SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૦૭ નથી. ભલે બીજા કેઈ ન જાણે પણ પિતાનું અતર તે જાણે છે તે? જ્ઞાની કહે છે પાપી સદાય ભયભીત રહે છે ને પુણ્યશાળી સદાય નિર્ભય રહે છે. પોતે હોટલમાં ગયે પણ ચેન પડતું નથી. એને મિત્રના શબ્દ યાદ આવે છે. ભાઈ ! મારા પર દયા કર. મને બચાવી લે અને તેની અશ્રુભરી દયામણી આંખે યાદ આવે છે. હોટલવાળો પણ પૂછે છે તમારો મિત્ર કયાં ગયે ? પણ તેને બેટું સમજાવી દે છે કે એ દેશમાં ગયે અને પિતે બીજે દિવસે બેંકમાં જઈ મિત્રના નામના દશ લાખ રૂપિયા પિતાની સહી કરીને ઉપાડી લે છે ને વીસ લાખનો માલિક બની દેશમાં આવે છે. ગામના લોકે પૂછે છે તું આવ્યું ને તારો મિત્ર કેમ નથી આવ્યું ? એ કયાં ગયે ? પણ એ ગ્ય જવાબ આપી શક્તા નથી. જેમ મ ગલ્લાતલ કરી બધાને સમજાવી દે છે. ગામમાં પિતે સારી એવી જમીન લઈને માટે બંગલો બંધાવે છે. હવે તે ધનવાન બને એટલે સારા ઘરની કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયા અને પોતે બંગલામાં આનંદથી રહે છે. હવે ભાઇની સુખની સીમા નથી. બંગલે બંધાવ્યું. મોટર લાવ્યું. મનગમતી પત્ની મળી. બધું સુખ છે પણ અંદરથી તેને ચેતનદેવ રડી રહી છે. મિત્રને દયામણે ચહેરે, તેની આજીજી અને કાલાવાલા. મિત્ર! તું મને દરિયામાં ફેંકી ન દઈશ. આ દશ્ય એની નજર સમક્ષ ખડું થઈ જાય અને એનું મન બેચન બની જતું. સમય થતાં તેને ઘેર એક પુત્ર થાય છે. પુત્રને ખૂબ લાડકોડથી ઉછેરે છે. ગામડામાં તે પાંચ ધોરણ સુધી ભણવાનું હતું. એ પૂરું થયું એટલે બીજા મેટા શહેરમાં કોલેજમાં દાખલ કર્યો. સમય જતાં એ ગ્રેજયુએટ પાસ કરી M. A. માં આવે છે. છેલ્લું વર્ષ છે એટલે ભણવામાં ખૂબ મહેનત કરે છે. ખૂબ શ્રમ પડવાથી દીકરે એકાએક બિમાર પડે છે. એને બ્લડ કેન્સરને રોગ થાય છે. રેજ ડેકટરોને બે લાવે છે. એને તપાસીને દવા ઈજેકશન આપે છે પણ સારું થતું નથી. છેક માછઊી પાણી વિના તરફડે તેમ તરફડે છે. છેવટે ડોકટરે કહે છે તમે એને મુંબઈ જેવા મેટા શહેરમાં લઈ જાવ. હવે અમારી મતિ ચાલતી નથી. તે સમયમાં આવા રે ડોકટર પિછાણી શકતા ન હતા અને આવી શેધખોળે પણ ન હતી ને સાધને પણ ન હતાં કે જલ્દી સારું થઈ જાય. ડોકટરની સલાહ મુજબ એને મુંબઈ લાવ્યા. ને મેટામોટા ડોકટરોને બતાવ્યું. ડોકટરના હાથ નીચે એની ટ્રીટમેન્ટ શરૂ કરી. છોકરાની પાછળ મા-બાપ પસાના પાણી કરે છે. કયારેક છાનામાના રડી લે છે. પણ દીકરાને જરાય સારું થતું નથી. ફરીને બીજા મોટા મોટા ડોકટરને બોલાવીને તપાસ કરાવે છે. શેડ ડેકટરને કહે છે સાહેબ! મને પૈસા કરતાં મારે દીકરે વહાલે છે. એની સારવાર અને દવામાં જરા પણ કમીના ન રાખશે. પણ મારે દીકરે સાજે થાય તેમ કરો. ત્યારે ડોકટરે એને લંડન સારવાર માટે લઈ જવાનું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy