SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૦૩ એટલે કે તે દેના સુખે કરતાં પણ અધિક સુખને અનુભવ કરે છે. આનું મુખ્ય કારણ અકિંચનતા–પરિગ્રહ પ્રત્યેને અનાસક્ત ભાવ અને જ્ઞાનમાં રમતા છે. આ કારણોથી આત્મિસુખની વૃદ્ધિ થાય છે. ત્યાગ અને વૈરાગ્યમાં જે સુખ છે તે ભેગ અને આસકિતમાં નથી. તો પછી ભૌતિક સુખની તુલના આત્મિક સુખ સાથે કેવી રીતે થઈ શકે? આટલા માટે વૈરાગ્યવંત નિગ્રંથમુનિઓ દેના સુખો કરતાં પણ અધિક સુખ ભોગવે છે. જે પૈસામાં સુખ હોત તે મુનિઓ પાસે તે એક રાતી પાઈ નથી. છતાં ભગવાને કહ્યું છે કે “gridgeી મુળ વીતરાવિતરાગનો વારસદાર મુનિ એકાંત સુખી છે. એના જેવું દુનિયામાં કઈ સુખી નથી. પણ આ વાત તમારા ગળે ઉતરતી નથી. - તમે સુખ પૈસામાં માન્યું છે. પૈસે મેળવવા માટે માનવી માનવજાતને ન છાજે તેવા કામ કરાવે છે. પૈસા ખાતર માનવી પાપ કરતાં પણ અચકાતો નથી. પૈસાની મમતા ખરાબ છે. અઢાર પાપ સ્થાનકમાં પાંચમું પાપ સ્થાનક પરિગ્રહ છે. પરિગ્રહને પાપસ્થાનક કહ્યું છે, સુખસ્થાનક નથી કહ્યું. તો ઘરમાં અતિપરિગ્રહ ભેગે કરે તે પાપને ભેગા કરવા બરાબર છે. ઘરમાં એક નાનકડો સાપ નીકળે તો તેને ઘરમાં રાખે છો ખરા? અરે, સાપ દેખા દઈને પાછો કયાંક ભરાય જાય છે તો ગમે તેમ કરીને શેને મૂકી આવે છે પણ ઘરમાં રહેવા દેતા નથી. કારણ કે તમને સાપની બીક લાગે છે. તે હું તમને પૂછું છું કે તમને જેટલી સાપની બીક લાગે છે તેટલી પાપની લાગે છે ખરી? જયારે તમને પાપની બીક લાગશે ત્યારે પરિગ્રહની મમતા નહિ રહે. જેમ સાપની બીક લાગે છે તેમ પાપની બીક લાગશે. પરિગ્રહ કેટલે અનર્થ કરાવે છે તેના ઉપર એક બનેલી કહાણી કહું છું. એક નાનકડા ગામમાં બજારમાં સામાસામી બે દુકાન હતી. આ બંને દુકાનદારો બાળપણના મિત્ર હતા. બંને સાથે રમેલા, ભણેલા અને સાથે દુકાને નાંખી હતી. બંનેના માતા-પિતા મરણ પામેલા અને બંને કુંવારા હતા. પણ એ પાપને ઉદય હતું કે બેમાંથી એકેયની દુકાને ખાસ ઘરાક ન આવે. જ્યાં પુણ્યનો ઉદય હોય છે ત્યાં દુકાનમાં ભીડ જામે છે ને લાવે, લાવ ને લા થાય છે. દુકાનમાં માલ ખૂટી જાય છે ત્યારે આ બંને મિત્રોની દુકાને કાગડા ઉડે છે. માલ ખપતો નથી અને દુકાનનું ભાડું પણ માથે ચઢે છે. ત્યારે બંને મિત્રો વિચાર કરે છે. આપણે તો બેકાર થઈ ગયા. આ ગામડા ગામમાં આપણે ઉંચા આવીશું નહિ. ચાલો બીજે ક્યાંક જઈને દુકાન કરીએ તે વળી સુખી થઈએ ! પણ જવું કયાં! ત્યારે એક કહે ચાલે મુંબઈ જઈએ. મુંબઈમાં ધંધાપાણ સારા ચાલે છે ત્યાં આપણું પોષણ થશે. આ વિચાર કરીને બંને જણાએ દુકાન વેચી નાંખી. એકને દુકાનના બે હજાર અને બીજાને બાવીસે રૂપિયા આવ્યા. એટલે કુલ રૂ. ૪ર૦૦ લઈને મુંબઈ જવા નીકળ્યા. ટીકીટ લીધી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy