SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૯૯ એમાં એક પછી એક ચિંતા, ભય ને સંતાપ આવ્યા કરે. આ ઈન્દ્રિઓ પણ જુગારીની જેમ નવા નવા વિષયસંપર્ક માટે આતુર બની રહે છે, એટલે દેહને સદાને ઉકળાટ, વિષયોમાં ક્ષણભર કરવાનું દેખાય પણ વિષયની ઝંખનાને ઉકળાટ શતદિવસ ચાલુ રહે છે, એટલે આ ઈન્દ્રિઓના વિષયમાં કાયમ માટે કરવાનું માનવું તે જીવની ભ્રમણ છે. આ પ્રમાણે રાજા વિશ્વભૂતિની પાસે વાતચીત કરતે મનમાં શુભ ભાવના ભાવ શાંતિથી બેઠે છે. એને હવે ઘર પણ યાદ આવતું નથી. એટલામાં જંગલમાં કોલાહલ સંભળાય કે મોટું સૈન્ય આવે છે. આપણને લૂંટી લેશે. પણ આ આશ્રમવાસી તાપસને જરા પણ ભય ન લાગ્યું કે હાયલૂંટાઈ જઈશું. કારણ કે પાસે લુટાવાને ભય લાગે તેવી માયા કે મમતા રાખી નથી, તો શી ચિંતા? જેની પાસે પરિગ્રહ છે તેને લૂંટાવાને ભય છે. આ તે ત્યાગી તાપસે છે. એમની પાસે લૂંટવાનું કંઈ નથી. તેમ એ પણ ભય નથી કે હાય ! કઈ મારી નાંખશે ! કારણ કે કાયા પર પણ એવું મમત્વ રાખ્યું નથી તેથી તપશ્ચર્યા કરીને કાયાને સૂકવી રહ્યા છે. આ રીતે તાપસેને કઈ જાતને ભય નથી પણ મનમાં એમ થયું કે આ કોલાહલ શેને હશે? બધા તાપસે પરસ્પર એકબીજાના મોઢા સામું જુવે છે. ત્યારે હરિષેણ રાજાને ખ્યાલ આવ્યો કે કદાચ મારી ચતુરંગી સેના મને શોધતી શેધતી અહીં નહિ આવી હોય ને! એટલે કુલપતિને કહે છે ગુરૂદેવ! કદાચ મારી સેના મને શોધતી શેધતી અહીં આવી હોય તેમ મને લાગે છે. તેથી હું બહાર જઈને એને દર્શન આપી આવું તે શાંતિ થાય એમ કહીને રાજા ઋષિને પ્રણામ કરીને બહાર ગયા અને જુએ છે તે પોતાની સેના હતી. એટલે એમને દર્શન આપી આનંદિત કરી દીધી. સેનાને પિતાના રાજાને ક્ષેમકુશળ જોઈને આનંદ આનંદ વર્તાઈ ગયે ને રાજાનો જયજયકાર બેલા ને સે ખુશ ખુશ થઈ ગયા. સેનાપતિ કહે છે મહારાજા! હવે જલ્દી નગર તરફ પધારો. પ્રજાજનો અને રાણીઓ આપની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજા કહે છે હમણુ અહીં એક મહિને મારે રોકાવું છે. તમે બધા અહીં રહી જાઓ. આ મહર્ષિને આશ્રમ આત્માને શીતળતા આપનાર છે. તેથી તેમના સત્સંગને લાભ લઈએ. શહેરમાં ગયા પછી આ અમૂલ્ય સત્સંગનો લાભ નહિ મળે. અણધાર્યા અહીં આવવાનું બન્યું છે. તેમાં વળી પુણ્ય ભેગે આ મહાન લાભ મળે છે. માટે તમે અહીં પડાવ નાંખે. રાજાને હુકમ થયો એટલે સેનાએ ત્યાં છાવણી નાંખી. રાજા તે પિતાના સમયને મોટે ભાગે વિશ્વભૂતિ પાસે પસાર કરે છે. તેમની પાસે તત્વની વિચારણા અને જ્ઞાનગોષ્ટી કરે છે ને રાજાની શુભ ભાવના દિન-પ્રતિદિન વધતી જાય છે. દેવાનુપ્રિયે ! સત્સંગ અને સશ્રવણને આ પ્રતાપ છે, કે ભલભલા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy