SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શારદા સરિતા આત્મકલ્યાણના નાણું તેની તિજોરીમાં ભરી દે છે અને જે પ્રમાદમાં પડીને કંઈ શુભ અનુષ્ઠાને કરતા નથી તે આત્મકલ્યાણની સોનેરી ઘડીને ખાઈ રહ્યા છે. મંગલકારી પર્યુષણપર્વને આજે પહેલો દિવસ છે. પર્વ બે પ્રકારના છે. એક લૌકિક પર્વ અને બીજું લોકેત્તર પૂર્વ તેમાં ઘણું લૌકિક પર્વે ભયથી અને સંસારસુખની ઈચ્છાથી મનાયા છે. સંસારસુખની વૃદ્ધિ કરાવનારા પર્વ લૌકિક પર્વ છે અને આત્માને અભ્યદયના માર્ગે ચાલવાની પ્રેરણા આપનાર પર્વ એ લત્તર પર્વ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મહાન લેકેન્નર પર્વ છે. તે આત્માના અભ્યસ્થાનનું સોપાન છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસને આપણે અઠ્ઠાઈઘર તરીકે ઓળખીએ છીએ. ધર પાંચ છે. મહિનાનું ધર, પંદરનું ધર, અઈધર, ક૫ધર અને તેલાધર. એક મહિના અગાઉથી સંવત્સરી પર્વની ચેતવણી આપવા માટે મહિનાનું ધર આવે છે. તે દિવસે જે તમે ન ચેતો તે પંદરના ધરના દિવસે ચેતી જાવ. તે દિવસે પણ ન જાગ્યા તો આજે તે અવશ્ય જાગવાની જરૂર છે. આજે દરેકના દિલમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં શા માટે એકત્ર થયા છે. તેને વિચાર કરવાની જરૂર છે. માણસ કઈ પણ ઠેકાણે કાંઈ ને કાંઈ પ્રયજન વિના જતો નથી. તમને કંઈ ખરીદ કરવાનું મન થાય છે તો બજારમાં જાવ છો. બજારમાં તે ગયા. બજારમાં ઘણી ચીજો મળે છે. જેઈને લેવા માટે મન લલચાય છે. પણ જો તમારી પાસે પૈસા નહિ હોય તે વરતુ કેવી રીતે ખરીદી શકશે? એક સામાન્ય ચીજ ખરીદવી હોય તે નાણાં વગર મળતી નથી તેમ તમારે જે મોક્ષના મોતી મેળવવા હેય તે તમારી પાસે જ્ઞાન-દર્શનચારિત્ર અને તારૂપી નાણાંની અવશ્ય જરૂર છે. આ પવિત્ર દિવસમાં સહેજે તપ કરવાનું મન થાય છે. આજે નાના બાળકોએ પણ ઉપવાસ કર્યા છે. જેની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં દરેકે તપશ્ચર્યા કરવી જોઈએ. કારણ કે તપદ્વારા કર્મોની નિર્જરા થાય છે. “તવા નિર્નર ર” તપદ્વારા મહાન પુરૂષો કર્મને ખપાવીને મેક્ષમાં ગયા છે. ભગવાન મહાવીર સ્વામીએ કર્મોના કાટ કાઢવા માટે કેવી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી. મેલા કપડાને સાફ કરવા સાબુ અને પાણીની જરૂર છે. સોનાના દાગીના સાફ કરવા માટે તેજાબની જરૂર છે. મશીનરી સાફ કરવા પેટ્રોલની જરૂર છે તેમ આત્માને સાફ કરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની જરૂર છે. શારીરિક દર્દ થયું હોય તો તમે ડૉકટર પાસે જાય છે. ડોકટર બરાબર તપાસી નિદાન કરીને દવા આપે છે. પણ જો તમે દવા નહિ પીવે તે રેગ કયાંથી મટવાને છે? ઔષધિનું પાન કર્યા વિના શારીરિક રોગ જતો નથી. તે અનાદિકાળથી આત્માને આઠ કર્મોનો રોગ લાગુ પડે છે. તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તારૂપી ઔષધિનું પાન કર્યા વિના ક્યાંથી જશે? આઠ કર્મોમાં ચાર ઘાતી કર્મ છે અને ચાર અઘાતી કર્મ છે. તેમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy