SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ સારદા સરિતા ૪૧૧ આપણને કહે છે કે માનવ બહારથી ગમે તેટલો સુંદર હોય પણ તેના જીવનરૂપી બરણીમાં શું ભર્યું છે તે જોવાનું છે. જીવનરૂપી બરણીમાં માત્ર મસાલો ભર્યો હોય તો તેની સુંદરતા શા કામની? શરીરની કિંમત નથી પણ તેમાં ભરેલા માલની કિંમત છે. બારદાનમાં જ્યાં સુધી માલ ભર્યો છે ત્યાં સુધી તેની કિંમત છે. માલ કાઢી લીધા પછી બારદાનની કંઈ કિંમત નથી તેમ દેહ રૂપી બારદાનમાંથી ચૈતન્ય રૂપી માલ ચાલ્યા જશે પછી તેને જલાવી દેશે. માટે અંદર ધર્મારાધનાને માલ ભરી દે. બહારની શોભા કરતાં અંદર શું ભર્યું છે તેની કિંમત છે. ઘણાં ભાઈ- બહેને કહે છે અમે જ ઉપાશ્રયે જઈએ છીએ. સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરીએ છીએ, પૌષધ કરીએ છીએ, વ્યાખ્યાન વાણી સાંભળીએ છીએ એટલે અમારું સ્થાન ઉંચું છે. પણ ભાઈ ! આટલું કરવા માત્રથી તમે તમારું સ્થાન ઉંચું માની લીધું પણ જીવનમાં તમે દયા-ક્ષમા, સદાચાર આદિ આધ્યાત્મિક ગુણો કેટલા કેળવ્યા ? આ જીવનરૂપી બરણીમાં કે માલ ભરેલો છે તેનું નિરીક્ષણ કરે. ધર્મ કરીને અભિમાન કરવું તે હાનિકારક છે. દરેક ધર્મ કલ્યાણ કરવાનું કહે છે અને સૌ પોતપોતાના ધર્મના ગુણ ગાય છે અનેકાંતદષ્ટિથી જોઈએ તે કઈ પણ ધર્મ ખોટ નથી. પણ પિતાની શ્રેષ્ઠતાનું અભિમાન કરવું તે ખોટું છે. માનવ ધર્મપરાયણને બદલે ધર્માભિમાની બની ગયો છે. આ અભિમાન વિકાસ સાધવામાં ને પ્રગતિ કરવામાં અંતરાય રૂપ છે. જે ધર્મપરાયણ હોય તે કદી પિતાની જાતને શ્રેષ્ઠ ન કહે. મહાત્મા ગાંધીજીએ એક ભજનમાં ગાયું છે કે “વિણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે માં જે પારકાની પીડા જાણે છે તે સાચે વૈષ્ણવ છે. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે જે પારકાનું દુઃખ દૂર કરીને પણ અભિમાન ન કરે તે સાચો વૈષ્ણવ છે. તો મારા મહાવીરના સંતાનોને હું પૂછું છું કે તમે જે કુળમાં જન્મ્યા છે પણ દિલમાં જે અનુકંપા ન હોય તો તે સાચા જેન બની શકે ખરા ? જે પારકાની પીડાને જાણનાર હોય, પરની પીડા દૂર કરીને અભિમાન ન કરતો હોય તે વૈષ્ણવ તે છે પણ એને જેન પણ કહી શકાય. અનેકાંત દષ્ટિ શું એમ નથી કહેતી? ઈસુ ખ્રિસ્ત કર્યું છે કે Love your enemise, (લવ યર એનામીઝ) તમે તમારા શત્રુઓ સાથે પણ પ્રેમ કરો. કઈ ખ્રિસ્તી કુળમાં જન્મ્યો હોય પણ જૈન ધર્મને આચાર પાળતે હેય, શત્રુ પ્રત્યે પણ પ્રેમભાવ રાખતો હોય તે શું તેને જેને ન કહેવાય ? જેન કુળમાં જન્મ લેવાથી જૈન બની શકાતું નથી, પણ જે રાગ-દ્વેષને જીતે તે સાચે જૈન છે. પછી ભલેને તે ગમે તે કુળમાં કેમ જ ન હોય? આજે માનવી જૈન ધર્મ પામ્યો છે પણ એને આચાર નથી સમજત. ધર્મના ગુણે અહિંસા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય, દયા-દાન, પ્રમાણિક્તા વિગેરેના પાલનમાં ધર્મ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy