SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૮૯ સુચના એના સાસુને પૂછે છે બા! તમારા દીકરા ક્યાં ગયા છે? મેં ત્રણ દિવસથી જોયા નથી. આ સાંભળી સાસુનું હૃદય ચીરાઈ ગયું. જ્યાં મેં આ પારકી છોકરીને ફસામાં નાખી? મને એમ હતું કે દીકરાને પરણાવીશ એટલે ઠેકાણે આવશે પણ એ તે વેશ્યાને ઘેર જ પડયે પાથર્યો રહે છે. મદિરાના નશામાં ચકચૂર રહે છે. હવે શું કરવું? એના ખરાબ વર્તનથી ખાનદાન શેઠ-શેઠાણીની આબરૂના કાંકરા થવા લાગ્યા. પણ પોતે બેદરકારી રાખી તેનું આ પરિણામ છે તેમ હવે શેઠાણીને સમજાયું. ચિરની મા કેઠીમાં મેં નાંખીને રડે તેવી તેમની દશા થઈ. મદન ઘેર આવે ત્યારે ખૂબ સમજાવે પણ એક વાર કુસંગે ચઢી ગયો. હવે તેને સમજાવવું મુશ્કેલ હતું. એની ઉદ્ધતાઈએ માઝા મૂકી હતી. કેઈક દિવસ રાત્રે ઘેર આવો ત્યારે સુલોચના ખૂબ પ્રેમથી તેને બોલાવતી અને સમજાવતી પણ એને કંઈ અસર થતી ન હતી કારણ કે એના કાનનો રેડિયે કહે કે નયનની પ્રતિમા કહે કે માત્ર એક મદનસેના હતી. મદનસેના એનું સર્વસ્વ હતી. આ તરફ માતા-પિતાને ખૂબ આઘાત લાગે છે. શેઠના મનમાં એમ થાય છે કે હું આ કરોડપતિ શેઠ, કેઈના ઘેર ઝઘડા હોય-કુસંપ હોય તે મને બોલાવે. હું બધાને સમજાવીને સમાધાન કરી આપું. રાજ્યમાં કંઈ મતભેદ પડે હોય તે રાજા મને બોલાવે ને હું ગૂંચવણ ભરેલા કેયડાને નિકાલ લાવું. હું કહું તે બધા વધાવી લે. આટલું મારું માન છે. બધા મને ખમ્મા ખમ્મા કરે છે. બીજાને હું સુધારી શકું છું પણ એક મારા દીકરાને હું સુધારી શકતો નથી. દિલમાં ખૂબ દુઃખ થાય છે પણ હવે કઈ ઇલાજ નથી રહ્યો. પિતાનું દુઃખ એકબીજા પાસે વ્યક્ત પણ કરી શકતા નથી શેઠ-શેઠાણી અને સુચના ખૂબ દુઃખી છે. ' આ તરફ મદનસેનાએ પણ એવી માયાજાળ બિછાવી કે પહેલાં તે એ મદનકુમાર પાસે કંઈ નહોતી માંગતી. મદનકુમાર કંઈ લાવવાનું કહે તે એ કહેતી પ્રાણનાથી આ બધું આપનું જ છે ને? હું કંઈ પૈસાની ભૂખી નથી. મને તે આપને પ્રેમ છે તે બધું છે. આ વેશ્યાની માયાજાળ મદન સમજી શકે નહિ. એણે તે માની લીધું કે આ મને ખરા દિલથી ચાહે છે. બસ, આ મારું ઘર છે એમ માનીને રહેવા લાગ્યા અને સંસારના સુખે ભેગવવા લાગ્યા. મદનસેનાએ માન્યું કે હવે આ ભાઈ મારી માયાની જાળમાં બરાબર જકડા છે એટલે ધીમે ધીમે એક કદમ આગળ વધવા લાગી અને બોલી પ્રાણનાથી આપ મારું સર્વસ્વ છે. હું તમારી છું અને આ બધું તમારું છે. હું જે કઈ ચીજ વાપરું છું તે આપની છે, એ આપ જાણે છે પણ આપની આંગળીમાં આ હીરાની વીંટી છે તેવી મારી પાસે નથી તે આપણે બંનેના હાથમાં એકસરખી વીંટી હોય તે કેવું સરસ લાગે. એમ બોલીને જરા ઉદાસ થઈ ગઈ. મદન હવે મદનસેનાનું દુઃખ જોઈ શકતા ન હતા. એ બોલે એટલું તહેત કરતે હતે. એણે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy