SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૭૫ નજીકના ઘરમાં મને નિર્દોષ આહાર મળી જાય તે સારું. આ વિચારની પાછળ અંતરના ઉંડાણમાં શરીરની મમતાનો અંશ હતો. તપસ્વી એવા દસાર મુનિ ચાલતાં ચાલતાં શહેરના દરવાજા પાસે પહોંચી ગયા. દરવાજામાં પ્રવેશ કરે છે તે સમયે ક્ષત્રિય પુરૂષ ઘણા લાંબા સમયની બિમારીમાંથી સાજો થઈ આજે પહેલવહેલ કેઈ શુભ કાર્ય કરવા માટે બીજા ગામ તરફ જતો હતે. દરવાજામાં છે અને મુનિરાજ ભેગા થઈ ગયા. મુનિરાજે નિખાલસ ભાવે એ ક્ષત્રિયને પૂછ્યું–ભાઈ! આ શહેરમાં અમારા જેવા સાધુ સંતેને નિર્દોષ આહારપાણી મળે તેવા ધર્મપારાયણ ગૃહસ્થના ઘર કઈ બાજુ છે? આ મુનિરાજ સામા મળ્યા તે એને ગમ્યું ન હતું. એને એમ થયું કે હું બિમારીમાંથી ઉઠીને પહેલવહેલો બહાર જાઉં છું ત્યાં આ મુંડિયે કયાં સામે મળે ! એ મુંડિયાના મને અપશુકન થયા. આવા વિપરીત વિચારો તેના હૈયામાં પ્રગટ થયા. એટલેથી તે ન અટકો પણ આ મુંડિયાએ મને અપશુકન કરાવ્યા માટે હું એને બરાબર કષ્ટમાં નાંખું એમ વિચારી જે દિશામાં શ્રાવકના ઘરો હતા તે દિશા ન બતાવતાં અવળે માર્ગે ચઢાવી દીધા અને તે પોતાના માર્ગે ચાલ્યો ગયો. દમસાર મુનિ ક્ષત્રિય પુરૂષે બતાવેલા માર્ગે ગયા. અડધો કલાક અને કલાક ચાલ્યા પણ ભિક્ષા મળે તેવું એક પણ ગૃહસ્થનું ઘર ન મળ્યું. મુનિને જેમ બને તેમ નજીકમાં ગૌચરી જવાની ઈચ્છા હતી તેના બદલે ખુબ દૂર જવાને પ્રસંગ આવતા તપસ્વી દમસાર મુનિ આકુળ-વ્યાકુળ થઈ ગયા. પ્રથમ તે પેલા ક્ષત્રિય ઉપર ગુસ્સો આવ્યું. ત્યાર બાદ આ ગામના બધા માણસે આવા ખરાબ લાગે છે કે મુનિને સાચે માર્ગ બતાવતા નથી અને કેઈ બૈચરી પાણી વહોરાવતું નથી. આ વિચાર થતાં આખા ગામના લોકો ઉપર કેધ આવ્યું. એટલેથી દમસાર મુતિ ન અટકયાં. પણ આ ગામના માણસો સાધુ-સંતને અવળે રસ્તે ચઢાવી હેરાન કરનારા છે માટે આ બધાને હું બરાબર શિખામણ આપું. આ મુનિરાજ તો ઉગ્ર તપસ્વી હતા. તપશ્ચર્યા કરે તેને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. દમસાર મુનિએ પણ તપના પ્રભાવથી ઘણું લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે લબ્ધિને અહીં ઉપયોગ કર્યો. નગરની સમસ્ત પ્રજા જે શાંત વાતાવરણમાં હતી તે આ લબ્ધિને પ્રયોગ થતાં ભયથાંત બનીને આમથી તેમ દોડવા લાગી. બે ઘડી સુધી આ નાસભાગ ચાલી. ત્યારબાદ દમસાર મુનિને વિકલ્પ આવ્યું કે મારી લબ્ધિના પ્રભાવથી દેહાદેડ શરૂ થઈ છે. ભયભ્રાંત બની આમતેમ એકસરખી નાસભાગ કરતાં અનેક મનુષ્યને જતાં દમસા મુનિનું હૈયું કમળ બન્યું એટલું નહિ પણ ગૌચરી નીકળતા પહેલા ભગવંતની પાસે જે વચને ઉચ્ચાર્યા હતા કે હે ભગવંત! “ગમે તેવું કષાયનું નિમિત્ત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy