________________
શારદા સરિતા
રોગ આવે પણ દેવતાના દેહને દર્દ ન આવે, ઘડપણ ન આવે પણ એનું આયુષ્ય પૂર્ણ થયે ચવવું પડે છે. માટે જ્ઞાની પુરુષો કહે છે જેનો જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. મિથ્યાત્વી દેવને દેવકમાંથી ચવવાનો સમય થાય ત્યારે દુઃખ થાય છે. પણ સમકિતી દેવને રહેજ પણ દુઃખ થતું નથી. એ એમ વિચારે છે કે ક્યારે આ પુદ્ગલના પથારાની રાગની આગમાંથી છૂટું અને માનવભવ પ્રાપ્ત કરી વીતરાગ શાસન પામી જલ્દી કર્મનાં બંધને તોડી આત્માના અલૌકિક સુખની મેજ માણવા મેક્ષમાં જાઉં.
બંધુઓ! જિનેશ્વર ભગવંતના વચનામૃત પ્રત્યે રાગ કરે તો તમારાં ગાઢ બંધને તૂટી જાય. ધર્મને રાગ થાય તે સંસારને રાગ છૂટયા વિના ન રહે. એમાં પાણીને કોગળે ભરીને કાકા મામા બેલાય? જે કાકા-મામાં બેસવું હોય તો કે ગળાને ત્યાગ કરો અને કાં મૌન રહો. બેમાંથી એકનો ત્યાગ કરવો પડશે. તેમ જે મોક્ષના સુખની ઈચ્છા હોય તો વીતરાગ શાસનના અનુરાગી બને. અને વિષય પ્રત્યે વિરાગ કેળવે. મોક્ષ સુખ પામવાના ચાર અકસીર ઇલાજ છે. તેમાં પ્રથમ ઈલાજ છે વિષયે પ્રત્યેને વિરાગ (૨) કષાયને ત્યાગ (૩) ગુણાનુરાગ (૪) ધર્મકરણીમાં અપ્રમત ભાવ. આ ચાર ઉપાયે જ્યાં હોય ત્યાં ધર્મ હોય. ધર્મનું કાર્ય એ છે કે અનાદિકાળથી કમની કેદમાં ફસાયેલા આત્માને જન્મ-મરણ-રાગ-દ્વેષથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે.
વિષયને વિરાગ એટલે વિષય પ્રત્યે તિરસકારવિષમાં દેશનું દર્શન થવું. વિષય એ વિષ જેવા છે. આલોક અને પરલોકમાં દુઃખદાયી છે, એમ સમજી વિષયનું વમન કરી બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવું. આત્મસુખના અથી આત્માને આ સંસાર શૂન્ય લાગે છે. એ તો એમ સમજે કે ગમે તેટલા વિષય-ભોગો ભોગવું પણ તેનાથી મને તૃપ્તિ થવાની નથી. પણ આ ભેગે ભેગવવાનું પરિણામ દુર્ગતિનાં દુઃખો ભેગવવાનું છે. અને ભવપરંપરાનું વિસર્જન થવાને બદલે નવા નવા ભવેનું સર્જન કરવાનું છે. આખા જગતના ભૌતિક પદાર્થો મને આપી દેવામાં આવે તો પણ ઈચ્છાઓને અંત આવવાનો નથી, તો આવા અપૂર્ણ અને તુચ્છ વિષયને રાગ શા માટે કરું? જે ધર્મ કરવાથી મારી ઈચ્છાઓ શાંત થાય, તૃપ્તિનો આનંદ આવે, અને દુર્ગતિનાં દુઃખડાં ભેગવવાં ન પડે એ જિનેશ્વર ભગવંતનો બતાવેલ ધર્મ અંગીકાર કરી લઉં.
દેવાનુપ્રિયો! આ વાત તમને સમજાય છે. પાંચ ઈન્દ્રિય અને તેના વિષયો એ કંઈ ખરાબ નથી પણ એ ઈન્દ્રિયના વિષયમાં ઉત્પન્ન થતો વિકાર ખરાબ છે. આંખ જરૂરી છે, પણ આંખ દ્વારા મનહર રૂપ-રંગ જોઈને તેમાં ઉત્પન્ન થતો વિકાર ભયંકર છે. કઈ ભાઈ કે બહેનનું રૂપ જોઈને મન માં થાય કે કેવું સંદર્ય છે. કેઈ બહેનની સંદર સાડી જોઈને મનમાં થાય કે કેવી સરસ સાડી પહેરી છે! મધુર શબ્દ સાંભળી