SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શારદા સરિતા દ્રવ્ય, નવતત્વ, નયનિક્ષેપનું ચિંતન કરતાં કરતાં મનુષ્યભવ ક્યારે મળે તેની ઝંખના કરે છે. ભૌતિક સુખ માટે એ મનુષ્યભવ નથી ઈચ્છતા. ચક્રવર્તિ કે વાસુદેવ બનવાની ઈચ્છા કરતા નથી કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેની અદ્ધિ આગળ ચક્રવર્તિની વૃદ્ધિ તુચ્છ છે. એને તે એક ઝંખના છે કે મનુષ્યભવ પામીને સંયમ લઈને જલ્દી મોક્ષમાં જવું છે. બીજી કોઈ ઈચ્છા નથી. આવું લક્ષ રહે તે જીવને બેડે પાર થઈ જાય. આત્માનું સ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે. પણ મનુષ્ય જડ પદાર્થોમાં મોહ પામી આત્માનો સ્વભાવ ભૂલી જઈ શરીરાદિ બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન હોવા છતાં તે પદાર્થો પિતાના માની તેમાં મેહ પામે છે. જેમ કે કરોડપતિના નાના બાબાને પહેરેગીર પેડે આપે તો રાજી થાય છે. તેને ખબર નથી કે મારા પિતા ધનવાન છે તે રીતે અજ્ઞાની જીવ આત્મા અનંત સુખને સ્વામી હોવા છતાં બાહ્ય જડ પદાર્થોના મોહમાં પડીને ભાન ભૂલી જાય છે ને જડ પદાર્થો પિતાના માનીને તેના સંગ અને વિયોગમાં, સંપત્તિ ને વિપત્તિના વમળમાં અટવાઈ જાય છે. આ રીતે બાહ્યસુખમાં વ્યામોહ પામેલા માનવને ભગવંતે કહે છે હે જીવ! સર્વ પ્રથમ તું તારા સ્વરૂપને જાણ પછી બહારના પદાર્થો પ્રત્યે દષ્ટિ કર. આચારંગ સુત્રમાં કહ્યું છે કે જે નાળ; તે સવં ગાજરૂ ગે સä ગાનાર તે gri ગાજરૂ જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે જે સર્વને જાણે છે તે એકને જાણે છે. જે અનંત ધર્મોને જાણે છે તે એક વસ્તુને જાણે છે અને જે અનંત પદાર્થોને જાણે છે તે એક વસ્તુને સારી રીતે જાણી શકે છે. એક પદાર્થના સંપૂર્ણ જ્ઞાનને માટે સર્વજ્ઞતાની આવશ્યકતા છે. જે સર્વજ્ઞ છે તે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે અને જે એક પઢાર્થને સંપૂર્ણ રીતે જાણી લે છે તે સર્વજ્ઞ થઈ જાય છે. ઈન્દ્રિઓથી અથવા મનથી કઈ પણ વસ્તુની સંપૂર્ણ પર્યાયતેની બધી અવસ્થાઓ અને તેના બધા ગુણ જાણી શકાતા નથી. કારણ કે ઇન્દ્રિઓને વિષય વર્તમાનકાળની પર્યાયને જાણવાનું છે. ઈન્દ્રિમાં ભૂત અને ભવિષ્યની પર્યાયને જાણવાની શક્તિ નથી. આ જ્ઞાન તે આત્માની શકિતથી થઈ શકે છે. આત્મસ્વરૂપને સમજ્યા વિના બધા પદાર્થોનું જ્ઞાન થવું અસંભવ છે. આત્માનું સ્વરૂપ અનંત છે ને વિશ્વ પણ અનંત છે. જેને આત્માની અનંતતા સમજી લીધી છે તે વિશ્વની અનંતતા સમજી શકે છે. જ્યારે આત્મા કમલેપથી મુક્ત થઈને સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે ત્યારે અનંતતાને સાક્ષાત્કાર –કેવળજ્ઞાન થાય છે. બધા પદાર્થોના અનંત ધર્મને સમજવાની ચાવી આત્મદર્શન છે. આત્મદર્શન થયું કે વિશ્વદર્શન થયું. જેણે આત્માને જાણે તેણે સંસારના દરેક પદાર્થોને જાણ્યા. આ વાત એક દષ્ટાંતથી આપને સમજાવું. એક મનુષ્ય કેઇ એક ગામ જવાને ઇચ્છે છે. પગપાળા ચાલીને જવું છે. હવે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy