનું મન થયું. પણ રાત્રે તે જવાય નહિ. સવારે તેએ તેમના સબંધીને લઈને ઉપાશ્રયે ગયા. રાત્રે ગાયેલું સ્તવન સંભળાવવા તેમણે વિનંતી કરી. મહાસતીજીએ ગીત સંભળાવ્યું અને જાણ્યું કે આ કાઇ હળુકમી આત્મા છે. એટલે સમય જોઈને તેમને સમજાય તેવા ઉપદેશ કર્યો. પુણ્ય-પાપની વ્યાખ્યા સાંભળી રવાભાઈના ઢિલમાં વૈરાગ્યની ભાવના જાગૃત થઇ. પણ તેમના પિતાના મૂળ ધર્મ સ્વામીનારાયણનેા હતેા. તેમને ઘરમાં ચેન પડતું ન હતું તેથી તેએ ગઢડા ગયા અને તેમણે તેમના આચાર્યને પેાતાની સંસાર ત્યાગ કરવાની ભાવના વ્યકત કરી. તે વખતે તેમના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy