SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ શારદા સરિતા ભગવાન મહાવીર ચડકૌશીકને ખૂઝવવા જતા હતા ત્યારે લોકોએ શું કહ્યું હતુ:જાશે! મા પ્રભુપથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને લાક બધા ભય પામી, મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. જેમ ભગવાનને લેાકેા પાછા વાળતા હતા તેમ આ મિત્રને પાછે વાળે છે. પણ કાઇની વાત ગણકાર્યા વિના તે શેઠ પાસે પહેાંચી ગયા. આવા દુઃખ વખતે પેાતાના મિત્રને ઘેર આવેલા જોઈ શેઠ તેને વળગી પડયા. અહેા મિત્ર ! તું આન્યા ? શેઠ ! સમયે હું ન આવું તે મિત્ર શેના ? હવે તમે રસશેા નહિ, મૂંઝાશે। નહિ. હવે તમને સમજાય છે ને કે સસાર કેવા વિચિત્ર છે! બધા મેહ અને ર'ગાગ નાટક જેવા છે. તમે મમતા છેાડી ઢા. વીજળી પડવાની હતી તે પડી ગઇ. હવે શા માટે ગભરાવ છે ! શેઠ કહે છે કાં પડી છે ? શેઠ! પેલી વીજળી તે પડતાં પડશે પણ આ તમારી પત્ની તમને છોડીને ચાલી ગઈ એ વીજળી નથી પડી તેા ખીજું શું છે? હવે તમને સમજાય છે ને કે આ સંસારમાં કોઇ કોઇનું નથી. ધનની લાલુપતા પાછળ કોઇ દિવસ સતાની વાણી સાંભળી નહિ, દાન કર્યું નહિ, બ્રહ્મચર્ય પાળ્યું નહિ. પણ અંતિમ સમયે તેા જીવને શરણભૂત હાય તેા તે ધર્મ છે અને ધર્મ આરધના કરવાથી દુઃખાના પહાડ પણ વિખરાઈ જાય છે. હજુ ખચવાની ખારી છે. જો તમારે ખચવુ' હોય તા અઠ્ઠમ તપ કરી નવકારમંત્રની ધૂન લગાવી દો. શેઠે અર્રમ તપ કર્યાં. આમ તેા ઉપાશ્રયે આવતા ન હતા, એક ઉપવાસ પણ કદી કર્યાં નહેાતા. છતાં અર્રમ લગાવીને બેસી ગયા. મિત્રે એવું સરસ સમજાવી દીધું કે એના મગજમાં વાત ઉતરી ગઈ અને મૃત્યુના ભય ભૂલાવી દીધા. જ્ઞાનીના સમાગમ થાય તે જીવનના પલ્ટ થઈ જાય છે. તમે મિત્ર શોધે તા એવા શેાધજો કે ખરા વખતે કામ લાગે. શેઠ નવકારમંત્રના ધ્યાનમાં મસ્ત બની ગયા. ત્રીજો દિવસ આવી ગયા. રાત પડી. લેાકેા ધામા ઉપર ચઢીને જોવા લાગ્યા કે ક્યાં વીજળી થાય છે! રાતના ખાર વાગ્યા. વીજળી ખુબ થવા લાગી. વિજળી પણ શેઠના મકાન ઉપર થાય છે. લેાકેા કહે નક્કી મહારાજની વાત સાચી પડશે. હમણાં ને જણા મરી જશે. લેાકેા ખાલે છે, ખૂબ અવાજ થાય છે. વિજળીના ચમકારા ને કડાકા થાય છે પણ શેઠને કઇ ખખર નથી. ખરાખર રાત્રે બે-ત્રણ વાગ્યાના સુમારે વિજળી પડી. તે કયાં પડી. ? શેઠના મકાનના છાપરાની છત ઉપર પડી. રહેજ ભાગને નુકશાન થયું. ધડાકો ખૂબ મોટા થયા પણ શેઠને તેા કઈ ખખર નથી. નવકારમંત્ર અને અઠ્ઠમ તપના ચમત્કાર લેાકેા માને છે કે શેઠ અને તેમના મિત્ર અને ખળીને ખાખ થઇ ગયા હશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy