SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા પૈસો મેળવવા માટે માનવી પાપ કરતાં પાછું વાળીને જેતે નથી જે સાથે નથી આવવાનું તેની મમતા આટલી બધી શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂહી મમતા શા માટે? જે ના આવે સંગાથે, તેની માયા શા માટે? એટલું તે તમે જાણે છે ને કે સાથે રાતી પાઈ પણ લઈ જવાની નથી. બધું મૂકીને જવાનું છે છતાં આટલી દેડધામ શા માટે ? તમારા તારણહાર ગુરુ સામા મળે અને બીજી બાજુ લક્ષ્મીદેવી સામા મળે તે તમે કોને સત્કાર પહેલાં કરવાના? બેલો તે ખરા? (જ. લક્ષમીન-સભા-હસાહસ). મોક્ષને અથી લક્ષ્મીને પાગલ ન બને. એના દિલમાં ધન કરતાં ધર્મનું, અને સંતાન કરતાં સંતનું સ્થાન-પ્રથમ હેય. નાગ કરડે તે ઝેર ચઢે છે. પણ બધા નાગનું ઝેર એકસરખું ચઢતું નથી, અને બધા માણસ મૃત્યુ પામતા નથી. નાગ કરતાં પિસા પ્રત્યેની મૂછ ન કરવાના કામ કરાવે છે. એના પ્રત્યે વિરાન ભાવ ઉત્પન્ન થશે તે જરૂર કલ્યાણ થશે. તેવી રીતે વિષય પ્રત્યે પણ વિરાગભાવ લાવો. પત્ની પ્રત્યેને અત્યંત રાગ કેવાં અનર્થનાં કામ કરાવે છે તેના ઉપર એક દૃષ્ટાંત આપું. વિશ્વભૂતિ અને વિશાખાનંદી બંને કાકા-કાકાના દીકરા ભાઈઓ હતા. બંને રાજપુત્ર હતા. ભગવાન મહાવીર સ્વામીને આત્મા સોળમા ભવમાં વિશ્વભુતિ નામે રાજકુમાર હિતે. એમના રાજ્યમાં એક ખૂબ સુંદર ભેટ બગીચે હતું. તેમાં પિતાની રાણીઓ સાથે વિશ્વભૂતિ ક્રિડા કરવા માટે ગયા. ત્યાં રહેવાની ખૂબ સારી સગવડ હતી. વિશ્વભૂતિ ખૂબ આનંદપૂર્વક બગીચામાં કિડા કરતો હતો. રાજ્યને નિયમ હતું કે બગીચામાં કઈ પણ એક વ્યકિત ક્રિડા કરતી હોય ત્યાં સુધી બીજું કઈ અંદર દાખલ થઈ શકે નહિ. વિશ્વભૂતિ બગીચામાં ક્રિડા કરી રહ્યા હતા અને તેમના કાકાના પુત્ર વિશાખાનંદી બગીચામાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પહેરેગીર કહે ખડે રહે, અંદર વિવભૂતિ કુમાર છે. માટે તમે પ્રવેશ કરી શકશે નહિ. કેટલી મર્યાદા! કે કુલાચારી સાંભળવા મુજબ આજે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી રહ્યું છે કે જેમ એકસરે લેતાં હાડકાં, કપડાં કંઈ આડું આવતું નથી તેમ એવાં ચશ્માં નીકળશે કે જે પહેરવાથી કપડાં પહેરેલે માનવ કપડા વિનાને જોઈ શકાશે. ઘર બંધ હશે તો પણ અંદર માનવી શું કરે છે તે જોઈ શકાશે. આવી શોધખોળે જઈને આજને માનવી હરખાય છે પણ શિયળ અને સદાચારને ઘાણ વળી જશે. મને તો લાગે છે કે આ વિજ્ઞાન એ વિનાશને નોતરનારું સાધન છે. - વિશાખાની સજયુ હતું. તેને બગીચામાં ક્રિડા કરવા જવાની ઈચ્છા જોરદાર હતી. તે પૂર્ણ ન થઈ તેથી ખૂબ દુ:ખ થયું. પણ કુળની મર્યાદા આગળ તેનું કંઈ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy