SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શારદા સરિતા તપથી સિદ્ધ થાય છે. આલોક અને પલેકમાં તપના પ્રભાવથી અનેક વિધ સંપત્તિઓ સાંપડે છે અને તપની આરાધના કરવાથી વિપત્તિના વાદળો વિખરાઈ જાય છે. ભવરગ અને ભાવગ રૂપ કર્મને નાશ કરવા માટે તપ અમૂલ્ય ઔષધ છે. તપથી આત્મા નિર્મળ બને છે અને અસાધ્યમાં અસાધ્ય રોગે પણ તપથી નાશ પામે છે. એક બનેલે પ્રસંગ છે. એક ભાઈને ટી. બી. ને રોગ હતો. તેણે ઘણા ડોકટરો અને વૈદોને બતાવ્યું ને કહ્યા પ્રમાણે દવા કરી પણ રોગ મટયા નહિ. ત્યારે તે ભાઈ ખૂબ નિરાશ થઈ ગયે અને માની લીધું કે મારા અશાતા વેદનીય કર્મને ઉદય છે. એક વખત એમના ગામમાં એક મહાન તપસ્વી મુનિરાજ પધાર્યા. પેલા ભાઈ વ્યાખ્યાનમાં ગયા. તે દિવસે મહારાજે બરાબર તપની વાત લીધી. તપ ઉપરનું વ્યાખ્યાન સાંભળ્યું. તપથી ચીકણું કર્મો નાશ પામે છે, તેમ જ તપને મહિમા બતાવનારા અનેક દાખલા-દલીલો સાંભળીને આ ભાઈએ વિચાર કર્યો કે જે તપમાં આટલે પ્રભાવ હોય તે મારે તપ કરે છે. એણે તપ શરૂ કર્યો. છ–અમ–ચાર-પાંચ ઉપવાસ કરવા લાગ્યા. જેમ તપશ્ચર્યા કરતો ગયે તેમ તેના કર્મો ખપતા ગયા. તપના પ્રભાવથી તેને ટી. બી. ને રોગ તદન મટી ગયે. પછી ડોકટર પાસે ચિકિત્સા કરાવી જેમાં તે રેગ બિલકુલ મટી ગયું છે. તપના પ્રભાવથી રેગ નાબૂદ થયે. આ જોઈ ડોકટરને પણ શ્રદ્ધા થઈ કે તપ દ્વારા માનવીના રેગ મટી જાય છે. દેવાનુપ્રિયે ! આ તે શરીરના રોગને મટાડવાની વાત કરી. તપથી બાહારોગો તે માટે પણ અનાદિકાળથી આત્માને ભવભ્રમણને મહારોગ લાગુ પડે છે તે પણ જડમૂળથી મટી જાય છે અને આત્મા અજરઅમર એવા પરમપદને પામે છે. તપને મહિમા અપરંપાર છે. તેને પ્રભાવ અચિંત્ય છે. તપથી દેહબળ ઘટે છે પણ આત્માનું બળ વધે છે. એક વખત એક માતા એના છ વર્ષના બાળકને લઈને પર્યુષણમાં ઉપાશ્રયે આવી. મહારાજે વ્યાખ્યાનમાં અ8મ તપનું મહત્વ ખૂબ સમજાવ્યું. આ છ વર્ષના બાલુડાએ સાંભળ્યું. બાળકનું હૃદય ખૂબ કુણું હોય છે. એના મનમાં થયું કે હું આ અમ કરૂં પણ આજે તો ખાઈને આવ્યો છું. આવતી કાલથી કરીશ. એને એમ કરવાની તાલાવેલી લાગી. ઘેર આવીને એની માતાને કહે મારે અમ કરે છે. પણ માતાએ ના પાડી. બેટા ! તું અઠ્ઠમ ન કરી શકે. પણ તેના મનમાં એમની લગની લાગી છે તેથી તેણે ખાધું નહિ. અર્કમની ભાવનામાં રડતો રડતો સૂઈ ગયો અને એને ભયંકર ઝેરી સર્પ કરડે. ખૂબ ઝેર ચડ્યું અને છેક મરણ પામ્યા. ત્યાંથી મરીને એક મોટા કરોડપતિ શેઠને ઘેર જન્મ થયે. શેઠ ખૂબ શ્રીમંત છે. ઘણાં વર્ષે શેઠના ઘેર પારણું બંધાયું છે. તેમાં પાછે દીકરો છે એટલે એમના આનંદનું તે પૂછવાનું જ શું? ખૂબ લાડકડથી બાળકને ઉછેરે છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy