SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૨૫ કોઈ માણસ ગમે તેટલો સત્તાધીશ હોય, બળવાન હોય કે કલાકાર હેય. એ માને કે હું મારી સત્તાથી, બળથી અને કલાથી માનવીને ક્ષણમાં અંજાવી નાખું છું, પણ કર્મો કયારે ઘેરી લેશે, એ તમારા સુખે કયારે ઝડપી લેશે તેની અગાઉથી નોટીસ નહિ આવે. માટે જ્ઞાની કહે છે બે પ્રકારના સુખ છે. આત્મિક સુખ અને ભૌતિક સુખ. એ બે પ્રકારના સુખમાંથી તમારે કયું સુખ પસંદ કરવું છે આત્મિક સુખ કે ભૌતિક સુખ! અંતરાત્મામાં સુખનો પાતાળ કૂ ભરેલો છે. તમે ઉલેચ્યા કરે. તમે ૫ તાળ કૂવો જે છે? પાતાળ કૂવે ખુબ ઊંડે હોય છે. પાતાળ કૂવો ખોદતાં ઘણી મહેનત પડે છે. પણ એકવાર ખોલ્યા પછી અંદર પાઈપ ઉતારી દેવાથી પછી પાણીની બિલકુલ અછત રહેતી નથી. ચોવીસ કલાક છૂટથી પાણે વાપર્યા કરે. બીજા કૂવાઓમાં ઉનાળામાં પાણી સૂકાઈ જાય છે. પણ પાતાળ કૂવામાં પાણી સૂકાતું નથી તે સદા ભરેલું રહે છે. તે રીતે આત્મામાં અનંત સુખ ભરેલું છે. એ સુખને ઝરો કદી સૂકાતો નથી. બસ, એ સુખ અને આનંદ લૂટયા કરો. જ્યારે પણ તેને અંત આવશે નહિ. પણ તેના ઉપર કર્મરૂપી માટી અને પથ્થરની શીલાઓ પડી છે. તેને જ્યાં સુધી ખસેડવામાં નહિ આવે ત્યાં સુધી સુખરૂપી પાણી બહાર નહિ આવે. મોટી મોટી શીલાઓને તેડવા માટે ને ઉખેડવા માટે મશીને અને દારૂગોળાની જરૂર પડે છે તેમ આ કર્મરૂપી મટી શીલાઓને ખસેડીને તેના ચૂરેચૂરા કરવા માટે ધર્મકરણી રૂપી મશીન અને પરૂપી દારૂગોળાની જરૂર છે. - તમે એક વાત નક્કી કરો કે તમારે કયું સુખ જોઈએ છે? આત્મિક સુખ કે ભૌતિક સુખ ? ભૌતિક સુખો પુણ્યના ઉદયથી અલ્પ મહેનતે મળી જતા હોય, ભેગવવામાં સારા લાગતા હોય તો પણ અંતે દગો દેનાર છે. એ વાત નક્કી છે. કારણ કે કમેં અત્યાર સુધીમાં કેટલાય માનવીને ઠગ્યા છે એ તે તમે જાણે છે. માટે ખૂબ વિચાર કરજે કે હવે મારે કયું સુખ મેળવવું જોઈએ અને હું ક્યા સુખ માટે ફાંફા મારી રહ્યો છું. સુખ તે શાશ્વત જોઈએ છે. પણ પુરૂષાર્થ નબળો છે. તમારે જે આત્મિક સુખ જોઈતું હોય તો તમે એ વિચાર ન કરશે કે આત્મા ઉપર મટી શીલાઓ ખડકાઈ છે તેને દૂર કેવી રીતે કરીશું ? માટીને કેવી રીતે કાઢીશું ? તે અમે મશીનરી આપીશું તેનો ઉપયોગ તમારે કરવો પડશે. જેમ ભાણામાં ભેજન પીરસાઈ ગયું, બધું આવી ગયું પછી કેળિયે વાળીને મોઢામાં તમારે મૂકવો પડશે ને? માની લે કે કઈ કેળિયા વાળીને તમારા મેઢામાં મૂકી દે તે તમારે ચાવીને ગળામાંથી નીચે તો ઉતારવું પડશે ને? આ રીતે તમને આત્મસુખને પ્રગટ કરનારી ત્રણ રત્નરૂપી મશીનરી વીતરાગે કહી છે. પણ તેને આરાધના કરવા રૂપ ચલાવવાનું કામ તો તમારે પિતાને કરવું પડશે. જેમ ભૂખ મટાડવી હોય તે ભોજન કરવું પડશે તે રીતે આત્મસુખ મેળવવું હોય તે પુરૂષાર્થ તમારે કરવું પડશે. સંતો તમને માર્ગદર્શન કરશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy