SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ધન મેળવી અમૃતની જેમ ગ્રહણ કરશે તેમાં આનંદ માનશે, પાપકર્મમાં અનુરકત રહેશે તે બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવી હાલત થશે. દિવસના દિવસે, મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષે આખી જિંદગી ધન મેળવવાની પાછળ અને વિષયસુખ ભોગવવામાં ચાલ્યાં જાય તો પણ આજના માનવીને ચિંતા થતી નથી કે મારું શું થશે? જેણે માનવજીવનનું ધ્યેય ધર્મની આરાધનાને બદલે ધનની આરાધના કરવી એમ માની લીધું છે તેને દેવેને પણ દુર્લભ એવા માનવજન્મની કિંમત ક્યાંથી સમજાય? અત્યાર સુધી ભલે ન સમજ્યા પણ હવે કંઈક સમજ્યા છે તે વિષયે પ્રત્યેને વિરાગ કેળવે. જેને પાંચ ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યેથી વિરાગ આવ્યો હોય ને મોક્ષની રૂચી જાગી હોય તે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે. બીજો ઉપાય છે કષાયને ત્યાગ – કષાય ઝેરી ભયંકર નાગ જેવા છે. કષાય ૨૫ છે અનંતાનું બંધી કેાધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાની કેધ-માન-માયા-લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ, સંજવલનને કેધ-માન-માયા-લોભ એ સેળ કષાય ને નવ નેકષાય-હાસ્ય-રતિ-અરતિ-ભય-શેક-દુર્ગ છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ૨૫ કષાય ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે અને સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ મેહનીય ને મિશ્ર મોહનીય એ ત્રણ દર્શન મેહનીય કર્મની પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીય કરતાં દર્શન મોહનીય ખૂબ ભયંકર છે. આ જીવને સંસારમાં ભમાવનાર હોય તે દર્શન મેહનીય છે. દર્શન મેહનીય જીવને મુંઝવી નાખે છે. સત્ય વસ્તુની પ્રતીતિ થવા દેતું નથી. દર્શન મેહના કારણે જીવ એમ માને છે કે આ ઘરઆર, પૈસા બધું મળ્યું છે તે ભોગવી લઉં. આ ભવમાં સુખ ભોગવી લઉં. પરભવ કેણે જોયો છે? દર્શન માટે તારી મતિ મુંઝાણું, ચારિત્ર ચૂક્યો એની શ્રદ્ધા ન આણું સમજીને કર શ્રદ્ધા તે થાયે બેડે પાર, દિપક પ્રગટે દિલમાં જીનવાણું જય જયકારશાસ્ત્રના અજવાળે અંધારાં દૂર થાય, દિપક પ્રગટે દિલમાં જીનવાણું દર્શન મેહના કારણે જીવની મતિ મુંઝાઈ ગઈ છે. એટલે ભગવાનના વચન ઉપર તેને શ્રદ્ધા થતી નથી. જે પ્રભુના શાસ્ત્ર ઉપર શ્રદ્ધા થાય, અંતરમાં શ્રદ્ધાની ત જલે. તે અજ્ઞાનનાં અંધારાં દૂર થાય તેમાં શંકા નથી. આપણુ પરમપિતા પ્રભુને શું સ્વાર્થ હતો? એને મેહ-માયા કે મમતા ન હતી. એમને એ મોહ ન હતું કે દુનિયામાં મારું નામ અમર કરી જાઉં, મારી કીતિ ફેલાવું. એમને તમારા સુખની ઈર્ષ્યા નથી આવતી કે ખોટું બોલે. સર્વજ્ઞ અને સર્વદશી પ્રભુએ જે કંઈ કહ્યું છે તે સાચું કહ્યું છે. ડોકટરની દવા ગમે તેવી પિઈઝન હોય તે પણ શ્રદ્ધાથી લે છે. ત્યાં વિશ્વાસ છે કે દવા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy