SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શારદા સરિતા થવા બદલ ખરેખર હું ગૈારવ અનુભવું છું. રાજાના મનમાં હતું કે રાણીને આ વાતની જાણ થતાં દુઃખ થશે પણ તેના મુખથી ઉત્સાહવર્ધક શબ્દ સાંભળ્યા ત્યારે ખૂબ આનંદ થયે. રાજા કહે છે તારામતી! તારી આવી ઉચ્ચ ભાવના જોઈ તારા પ્રત્યે માન ઉપજે છે. હજુ દક્ષિણ આપવાની બાકી છે. એક મહિનાની મુદત માંગી છે, તે હું કાશી જાઉં છું અને એક મહિનામાં હજાર સોનામહોરે કમાઈને બાપીને આપી દઈશ. તે તું પુત્ર હિતની સંભાળ રાખજે. હું જાઉં છું. તને સંદેશ આપવા અહીં આવ્યો છું. સતી કહે છે સ્વામીનાથ! જ્યાં દેહ ત્યાં પડછાયે. હું આપની અર્ધાગના છું. આપની સાથે આવીશ. રાજા કહે પણ આવા કચ્છમાં હું તમને સાથે કયાં લઈ જાઉં? ત્યારે રાણી કહે છે રાજસુખ ભોગવતાં સાથે રહ્યા અને દુઃખ વખતે આપને મૂકી દઉં. આ આર્યનારીએને ધર્મ નથી. હું આપના વિના ક્ષણ પણ જીવી શકું તેમ નથી. રાજા કહે તમને સાથે લઈ જાત, પણ તમારે કેમળ દેહ આ વનવગડાના કષ્ટ સહન નહિ કરી શકે. માટે સારું કહું છું, તમે અહીં રહે. રાણું કહે છે આપના વિના રાજસુખ મને ફિકકા લાગે છે. હું તે સાથે આવીશ. રાજાએ ખૂબ સમજાવ્યા પણ રાણીઓ સાથે આવવાની હઠ ચાલુ રાખી ત્યારે રાજાએ કહ્યું દુઃખ વેઠવાની શકિત હોય તે સાથે આવે. રોહિતને પ્રજાને સોંપી દઈએ. રોહિત અત્યાર સુધી મૌન હતું તે બેલી ઉઠઃ પિતાજી! હું પણ આપની સાથે આવીશ. વનવગડામાં જે શિક્ષણ અને સંસ્કાર આપની પાસેથી મળશે તે અહીં નહિ મળે. રેહિત પણ જંગલની કેડીએ જવા તૈયાર થયે. હરિશ્ચંદ્ર રાજા, તારામતી રાણી અને રોહિત ત્રણેય પિતપોતાના મહેલમાં જંગલમાં જવાની તૈયારી કરી રહ્યા હતા “વિશ્વામિત્ર તારામતીના મહેલે” તારામતી અને રોહિત વનની વાટે જવાની તૈયારી કરતા હતા ત્યાં વિશ્વામિત્ર પધાર્યા. એ બષિને રાજપાટની લાલસા ન હતી પણ સત્યવતમાંથી ડગાવી સત્યના પ્રભાવ કરતાં તપને પ્રભાવ વધુ છે તે બતાવવું હતું. હરિશ્ચંદ્ર રાજા સત્યને ખાતર સેકંડમાં રાજ્ય છોડીને સિંહાસનેથી ઉભા થઈ ગયા એટલે ત્રાષિને થયું કે આ તે ચાલ્યા જશે ને સત્યનું પાલન કરશે. એને પ્રભાવ વધી જશે. માટે રાણી તારામતી મારફતે એને ચલાયમાન કરૂં એમ વિચારી વિશ્વામિત્ર તારામતીના મહેલે આવીને કહે છે હે સતી રાજપાટ છેડીને ચાલ્યા જવાનો રાજાને હુકમ કર્યો છે. તમને કે હિતને જવાને હુકમ નથી કર્યો. તમે ખુશીથી રાજ્યમાં રહી શકે છે. ત્યારે તારામતી કહે છે ગુરૂદેવી સતી સ્ત્રીને ધર્મ છે કે પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી બને, માટે અમે તે સાથે જઈશું. વિશ્વામિત્ર કહે છે હજુ રાજા તેની ભૂલ કબૂલ કરે તો હું રાજ્ય પાછું આપવા તૈયાર છું. સતી તારામતી કહે છે ગુરૂદેવી સત્ય કરતાં રાજ્યની કિંમત વધારે નથી. એક વખત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy