SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા જૈન સમાજમાં પણ કેવા ઢાનવીર થઇ ગયા છે! ખેમા દેઢાણી, જગડુશાહે, ભામાશાહ, વસ્તુપાળ ને તેજપાળ આવા રત્ના ભારતમાં નામ અમર બનાવી ગયા છે. આજના માનવ બે-પાંચ હજાર ઉપાશ્રયમાં આપે તે શરત કરે કે મારા નામની પથરી મૂકવાની. ભાઈ! તમારૂં નામ પૃથ્થરમાં કોતરાવવું છે તેા મરીને પથ્થર ખનશે. આના કરતાં સમજીને લક્ષ્મીના માહ છેડા. ૪૧૯ 46 આત્મા જાગૃતિ માટે ગુરૂએ આપેલુ સિગ્નલ ? શેઠને લક્ષ્મી ખૂબ વ્હાલી. રાતી પાઇ સત્કાર્યમાં વાપરવાનું મન ન થાય. જોષીએ અને ભુવાના ઇલાજો કામ ન લાગ્યા. ત્યારે જૈન સાધુ પાસે આવ્યા ને સંતને કહે છે ખાપજી ! મારી પાસે આટલા પૈસા છે. મેં ઘણા પ્રયત્ન કર્યો પણ હજુ ક્રોડાધિપતિ અની શકયેા નથી તેા તેના માટે કોઈ મંત્ર-તંત્ર કે કોઈ ખીએ ઉપાય ખરા? ત્યારે મહારાજ કહે છે ભાઈ! ક્રેડપતિ બનવાની મહેનત શા માટે કરે છે? જેટલું મળ્યું છે તેમાં સતાષ માન, કારણ કે એક દિવસ અર્ધું છેાડીને જવાનુ છે. માની લે કે તારા ભાગ્યમાં ક્રોડપતિ બનવાનું લખ્યું હશે તેા અનીશ ને તારા બંગલા ઉપર ધ્વજા ફરકશે. પણ એ ધ્વજા તે અહી રહી જશે. તેના કરતાં તારા આત્માની ધ્વજા ફરકાવને ? શેઠ કહે બાપજી ! તમે આમ કેમ કહેા છે? ત્યારે મહારાજ કહે છે શેઠ ! તમને લક્ષ્મીને અત્યંત માહ છે પણ સાતવારમાં ગમે તે એકવારે તમારા ઘર ઉપર વીજળી પડશે. શેઠ કહે છે કઈ વાંધા નહિ. હું ઘર છોડીને ખીજે રહેવા જઇશ. મહારાજ કહે છે શેઠ! તમે ખીજે રહેવા જશે! તે ત્યાં પડશે પણ જોખમ તમારા ઉપર છે. એટલે શેઠના હાજા ગગડયા. થથર ધ્રૂજવા લાગ્યા. એને એટલી શ્રદ્ધા હતી કે આવા ત્યાગી સ ંત કદી આવુ ખેલે નહિ અને ખેલે તેા જ્ઞાની હોય તે ખેલી શકે અને તે પણ પાછળનું પરિણામ શું આવશે તેનુ લક્ષ રાખીને ખેલે. શેઠને હવે મરણને ડર લાગ્યો. શું મારા ઉપર વીજળી પડશે ને હું મરી જઇશ? શેઠના કરોડપતિ બનવાના અરમાન ઓસરી ગયા. શરીર શાષાઇ ગયુ અને આંખમાંથી મેરઠેર જેવા આંસુ પડે છે. ખૂબ ચિંતાતુર બની ગયા છે. ખાતા-પીતા નથી. રડયા કરે છે. બસ, હવે હું મરી જઈશ? શેઠાણી પૂછે છે સ્વામીનાથ ! આપ શા માટે ા છે? ત્યારે શેઠ કહે છે.સાત વારમાં એક વારે આપણા ઘર ઉપર વિજળી પડવાની છે અને હું તેમાં મરી જવાનેા છું. શેઠને ઘર-પેઢી કંઇ યાદ આવતું નથી. આંખ સામે ફકત મરણુના પડછાયા દેખાય છે. શેઠ પેઢી ઉપર જતા નથી, એટલે લેાકેા એમના ઉપર કેમ આવતા નથી? ત્યારે માણસ કહે છે શેઠના ઘર એટલે નથી આવતા. આ વાત આખા ગામમાં ફેલાઇ ગઇ. ત્રણ દિવસ તા ચાલ્યા ગયા. મુનિમને પૂછે છે કે શેઠ પેઢી ઉપર વિજળી પડવાની છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy